અર્જુન કપૂરના બર્થડે પર મલાઇકાએ રોમેન્ટિક તસ્વીર કરી શેયર. વિદેશમાં મનાવી રહ્યા છે બર્થ ડે

અરબાઝ ખાન સાથે ડીવોર્સ લીધા બાદ હાલ મલાઇકા અરોરા બોનીકપૂરના દીકરા અર્જુનકપૂર સાથે રીલેશનશીપમાં છે. જો કે તેણે પોતાની અર્જુન પ્રત્યેની લાગણી ઘણી ઓછીવાર જાહેરામાં વ્યક્ત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Insider (@bollyinsides) on


પણ 26 જૂને અર્જુનના બર્થડે પર મલાઇકાએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર અર્જુન સાથેની રોમેન્ટિક તસ્વીર શેયર કરતાં તેને બર્થડે વિષ કર્યો છે. હાલ બન્ને વેકેશન એન્જોય કરી રહ્યા છે. મલાઇકા અવારનવાર તેના જીમના તેમજ બીચ પરના ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરતી રહે છે જેને હજારો લોકો દ્વારા જોવામાં આવે છે અને તેના પર પોઝિટિવ નેગેટિવ કમેન્ટ્સ પણ થયા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


આ ઉપરાંત અર્જુન પર ઇન્સ્ટાગ્રામ પર છે તેણે પણ તાજેતરમાં પોતાનો જીમનો ફોટો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યો હતો જેમાં તેણે પોતાની આવનારી ફિલ્મ પાનીપત માટે બોડી બનાવી રહ્યો છે. તેણે પોતાની બોડી બિલ્ડીંગનો એક ફોટો શેયર કરતાં લખ્યું હતું કે તેના માટે નાનપણથી જ મેદસ્વીતા એક ચેલેન્જ રહી છે. અને હંમેશા તેમાંથી બહાર નીકળતા તેને તકલીફ પડી છે. ફરી એકવાર તે તે જ ચેલેન્જનો સામનો કરી રહ્યો છે અને ધીમે ધીમે તેમાંથી બહાર આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on


તેણે પોતાની બોડી બિલ્ડીંગનો એક ફોટો શેયર કરતાં લખ્યું હતું કે તેના માટે નાનપણથી જ મેદસ્વીતા એક ચેલેન્જ રહી છે. અને હંમેશા તેમાંથી બહાર નીકળતા તેને તકલીફ પડી છે. ફરી એકવાર તે તે જ ચેલેન્જનો સામનો કરી રહ્યો છે અને ધીમે ધીમે તેમાંથી બહાર આવી રહ્યો છે.

તેણે પોતાની આ ફોટો શેયર કરતી વખતે કમેન્ટમાં લખ્યું હતું “વોરિયર મોડ ઓન !” હા તેણે ખરેખર એક યોદ્ધા જેવું જ શરીર શૌષ્ઠવ કેળવ્યું છે. ફિલ્મ પાનીપતમાં અર્જુન ક્રીતી સેનન સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, પદ્મિની કોલ્હાપુરી પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Arrmanjaiin (@arrmanjaiin) on


હાલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ન્યુયોર્કમાં રજાઓ ગાળી રહ્યા છે. શરૂઆતમાં તેમણે પોતાના સંબંધોને જાહેર કરવામાં ખચકાટ થતો હતો બની શકે કે તેઓ ત્યારે કદાચ પોતાના સંબંધોને લઈને શ્યોર ન હોય. પણ હવે તેઓ છૂટથી એકબીજા સાથે જોવા મળે છે. જો કે તે બન્નેએ જાહેરમા ક્યારેય પોતાની એકબીજા પ્રત્યેની લાગણીઓનો સ્વિકાર નથી કર્યો. અને હાલ બન્નેનો લગ્ન કરવાનો પણ કોઈ જ વિચાર નથી. બસ હાલ તો તેઓ એકબીજાના સાથને જ માણવા માગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ