એક સમયે TVના આ ભગવાનની હતી જોરદાર બોલબાલા, જ્યારે અત્યારે…

બોલીવુડના દિગગજ અભિનેતા અરુણ ગોવિલે નાના અને મોટા પરદા પર ઘણું કામ કર્યું છે. પરંતુ પોતાના પુરા કરિયરમાં તેમણે એક એવું ધારાવાહિક કર્યું જેનાથી તેમને ફક્ત પરદા પર નહિ પરંતુ રિયલ લાઈફમાં પણ કેટલીક હદ સુધી ભગવાનની ઉપમા અપાવી દીધી. આ ધારાવાહિકનું નામ હતું રામાયણ. રામાયણ ધારાવાહિક એ રામાનંદ સાગરની રામાયણ ૨૫ જાન્યુઆરી, ૧૯૮૭માં પ્રસારિત કરવાનું શરૂ થયું અને વર્ષ ૧૯૮૮ સુધી પ્રસારિત કરવામાં આવ્યું હતું.

image source

અરુણ ગોવિલ સાથે રામાયણ પહેલા રામાનંદ સાગરે વિક્રમ ઔર વેતાલ ધારાવાહિકમાં કામ કર્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે પોતાની એક્ટિંગ અને પ્લેના અનુભવથી ફિલ્મ પહેલીમાં કામ કર્યું હતું. ત્યારપછી અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરી હતી. ઇલેક્ટ્રોનિક એરામાં પહેલીવાર અરુણ ગોવિલ વિક્રમ ઔર વેતાલમાં ટીવી પર સ્પેશિયલ ઇફેક્ટમાં જોવા મળ્યા હતા. સહરાન પુરમાં મોટા થયેલા અરુણને તેના પિતા કોઈ સરકારીમાં સ્થાયી જોવા ઇચ્છતા હતા. પણ અરુણને એવું કંઈક કરવું હતું જેનાથી જમાનો તેમને ઓળખે. અરુણે કર્યું પણ એવું જ તે કે આજે તેમને લોકો રામના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા અપાવી છે.

image source

ત્યારપછી રામાયણને ઘણીવાર અલગ અલગ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. અરુણ ગોવિલે આ ધારાવાહિકમાં રામની ભૂમિકા નિભાવી હતી. તેમજ અરુણ ગોવિલને રામનો કિરદાર નિભાવવા માટે તેમને સિગરેટ પીવાની આદત પણ છોડવી પડી હતી. કેમકે રામાનંદ સાગરનું માનવું હતું કે રામનો કિરદાર નિભાવનાર વ્યક્તિ પણ રામની જેમ જ અવગુણ થી દુર હોવો જોઈએ. ઉપરાંત એ તો કહેવું જ પડે કે અત્યાર સુધી ભાગ્ય જ કોઈ હશે જેણે અરુણ ગોવિલની જેમ રામની ભૂમિકા નિભાવી હશે. ૧૨ જાન્યુઆરી, ૧૯૫૮ ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલ અરુણે રામના કિરદારને એટલી હદ સુધી જીવંત કરી દીધો કે ગામડાઓમાં રામાયણ શરૂ થાય ત્યારે લોકો ટીવીની સામે ચપ્પલ ઉતારીને રામાયણ જોવા બેસતા હતા.

image source

અરુણ જ્યારે સ્ક્રીન પર આવતા ત્યારે લોકો હાથ જોડી દેતા હતા. ઉપરાંત રામાયણ શો જોવા માટે લોકો બેટરીથી લઈને કેટ કેટલાક જુગાડો પણ અજમાવતા હતા. અરુણ ગોવિલે રામાયણ પછી વિક્રમ ઔર વેતાલ,બસેરા, એહસાસ, મશાલ, કારાવાસ, મૃત્યુંજય અને અંતરાલ જેવા ધારાવાહિક પણ કર્યા છે. જ્યારે મોટા પરદા પર ઇતની સી બાત, શ્રદ્ધાંજલિ, જીઓ તો એસે જીઓ, સાવન કો આને દો, મુકાબલા, કાનૂન અને ઢાલ જેવી ફિલ્મો પણ કરી છે. પરંતુ રામની છવી તેમના જીવન સાથે હંમેશા જોડાયેલી રહી.

image source

અરુણ ગોવિલે એક્ટિંગ સિવાય પ્રોડક્શન અને નિર્દેશનમાં પણ કામ કર્યું છે. પરંતુ ૬૧ વર્ષના અરુણ ગોવિલને આજે પણ એ કિરદાર કરવાનું કહેવામાં આવે છે જેના દ્વારા અરુણને એક ઓળખ મળી છે. અરુણે રામનો કિરદાર એ રીતે કર્યો હતો કે જ્યારે તેઓ ગામ કે કસ્બાઓમાં જતા ત્યારે ત્યાંના લોકો અરુણને પગે લાગતા હતા. હાલમાં જ અરુણ ગોવિલને એકવાર ફરીથી એ કિરદાર કરવાનું કહેવામાં આવ્યું હતું. ઉપરાંત અરુણ ગોવિલ કેટલાક દિવસો પહેલા કોંગ્રેસમાં સામેલ થયા છે તે વાત પણ ચર્ચામાં રહી છે.

જ્યારે ફરીથી રામના કિરદારમાં પાછા ફર્યા અરુણ ગોવિલ.

image source

અરુણ ગોવિલને રામના રૂપમાં જોવા માટે લોકો એટલા ઉત્સાહિત હતા એ વાતનો અંદાજ આપ એ વાતથી લગાવી શકો છો કે ગયા વર્ષે ૨૦૧૯માં દિલ્લીમાં એક પ્લેનું આયોજન કરાયું હતું. જેમાં અરુણ ગોવિલને રામનું પાત્ર ભજવવાનું હતું. પ્લેના પોસ્ટરને ખાલી પસંદ જ ના કરાયું પણ આ પ્લેને જોવા માટે અગણિત લોકો ઉમટી પડ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ