જલ્સા કરોને જેંતીલાલ

કોરોનાનો નવો ખતરનાક ‘AP સ્ટ્રેન’ આવ્યો સામે, આ લોકોને કરે છે સૌથી પહેલા ટાર્ગેટ, જાણો અને રહો સચેત

ભારતમાં કોરોના વાયરસનો એક નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેનુ નામ એપી સ્ટ્રેન છે. આ વેરિએન્ટ આંધ્ર પ્રદેશમાં મળી આવ્યો છે અને આ 15 ગણો વધુ સંક્રામક છે. વૈજ્ઞાનિકો અનુસાર, N440K વેરિઅન્ટ કોવિડ વાયરસ મુખ્ય રીતે દક્ષિણી રાજ્યો તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલા ભાગમાં જોવા મળે છે.સીસીએમબીના નિર્દેશક ડૉ રાકેશ મિશ્રા અનુસાર, ટૂંકા સમયગાળામાં મોટી માત્રામાં ચેપી વાયરસના ઉત્પન્ન કરવાની N440k મ્યુટન્ટ વેરિઅન્ટની ક્ષમતા ખૂબ વધારે છે.આ સ્ટ્રેનમાં લોકો 3 થી 4 દિવસમાં જ કોરોનાની ઝપેટમાં આવી જાય છે. એપી સ્ટ્રેન એટલે કે N440K વેરિએન્ટ સૌથી વધારે શક્તિશાળી છે. વિશાખાપટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી. વિનય ચંદે કહ્યું કે સીસીએમબીમાં આ સમયે તપાસ થઇ રહી છે.

image source

ક્યો વેરિએન્ટ સૌથી વધારે ખતરનાક છે તે સાઇન્ટિસ્ટ જ કહી શકશે પરંતુ આ વાત પણ સત્ય છે કે તે નવો સ્ટ્રેન મળ્યો છે અને તેના સેમ્પલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે. એવિ જોવામાં આવ્યુ છે કે કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન જલ્દી વિકસીત થઇ રહ્યો છે. આ વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે સાથે જ વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેનમાં 3 થી 4 દિવસમાં જ દર્દી ગંભીર હાલતમાં પહોંચી જાય છે. પહેલી કોરોના લહેર જેવી હાલત નથી. આ વખતે નવો વેરિએન્ટ તેજીથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ વાયરસ યુવાન લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે અને જે પોતાની ફિટનેસનું ધ્યાન નથી રાખતા તેમને પણ આ વાયરસ ટાર્ગેટ કરી રહ્યો છે.

ત્રીજી લહેરની સંભાવનાઓ

image source

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ છે પરંતુ હવે બાળકોમાં પણ કોરોનાની અસર જોવા મળે છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ભયંકર સાબિત થઇ શકે છે.

image source

2020માં વૃદ્ધોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા ત્યારે હવે કેટલાક એક્સપર્ટનું કહેવુ છે કે ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે. આ દરમિયાન 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાયરસનો શિકાર બનશે.

મહારાષ્ટ્રથી શરૂ થશે ત્રીજી લહેર

image source

મિડીયા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થશે. હજુ આ વાત પર એક્સપર્ટે કંઇ કહ્યું નથી કે ત્રીજી લહેર ક્યારે શરૂ થશે પરંતુ તેવુ માનવામાં આવી રહ્યું છે તે જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે.

તૈયારીઓમાં લાગી મહારાષ્ટ્ર સરકાર

image source

એક્સપર્ટે મહારાષ્ટ્રને સલાહ આપી કે જુલાઇમાં ત્રીજી લહેર શરૂ થશે અને ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થશે અને તેમાં સરકારે અત્યારથી તેની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. મુંબઇ મ્યુનસિપલ કોર્પોરેશન શિશુ કોવિડ કેર ફેસીલીટી સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version