આલેલેલે! સલમાનની બહેન અર્પિતા દુબઈની રેસ્ટોરન્ટમાં એક પછી એક ફેંકવા લાગી પ્લેટ, અને પછી…શું તમે જોયો આ વિડીયો?

અર્પિતા ખાન સલમાન ખાનની ખૂબ જ લાડકી છે. તેમની સાથે જોડાયેલા સમાચાર હંમેશા મિડિયામાં ચર્ચામાં આવતા રહે છે. હવે તેણીની એક વિડિયો સોશિયલ મડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિડિયોમાં તેણી દુબઈના એક રેસ્ટોરન્ટમાં પ્લેટ્સ તોડતી દેખાઈ રહી છે. અર્પિતાની સાથે તેણીના ફ્રેન્ડ્સ પણ છે. આ વિડિયોમાં બધા જ લોકો આ એક્ટિવિટીની મજા લઈ રહ્યા છે.

રેસ્ટોરન્ટમાં બીજા લોકો પણ પ્લેટ્સ તોડી રહ્યા છે.

જો કે તમને જણાવી દઈએ કે અર્પિતાની આ નવી વિડિયો નથી પણ જૂની વડિયો છે જે હાલ વાયરલ થઈ રહી છે. તેમા તેણી દુબઈની ટ્રિપ દરમિયાન પ્લેટ તોડતી દેખાઈ રહી છે. તે પોતાની ફ્રેન્ડ સાથે બેઠી છે અને ટેબલ પરથી ઉઠાવી ઉઠાવીને પ્લેટ ફેંકી રહી છે. વિડિયોના બીજા ભાગમાં તેની સાથેના બીજા ગેસ્ટ પણ પ્લેટ્સ તોડી રહ્યા છે. વિડિયો પરથી એવું લાગી રહ્યું છે કે આ રેસ્ટોરન્ટ ખાસ પ્લેટ્સ તોડવા માટે જાણીતી હશે. કારણ કે વિડિયોમાં તમે જોઈ શકો છો કે તેમની સર્વ કરવાની સ્ટાઇલ પણ પ્લેટ ફોડવા જેવી જ છે.

આ વર્ષે સેલિબ્રેટ કરશે દીકરીનો પ્રથમ બર્થડે

હાલમાં જ અર્પિતા ખાને પોતાની એનિવર્સરી પર પતિ આયુષ શર્મા માટે એક પોસ્ટ લખી હતી. આ વખતે આયુષ સાથે નથી. તેમના લગ્નને છ વર્ષ થઈ ગયા છે. અર્પિતા એક દીકરો અને એક દીકરીની માતા છે. દીકરી આ વર્ષે ડિસેમ્બરમાં એક વર્ષની થશે.

આયુષ શર્માએ પત્ની અર્પિતાથી દૂર રહી મનાવી હતી લગ્નની વર્ષગાંઠ

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

થોડા સમય પહેલાં આયુષ શર્માએ પોતાની અને અર્પિતાની કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં બન્ને સાથે પોઝ આપતા દેખાઈ રહ્યા છે. આ તસ્વીરોને શેર કરતાં આયુષ શર્માએ જણાવ્યું કે તેમના લગ્નને છ વર્ષ પુરા થઈ ગયા છે, પણ એવુ લાગી રહ્યું છે કે જાણે તે હંમેશાથી અર્પિતાને જાણે છે. આયુષ શર્મા દ્વારા શેર કરવામા આવેલી તસ્વીરો શોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. સાથે સાથે ફેન્સે આ તસ્વીરો પર કમેન્ટ પણ ખૂબ કરી હતી.

આયુષ શર્માએ પોતાની અને અર્પિતા ખાનની તસ્વીરો શેર કરતાં લખ્યું હતું, ‘હેપ્પી એનિવર્સરી માય લવ અર્પિતા ખાન શર્મા… આપણા લગ્નને છ વર્ષ થઈ ગયા છે, પણ એવું લાગે છે કે હું તમને હંમેશથી જાણું છું. છ વર્ષ તારી બાલિશતા અને નાની નાની બાબતોમાંથી ખુશીઓ મેળવવી. તમારા જેવો સાથી મળવાથી હું ધન્ય છું. હંમેશા તમને મારો ખૂબ બધો પ્રેમ.’

image soucre

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાન અને આયુષ શર્માની આ છઠ્ઠી લગ્ન વર્ષગાંઠ હતી અને આવું પહેવાર છે કે જ્યારે આ પતિ-પત્ની એકબીજાથી દૂર છે. વાસ્તવમાં, આયુષ શર્મા હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મના શૂટિંગમાં બિઝી છે.