બહાદૂર માતા, આર્મી કેપ્ટન અને હવે મિસિસ ઇન્ડિયાઃ આ છે આજની પ્રતિભાશાળી ભારતીય મહિલા

જીવન કોઈના પણ માટે રોકાતું નથી, તે કોઈની આલોચના કે પ્રશંસા સાંભળવા માટે રોકાતું નથી. આપણી પૃથ્વી કે અન્ય ગ્રહ એક પળ માટે પણ પરિભ્રમણ કરવાનું બંધ નથી કરતા તેમ કરવાથી તેમનું અસ્તિત્ત્વ જ નષ્ટ થઈ જાય છે. જીવન ક્યારેય રોકાઈ જાય તે શક્ય નથી. જો તમે તેનો આનંદ ઉઠાવવા માગતા હોવ તો તમારે તેની ચઢ-ઉતરનો અડગ રહીને સામનો કરવો પડશે. પડકારોનો સામનો કરી જીવનના પથ પર આગળ વધનારા જ સાચ્ચા યોદ્ધા હોય છે. આપણો આજનો લેખ એવી જ એક મહિલાને સમર્પિત છે. કેપ્ટન શાલિની સિંહ જેમણે એક બાહદૂર માતાથી માંડીને આર્મી કેપ્ટન સુધીની સફર ખુબ જ સાહસ સાથે પુરી કરી છે પણ ક્યારેય હાર નથી માની.

Image result for /brave-mother-to-army-captain-to-mrs-india-meet-this-powerpuff-woman

વર્ષ 1998માં શાલિનીના લગ્ન ભારતીય સૈન્યના મેજર અવિનાશ સિંહ ભદોરિયા સાથે થયા, ત્યારે તેણી માત્ર 19 વર્ષની જ હતી. નાની ઉંમરમાં લગ્ન થવા છતાં તેમણે પોતાનો અભ્યાસ છોડ્યો નહીં પણ ચાલુ જ રાખ્યો. લગ્નના માત્ર બે જ વર્ષ બાદ મેજર અવિનાશનું પોસ્ટિંગ કાશ્મીરમાં થઈ ગયું અને તેમને કુટુંબથી દૂર જવું પડ્યું. આ અંતર છતાં અવિનાશ-શાલિનીનું લગ્નજીવન મધૂર રહ્યું.

Related image

28 સપ્ટેમ્બર 2001ના દિવસે શાલિની પર આભ તૂટ્યું. સમાચાર આવ્યા કે આતંકવાદીઓ સામે લડતાં અવિનાશ વીરગતિ પામ્યા છે. પોતાના માત્ર 2 વર્ષના દીકરા ધ્રુવની સાથે શાલિનીનું જીવન જાણે થંભી ગયું. પણ આ નિરાશ જીવનમાં દીકરાના ખીલખીલાટ કરતા ચહેરાએ શાલિનીને એ દુઃખનો સામનો કરવા માટે ફરી ઉભી કરી

“બધું જાણે અવાસ્તવિક લાગતું હતું. કંઈ સમજમાં જ નહોતું આવતું. કશાનો કોઈ અર્થ નહોતો રહ્યો. હું મારી જાતને પૂરી કરી દેવાનું વિચારતી હતી.” શાલિનીએ પોતાના એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું.

Related imageછ મહિનાની અથાગ મહેનત અને ટ્રેનિંગ બાદ 7 સપ્ટેમ્બર 2002ના રોજ શાલિનીએ ભારતીય સૈન્યમાં અધિકારી તરીકે જોઈન કર્યું. ભારતીય સેનાના અધિકારી તરીકે તેમણે રાષ્ટ્રપતિના હાથે પોતાના પતિનું મરણોપરાંત કીર્તિ ચક્ર સમ્માન પ્રાપ્ત કર્યું. પોતાના માતાપિતા અને ભાઈનો પૂર્ણ સહયોગ શાલિનીને પોતાના દીકરાના પોષણમાં મળ્યો. 6 વર્ષ આર્મીની નોકરી ક્રયા બાદ ધ્રુવના ભવિષ્ય માટે શાલિનીએ તે નોકરી છોડવાનો નિર્ણય લીધો.

Related imageશાલિનીનું વિખેરાયેલું જીવન હવે ધીમે ધીમે વ્યવસ્થિત થવા લાગ્યું હતું. લોકો તેમજ કુટુંબના ખુબ સમજાવ્યા બાદ શાલિનીએ પોતાના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો અને સેનાના મેજર એસપી સિંહ સાથે બીજા લગ્ન કર્યા. પણ લગ્નના થોડા સમય બાદ શાલિનીને ખબર પડી કે મેજરે તેણીના વિશ્વાસનો ફાયદો ઉઠાવી લગ્ન પહેલાં જ તેણીના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા તેને જણાવ્યા વગર ઉપાડી લીધા. તે દરમિયાન મેજર શાલિનીની મારપીટ કરવા લાગ્યો. 2011માં તો મેજરે શાલિનીના માથા પર ગ્લાસથી એવો હૂમલો કર્યો કે તેણીને માથા પર 32 ટાંકા લેવા પડ્યા. ત્યાર બાદ શાલિનીએ પોતાના બીજા પતિ પાસેથી ડિવોર્સ માટે અરજી કરી.

Image result for shalini singh captain14 એપ્રિલ 2017ના રોજ મિસિસ ઇન્ડિયા ક્લાસિક ક્વીન ઓફ સબસ્ટેન્સ 2017નો તાજ પહેરનારી કેપ્ટન (રિટાયર્ડ) શાલિની સિંહનું મિસિસ ઇન્ડિયા બનવાનું સફર તેટલુ સરળ નહોતું.

 

Image result for /brave-mother-to-army-captain-to-mrs-india-meet-this-powerpuff-womanહાલ શાલિની એક કંપનીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત તેણી સોશિયલ વર્ક પણ કરે છે. ગરીબ અને દિવ્યાંગ બાળકોને અભ્યાસમાં મદદ કરે છે. શાલિની પોતાના ત્યાગની ભેટ તરીકે પોતાના 17 વર્ષીય દીકરા ધ્રૂવને પણ ભારતીય સૈન્યના યુનિફોર્મમાં જોવા માગે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી