બોલિવૂડના બધા સેલેબ્સના છોકરાઓને ટક્કર મારે એવી છે આરાધ્યાની નર્સ, જયા બચ્ચને આખરે જણાવી દીધું નામ

બોલીવુડની એક્ટ્રેસ જયા બચ્ચન પોતાનો મત બિન્દાસ રીતે મુકવા માટે ઓળખાય છે. પછી રાજનીતિ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જયા દરેક મુદ્દા પર પોતાની વાત ખુલીને કહે છે. એકવાર જયા બચ્ચને પોતાની વહુ અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની પૌત્રી આરાધ્યાની નર્સ કહી હતી. બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનના દીકરા અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા અને આ બંનેને એક દીકરી જેનું નામ આરાધ્યા છે અને એનો જન્મ વર્ષ 2011માં થયો હતો અને ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યાનું ખૂબ જ ધ્યાન રાખે છે.

જયાએ ઐશ્વર્યાને કહી આરાધ્યાની નર્સ..

image soucre

એકવાર મીડિયા સાથેની વાતચીતમાં જયા બચ્ચનર પોતાની પૌત્રી આરાધ્યા વિશે વાત કરી અને કહ્યું કે મારી પૌત્રીએ મિસ વર્લ્ડને પોતાની નર્સ રાખી છે. એમને કહ્યું કે ઐશ્વર્યા રાય એક માતા તરીકે ખૂબ જ સારી રીતે પોતાની દીકરીને સાચવે છે અને એ હમેશા આરાધ્યની સાથે જ રહે છે. એ માટે ઐશ્વર્યાએ કોઈ મેડ કે નેની પણ નથી રાખી.

image source

હું ક્યારેક ક્યારેક ઐશ્વર્યાને ચીડવું છું અને કહું છું કે આરાધ્યા ખૂબ જ ભાગ્યશાળી છે જેને મિસ વર્લ્ડને પોતાની નર્સ રાખી છે. જયા બચ્ચને આગળ કહ્યું કે હું ઇચ્છું છું કે ઐશ્વર્યા રાય બહાર જાય પણ એ ના પાડી દે છે અને આરાધ્યાને લઈને એ કોઈના પર પણ આશ્રિત નથી. મારા મતે આ બહુ સારી વાત છે.”

અભિષેક માટે પરફેક્ટ છે ઐશ્વર્યા.

image soucre

કોફી વિથ કરણ શોના એક એપિસોડમાં જયા બચ્ચને પોતાની વહુ ઐશ્વર્યા રાયના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે “મને લાગે છે કે એ બહુ સારી વાત છે કે એ આટલી મોટી સ્ટાર હોવા છતાં જ્યારે અમે બધા સાથે હોઈએ છીએ ત્યારે એ પાછળ ઉભી રહીને બધાને સાંભળે છે, એ ચૂપ રહે છે અને બધું જ સમજે છે.

image source

ઐશ્વર્યા વિશે અન્ય એક વાત સારી છે કે એ ખૂબ સારી રીતે પોતાના પરિવાર અને મિત્રો વચ્ચે બેલેન્સ જાળવી રાખે છે.એ એક મજબૂત અને ગરીમાંપૂર્ણ સ્ત્રી છે. શોમાં જ્યારે કરણે જયા બચ્ચનને પૂછ્યું કે શું તમે ઐશ્વર્યાને પરફેક્ટ મિસ અભિષેક બચ્ચન માનો છો? એ વાત પર જયા બચ્ચને તરત જવાબ આપ્યો હતો કે હા ઐશ્વર્યા એકદમ પરફેક્ટ મિસ અભિષેક બચ્ચન છે.

image soucre

તમને જણાવી દઈએ કે એક શોમાં અભિષેક બચ્ચને પણ જણાવ્યું હતું કે એમની માતા જયા બચ્ચન અને પત્ની ઐશ્વર્યા રાય બંને એક થઈ જાય છે અને એમની સાથે બંગાળીમાં ઝગડો કરે છે. વાત જાણે એમ છે કે જયાં બચ્ચન બંગાળી છે અને ઐશ્વર્યા રાયે બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે એટલે એ પણ બંગાળી ભાષા જાણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!