જલ્સા કરોને જેંતીલાલ

અરે બાપરે ! બીચારી આખી પાકિસ્તાની ટીમનો પગાર એકલા વિરાટ કોહલીના પગાર કરતાં પણ ઓછો છે !

હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત સામેની અપમાનજનક હાર બાદ પાકિસ્તાની ક્રીકેટ ફેન્સ તેમના પ્લેયર્સને અપમાનીત કરવાનો એક મોકો નથી છોડતા, બીજી બાજુ પાકિસ્તાનમાં ટીવીઓ ફોડી નાખવામાં આવ્યા છે તો કોઈકે તો વળી ખેલાડીઓ વિરુદ્ધ કેસ પણ નોંધાવી દીધો છે. આજે ખુબ જ કફોડી સ્થીતી જે પાકીસ્તાની પ્લેયર્સની.


પણ પાકિસ્તાની ખેલાડીઓ માત્ર રમવામાં જ ભારત કરતા પાછળ નથી પણ તેમનો પગાર પણ ભારતના ખેલાડીઓ કરતાં ક્યાંય ઓછો છે.


વિશ્વના દરેક ક્રીકેટરને તેમના ક્રીકેટ બોર્ડ તરફથી વાર્ષિક ધોરણે સેલેરી આપવામાં આવે છે. જેમ બીસીસીઆઈ ભારતીય ક્રીકેટરોને વાર્ષિક સેલેરી આપે છે તેવી જ રીતે પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રીકેટ બોર્ડ પણ વાર્ષિક ધોરણે પોતાના ખેલાડીઓને પગાર આપે છે.


પણ આ બન્ને ટીમ વચ્ચેના પગાર ધોરણની જમીન-આકાશ જેવી અસમાનતા જોઈ તમારી આંખો પહોળી થઈ જશે.


ખેલાડીને પગાર હંમેશા તેમની લાયકાત, તેમની સિનિયોરીટી, તેમના દેખાવને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. BCCI ખેલાડીઓને ગ્રેડ વાઈઝ પગાર ચૂકવે છે.


જેમાં કુલ ચાર ગ્રેડ છે એ, બી, સી અને ડી, વિરાટ કોહલી, ધોની, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓનો સમાવેશ સિનિયર ખેલાડીઓમાં થાય છે તેમને એ ગ્રેડમાં રાખવામાં આવે છે.હાલ બીસીસીઆઈ વિરાટ કોહલીને વર્ષની 7 કરોડ રૂપિયા સેલેરી ચૂકવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે બીજી બાજુ પાકિસ્તાન ક્રીકેટ બોર્ડ તેમના કુલ 32 ખેલાડીઓને ભેગા સાડા સાત કરોડ ચૂકવે છે.


અમે તમને વિગતવાર જણાવીએ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ ભારતની જેમ જ ગ્રેડ વાઈઝ સીસ્ટમ છે તેઓ પોતાના એ ગ્રેડના ખેલાડીઓને વર્ષના ભારતીય રૂપિયા પ્રમાણે 48 લાખ ચૂકવે છે, જ્યારે બી ગ્રેડના ખેલાડીઓને વર્ષના 30 લાખ ચૂકવે છે સી ગ્રેડના ખેલાડીઓને 21 લાખ રૂપિયા ચુકવે છે.


તેમજ ડી ગ્રેડના ખેલાડીઓને 12 લાખ રૂપિયા ચુકવે છે અને ઈ ગ્રેડના ખેલાડીઓને 6 લાખ રૂપિયા ચુકવે છે. આમ તેમના કુલ 32 ખેલાડીઓ પગાર સાડા સાત કરોડ સુધી માંડ પહોંચે છે.


જમીન આસમાનનો ફરક તો રહેવાનો જ આ બન્ને ટીમ વચ્ચે કારણ કે, ભારતીય ખેલાડીઓ પોતાની ટીમને જીતાડવા માટે તનતોડ મહેનત કરે છે. અસાધારણ પ્રેક્ટિસ કરે છે પોતાની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે.


તમને જણાવી દઈએ કે આ વર્ષે ફોર્બ્સ મેગેઝીન દ્વારા સૌથી વધારે કમાણી કરતા વિશ્વના 100 ખેલાડીઓમાં વિરાટ કોહલીનું નામ 100માં ક્રમે છે. થોડા સમય પહેલાં તેનું નામ 83માં ક્રમે હતું.


ક્રીકેટની સેલેરી, આઈપીએલની કમાણી તેમજ અન્ય એન્ડોર્સમેન્ટની કમાણી બધું થઈને વિરાટ કોહલીની 2019ની આવક 24 મિલિયન અમેરિકન ડોલર છે. જેમાંથી 20 મિલિયન ડોલરની આવક તે માત્ર એન્ડોર્સમેન્ટમાંથી જ કમાઈ લે છે.


ફોર્બ્સની યાદીમાં પ્રથમ નંબર પર વર્લ્ડ બેસ્ટ ફુટબોલર લિયોનેલ મેસી છે જેની વાર્ષિક આવક 127 મિલિયન અમેરિકન ડોલર છે. જેમાંથી 92 મિલિયન તેની સેલેરી છે અને 35 મિલિયન તે એન્ડોર્સમેન્ટમાંથી કમાય છે.


અને ત્રીજા નંબર પર છે. ક્રીસ્ટીયાનો રોનાલ્ડો તેની વાર્ષિક કમાણી છે 109 મિલિયન અમેરિકન ડોલર જેમાંથી 65 મિલિયન તેની સેલેરી છે અને 44 મિલિયન તેને એન્ડોર્સમેન્ટના મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version