આ ભયંકર બીમારીથી મોટાભાગના લોકો છે અજાણ, જાણો નહિં પાછળથી પસ્તાશો…

ભયંકર પીડાદાયક એપેન્ડિસાઈટિસ શું છે? જો કોઈને આનું દર્દ હોય તો કેવી સારવાર અને કાળજી લેવી એ જલ્દીથી જાણી લો…

એપેન્ડિક્સનું કાર્ય હજી પણ મેડિકલ સાયન્સમાં અજ્ઞાત જ છે, પરંતુ જો તમે એપેન્ડિસાઈટિસની તકલીફથી પીડાવ છો તો પણ આ અંગ તમને ખૂબ મુશ્કેલી પહોંચાડે છે. એપેન્ડિસાઈટિસ મોટે ભાગે ૧૦થી ૩૦ વર્ષની વય જૂથના લોકોને અસર કરે છે. તેને પ્રોમ્પ્ટ સર્જરીની જરૂર છે જેમાં ચેપ લાગીને સોજો આવવાથી સારવાર રૂપે એપેન્ડિક્સ દૂર કરવામાં આવે છે. જો શસ્ત્રક્રિયા કરવામાં આવતી નથી, તો એપેન્ડિસાઈટિસ પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી, જાણી લો કે આ ભયંકર પીડાદાયક એપેન્ડિસાઈટિસ શું છે? અને તેની સારવારમાં શું કાળજી લેવી જોઈએ…

image source

શું છે આ દર્દીલું એપેન્ડિસાઈટિસ? જાણો…

જો તમને પેટના જમણાં ભાગમાં અસહ્ય પીડા થવા લાગે છે અને કોઈ દર્દશામક દવા કામ નથી આવતી? તો બની શકે આપ એપેન્ડિસાઈટિસના શિકાર થયા છો. શરીરમાં થતા કોઈ ચેપના પરિણામે શરીરમાં એપેન્ડિક્સફૂલી જઈ શકે છે; જેમ જેમ એપેન્ડિક્સ ફૂલે છે, તેને કારણે શરીરમાં વધુ દર્દ અને તકલીફો ઊભી થાય છે. જે શરીરની સામાન્ય ક્રિયાઓને અવરોધીને કેટલાક અન્ય અંગોને અસર કરી શકે છે, કોઈ પ્રકારના બ્લોકેજીસ આવી શકે છે અથવા અન્ય ગંભીર તબક્કામાં તો કેન્સરનું પરિણામ પણ હોઈ શકે છે. એપેન્ડિક્સ ઉપર આવતા સોજાને તબીબી રૂપે એપેન્ડિસાઈટિસ તરીકે ઓળખવામાં આવે છે.

image source

એપેન્ડિસાઈટિસના લક્ષણો

આપને ખ્યાલ જ હશે, કે કમરની પાછળની સાઈડ જમણી બાજુની તરફ આવેલ છે. પરંતુ તેનું કોઈ ખાસ એવું કાર્ય નથી જે રીતે હ્રદય, લોહીને શુદ્ધ કરે છે અને કિડની આપણાં શરીરમાંથી મૂત્ર વિસર્જિત કરીને શરીરને ફિલ્ટર્ડ પાણી પ્રસરવામાં મદદ કરે છે તે રીતે એપેન્ડિક્સનું કોઈ ખાસ કાર્યશીલતા જાણી શકાઈ નથી. જો તેનામાં કોઈ ખરાબી કે ચેપ થાય તો તેને ઓપરેશન કરીને કાઢી લઈ શકાય છે. તો આવો, તેની સાથે કોઈ ગડબડી થાય કે ચેપ અથવા સોજો જણાય તો કેવા લક્ષણો આવે છે, જેનાથી ખબર પડે કે આપણને એપેન્ડિક્સની તકલીફ ઊભી થઈ છે…

image source

મેડિકલ રીસચર્સ દ્વારા આ સાબિત થયું છે કે એપેન્ડિસાઈટિસના કુલ દર્દીઓમાં જેમણે ગોળીઓ દ્વારા સારવાર લીધી હતી, લગભગ ૭૦ ટકા લોકોને સર્જિકલ સારવારની જરૂર નથી હોતી. તેમ છતાં, તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે જો તમે અથવા તમારું બાળક કોઈ ચિંતાજનક લક્ષણો બતાવે તો તમારે ડોક્ટર્સને બતાવવામાં ક્યારેય મોડું ન કરવું જોઈએ. પેટના પોલાણમાં તીવ્ર પીડાને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડે છે. તે પહેલાં આવો જાણીએ કેવા લક્ષણો દેખાઈ શકે છે.

ઉલ્ટી થયા બાદ, અચાનકથી પેટમાં નાભીની નીચે જમણી તરફ દર્દ થવા લાગે. જેમાં દર્દી પેટ પકડીને વાંકું વળી જાય એટલું ભયંકર દુખાવો ઉપડે છે. તાવ આવવો, પેડુની નીચેની તરફ, દુખાવાની સાથે સોજો થવો. વાયુ છૂટવામાં મુશ્કેલી થાય, કબજિયાતની તકલીફ રહે, ભૂખ ન લાગવી કે બરાબર જમી ન શકવાની તકલીફ થવી જેવી મુશ્કેલીઓ થાય તેવા લક્ષણો જરૂર દેખાય છે. પેટમાં વળ ચડવા, દુખાવો થવો અને વારેવારે ક્રેમ્પ આવવાની તકલીફ વધારે પ્રમાણમાં થાય છે.

image source

એપેન્ડિસાઈટિસ થયા તે માટે કેવી કાળજી લેવી જોઈએ તે જાણી લઈએ.

હાઈ ફાઇબરથી ભરપૂર હોય તેવો ખોરાક તમારા દૈનિક આહારમાં શામેલ કરવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં આરોગ્યપ્રદ ખોરાક લેવાથી અને સ્વાસ્થ્યનું સંતુલિત જાળવવાથી એપેન્ડિસાઈટિસનું જોખમ ઓછું થઈ શકે છે. તેના માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની ટેવ રાખવાનું પણ ડોક્ટર્સ દ્વારા સલાહ આપવામાં આવે છે.

ખોટી માન્યતા અને હકીકત…

image source

એપેન્ડિક્સ વિશે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે, આવો જાણીએ તે શું છે અને તેની પાછળ રહેલી હકીકત પણ જાણીએ.

માન્યતા: જમ્યા પછી કસરત કરવાથી એપેન્ડિસાઈટિસ થાય છે.

હકીકત: ભોજન પછી વ્યાયામના પ્રભાવ રૂપે એપેન્ડિસાઈટિસ થતું નથી. તે એક પ્રકારે ચેપ લાગવાથી થતી મુશ્કેલીને કારણે થાય છે, જે જ્યારે ટોઈલેટ જવાની સ્થિતિ અથવા અન્ય કોઈ ફોરેન પાર્ટિકલ દ્વારા થતા ચેપને લીધે એપેન્ડિક્સ થાય છે.

માન્યતા: શાકભાજી કે ફળો નાના બીજ ભોજન સાથે ખાવાથી એપેન્ડિસાઈટિસ થાય છે.

image source

હકીકત: એપેન્ડિસાઈટિસ થવાની શરૂઆત થતાં તેના ઉપર સોજો થાય છે અને તેનું કદ પહેલાં કરતાં મોટું થતું જાય છે તેથી એપેન્ડિસાઈટિસનું કારણ નાના બીજ બને તેવું શક્ય નથી.

જાણો શું છે, એપેન્ડિસાઈટિસની સારવાર? જાણો…

એપેન્ડિસાઈટિસ હોવાના કિસ્સામાં, ઘણી વખત, દર્દીઓ ડોક્ટર્સ પાસે ચેકઅપ કરાવવામાં મોડું કરે છે. પરિણામે, રોગની સ્થિતિ વધુ ગંભીર બને છે. એક સ્પીટ એપેન્ડિસાઈટિસ બીજી મોટી સમસ્યા પેરીટોનોટીસ તરફ દોરી શકે છે, જે પેટની પોલાણમાં વધુ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. જો તેને અવગણીને છોડવામાં આવે તો, પેરીટોનાઇટિસ જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

એપેન્ડિસાઈટિસ એ એપેન્ડિક્સમાં અવરોધ હોવાને કારણે થાય છે. આ અવરોધ એપેન્ડિક્સમાં સોજો તરફ દોરી જાય છે. એપેન્ડિસાઈટિસની સારવાર કરવાની સૌથી સામાન્ય રીત શસ્ત્રક્રિયા દ્વારા કરવામાં આવે છે, તાજેતરના સંશોધન દ્વારા બતાવવામાં આવ્યું છે કે એપેન્ડિસાઈટિસથી અસરગ્રસ્ત લોકો માટે બીજો વિકલ્પ પણ છે અને તે છે એન્ટિબાયોટિક્સ. જો તિવ્ર લક્ષણો ન હોય તો માત્ર નિયમિત દવાઓ લેવાથી પણ તેને મટાડી શકાય છે. નહીં તો ઓપરેશન કરાવીને કાઢી નાખવામાં આવે છે કેમ કે તેનું શરીરની અંદર કોઈ ખાસ કાર્ય રહેતું હોતું નથી. આમ, તેમાં સોજો કે સડો થવાથી ઓપરેશન કરીને રીમૂવ કરી દેવું જ યોગ્ય રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ