અર્જૂન કપૂર અને મલાઈકા લગ્ન થઈ ગયાં નક્કી! ક્યાં? ક્યારે અને કેવી રીતે? જાણવા વાંચો આખો લેખ…

આ પ્રસિદ્ધ અભિનેત્રીના છૂટાછેડા પછી બોલીવૂડના સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા છે અને હવે તેઓએ સત્તાવાર રીતે એકબીજાના બનવાની તૈયારીઓ કરી લીધી છે!

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા માટે હવે તેમનું નવું જીવન સહજ અને પ્રેમાળ થઈ રહ્યું છે. અગાઉ તેમણે અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી એકબીજા સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું છે. હવે આ બંને કલાકારોએ જાહેરમાં તેમના સંબંધો વિશે કંઈજ છૂપાવ્યા વગર વાત કરવાનું શરૂ કર્યું છે અને એકબીજા સાથેના મીડિયાના પ્રશ્નોને ટાળતા નથી. તાજેતરમાં જ તેઓએ ખુલ્લીને મીડિયા સામે તેમની લાગણી વ્યક્ત કરી છે.


અમે આપને જણાવીએ કે સૂત્રોથી મળેલી બાતમી મુજબ આ પ્રેમ-પંખીડાંઓ તેમના સંબંધને એપ્રિલ મહિનામાં લગ્નનું નામ આપવા જઈ રહ્યા છે. તેમનો પ્રેમ ઘણા વખતથી લોકો માટે ખાનગી હતો પરંતુ હવે તેઓ જાહેર કરવા આતુર છે. એ તો ખૂબ સારી વાત છે, પરંતુ હજુ પણ એ વિશે કંઈ સ્પસ્ટ એમના તરફથી કહેવામાં નથી આવતું. તેમનો પ્રેમ સંબંધ જાહેર થતાં પહેલાં તેઓ કેવી રીતે ગુપ્ત રીતે એકબીજા સાથે ડેટિંગ કરતાં એ જાણવું પણ તેમના ફેન્સને રસ પડી રહ્યો છે.
આ બંનેના લગ્ન ચર્ચમાં થશે અને એ પણ આ જ વર્ષે એપ્રિલમાં એવી અફવાએ જોર પક્ડ્યું છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અર્જને મીડિયા રીપોર્ટરને કહ્યું, “જ્યારે કોઈ વાત કરવાનો યોગ્ય સમય આવશે ત્યારે અમે તમને બધાને જાણ કરી જ દેશું.”


એથી વધુમાં, અમારી પાસે આખા બાબત પર થોડી માહિતીનો દોર છે અને તે જાણવા મળ્યું છે કે 19મી એપ્રિલે આ લવબર્ડ્સનો પ્રેમ સફળ થવા જઈ રહ્યો છે, એ દિવસે કરે છે લગ્ન. હા, તમે તેને બરાબર વાંચ્યું છે! અમે એક સ્રોતના અહેવાલથી આ પણ સાંભળ્યું છે કે અર્જુન અને માલૈકાએ તેમના ફિલ્મસ્ટાર મિત્રોને લગ્ન માટે એ તારિખ ફ્રી રાખવા માટે કહ્યું છે. તેઓ માત્ર નજીકના મિત્રો અને કુટુંબીજનો સાથે એક અત્યંત ખાનગી પ્રસંગ ઇચ્છે છે, તેથી હેરસ્ટાઈલ અને મેક અપ આર્ટિસ્ટ અને પ્રસંગથી જોડાયેલ અન્ય સભ્યોને કડકપણે ચેતવણી આપવામાં આવી છે કે તેઓ કોઈની પણની સાથે આ વિશેની કોઈ પણ માહિતી શેર ન કરે.


હવે આ સમાચાર ખરેખર સાવ સિક્રેટ છે! એક અહેવાલ પ્રમાણે, આ જોડી 19 મી એપ્રિલે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એસલે પરથી પસાર થશે! એટલે કે ચર્ચમાં જઈને લગ્ન કરશે. અને એવું પણ નક્કી કરાયું છે કે કરિના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અમૃતા અરોરા લગ્નમાં મલાઈકા માટે બ્રાઇડમાઇડ્સ તરીકે ભાગ લેશે, જ્યારે અર્જુન તરફથી રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર વગેરેની સાથે લગ્નની વિધિઓમાં જોઈ શકવાની વાતો સાંભળવામાં આવી રહી છે.


છેલ્લાં ઘણાં સમયથી આપણે કેટલાંય સેલિબ્રિટી મેરેજ ફંકશન જોઈએ રહ્યાં છીએ. એમાં આ લગ્ન સમારોહનું કપલ અને તેની વિધિ પણ જુદી હશે એવું લાગે છે.