આ તેલનો ખાસ રીતે કરો ઉપયોગ અને મેળવો સ્કીન અને હેરમાં નવી ચમક

વાળ હોય કે સ્કીન કોઈ પણ સીઝનમાં આપણે તેની કેરને લઈને ખૂબ જ સચેત રહીએ છીએ. આ સમયે આપણે અનેક મોંઘી બ્યૂટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી લેતા હોઈએ છીએ જેમાં ક્યારેક સાઈડ ઈફેક્ટનો ડર પણ રહે છે. જો તમે કોઈ સાદો ઉપાય કરવા ઈચ્છો છો તો તમે વાળ અને સ્કીનની કેર માટે એરંડીનું તેલ યૂઝ કરી શકો છો. તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.

એરંડીના તેલને કેસ્ટર ઓઈલ પણ કહેવામાં આવે છે. આ ઓઈલની વિશેષતા છે કે તે એન્ટી બેક્ટેરિયલ અને સોજાને ઓછા કરવાના ગુણ ધરાવે છે. તેના ઉપયોગથી અનેક ફાયદા થાય છે. આ તેલને દવા બનાવવા, સાબુ, મસાજ ઓઈલ અને કોસ્મેટિક્સમાં પણ ઉપયોગમાં લેવાય છે. એરંડીના તેલ એટલે કે કેસ્ટર ઓઈલના અનેક ફાયદા છે અને તેને લાંબા સમય સુધી ઉપયોગમાં લી શકાય છે. તેનો ઉપયોગ સુંદરતા વધારવાની સાથે સાથે વાળની કેરમાં પણ લાભદાયી છે. તેની મુખ્ય વિશેષતા એન્ટી બેક્ટેરિયલ અને સોજા રોકવાના ગુણ છે.

વાળની ચમક વધારવા માટે છે જાણીતું

image source

ખરતા વાળની સમસ્યાથી આજકાલ પુરુષો અને મહિલાઓ બંને પરેશાન રહે છે. આ માટે તેઓ અનેક ઉપાયો પણ કરી લેતા હોય છે. એરંડીનું તેલ વાપરીને તેઓ ફક્ત 10 દિવસમાં ખરતા વાળને રોકી શકે છે. તેલથી માથા પર મસાજ કરીને નવા વાળ લાવવાનું પણ શરૂ કરી શકાય છે. આ તેલના ઉપયોગથી વાળ લાંબા, મજબૂત રહે છે અને તેનો ગ્રોથ પણ વધે છે.

સ્કીન માટે

image source

બદામ અને અખરોટનું તેલ 50 મિલિ અને એરંડીનું તેલ 25 મિલિને મિક્સ કરીને રાખી લો. આ પછી રોજ 8-10 ટીપાં આ તેલ લો અને તેનાથી ફેસ પર મસાજ કરો. 5 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. ચહેરા પરના બ્લેક હેડ્સ ખતમ થશે અને સાથે ફેસ પણ ચમકદાર બનશે. ઓઈલી સ્કીનના લોકો માટે આ ઉપયોગ કરવાનું ટાળવું યોગ્ય છે. કારણ કે તેલથી સ્કીન વધુ ઓઈલી બની શકે છે.

image source

આ સિવાય ઉપયોગની અન્ય રીતમાં તમે તેને બેકિંગ સોડાની સાથે મિક્સ કરીને આંગળીઓ, ઘૂંટણ, પગના તળિયાની મસાજ કરી શકો છો. ત્યાં જે કાળા ડાઘ ધબ્બા હશે તે હળવા બનશે. એરડી એન્ટિ એજિંગ પણ છે. તેના તેલમાં કોટનને બોળીને સ્કીન પર લગાવવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે. સૂતા પહેલાં આંખની પાંપણ પર આ તેલમાં ડૂબાવેલું કોટન રાખી લેવાથી આંખની આસપાસની એલર્જીમાં પણ રાહત મળે છે.

એરંડી એટલે કે કેસ્ટર ઓઈલના ફાયદા

image source

1 ચમચી એરંડીના તેલને ખાલી પેટે ખાઈ લેવાથી પેટની નાની મોટી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. પેટ ફૂલવું કે ગેસની ફરિયાદ રહેતી હોય તો તમે રોજ એરંડીના તેલને હૂંફાળું ગરમ કરો અને પછી પેટ પર તેની માલિશ કરો. તેનાથી શરીરની ફેટ પીગળી જાય છે અને પેટનું દર્દ પણ ઘટે છે. માથામાં દર્દ રહેતું હોય તો એરંડીના તેલથી મસાજ કરવાથી સમસ્યા દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત