જલ્સા કરોને જેંતીલાલ

અપૂરતા ખોરાકથી શરીરનો રંગ પડી જાય છે ઝાંખો, જાણી લો બીજુ શું થાય છે નુકસાન…

શું તમને શરીરને અપુરતો ખોરાક આપીને સ્લીમ બનાવા માગો છો ? તો જાણીલો કે તમારા શરીરને તે જરા પણ અનુકુળ નથી, શરીર તમને સંકેતો આપે છે કે તમારે પુરતા ખોરાકની જરૂર છે ! શું તમારા વાળ ઉતરી રહ્યા છે ? ખુબ બગાસા આવી રહ્યા છે ? શા માટે થાય છે આ બધું ? ક્યાંક તમારું શરીર તમને કોઈ સંકેત તો નથી આપી રહ્યું ?

image source

જેમ આપણને કોઈ વસ્તુ ન ગમતી હોય અથા તો કોઈ વસ્તુ ગમતી હોય ત્યારે આપણું મન તે લાગણીને વ્યક્ત કરે છે. એટલે કે જો કોઈ વસ્તુ આપણને ન ગમતી હોય તો આપણે દુઃખી થઈએ છીએ અથવા ઉદાસ થઈએ છીએ અથવા તો રડીએ છીએ. જ્યારે કોઈ વસ્તુ ગમતી હોય તો આપણે પ્રસન્ન રહીએ છીએ, ખુશ થઈએ છીએ અથવા તો હસીએ છીએ. જે સામે વાળી વ્યક્તિને દર્શાવે છે કે આ બાબત તમને ગમી છે અને આ બાબત તમને નથી ગમી.

image source

તેવી જ રીતે શરીર પણ તેને શું અનુકુળ છે શું નથી અનુકુળ તેના માટે શું સ્વસ્થ છે શું અસ્વસ્થ છે તેના સંકેતો અવારનવાર તમને આપ્યા કરતું હોય છે જેને આપણે સામાન્ય લક્ષણો અથવા તો “આવું તો થાય !’ તેમ કહીને કે સમજીને ઇગ્નોર કરતા હોઈએ છે. પણ આ બેદરકારી કે નિશ્ચિંત પણું તમને લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે.

image source

જ્યારે તમે તમારા શરીરને યોગ્ય ખોરાક પુરો ન પાડતા હોવ ત્યારે શરીર તમને કેટલાક સંકેતો પહોંચાડે છે જે સામાન્યથી અસામાન્ય હોઈ શકે છે પણ મોટે ભાગે સામાન્ય જ હોય છે માટે જ આપણે તેને સમજી નથી શકતાં. તો ચાલો જાણીએ આ સંકેતો વિષે.

image source

ઘણીવાર આપણે પાતળા થવાની લાહ્યમાં કે પછી આળસમાં કે પછી આપણા વ્યસ્ત જીવનના કારણે શરીરને પુરતો ખોરાક નથી આપતાં અને શરીરની જ્યારે આ જરૂરિયાત પુરી નથી થતી ત્યારે તે સંકેતો આપે છે. તમારે તમારા શરીરને ઓછામાં ઓછો કેટલીક ચોક્કસ માત્રામાં ખોરાક આપવો જ જોઈએ. અને જ્યારે તમે આ બાબત પર ધ્યાન નથી આપતાં ત્યારે તમારું શરીર સંકેતો આપે છે.

image source

આ બધી જ ખામીઓ કે સંકેતોનો ખ્યાલ તમને ત્યારે આવશે જ્યારે તમે અચાનક પોષણયુક્ત, પુરતો ખોરાક તમારા શરીરને પહોંચાડશો. તે જ દીવસથી તમે તમારી જાતને સ્ફુર્તિવાળા અનુભવશો. તમે કામ કરવામાં મન પરોવી શકશો, તમારા ચહેરા પર એક અલગ રોનક આવવા લાગશો. માટે પાતળા થવાની બળતરામાં તમે જો તમારો ખોરાક જ ઓછો કરી નાખતા હોવ તો તેમ ન કરો પણ તમારા શરીરને પુરતો પણ પોષણયુક્ત ખોરાક આપો બાકી બધું શરીર જાતે જ મેનેજ કરી લેશે. આપણું અંતિમ લક્ષ પાતળા અને આકર્ષક લાગવાનું નહીં પણ સ્વસ્થ રહેવાનું હોવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version