એક પરંપરા આવી પણ, 5 દિવસ સુધી આખા ગામની મહિલાઓ રહે છે નગ્ન, એ પણ પરણેલી, જાણો આવું કેમ?

આ વિશ્વમાં ઘણા સમુદાયો છે, ઘણી જાતિઓ અને ઘણા ધર્મો છે. આ સમુદાયોમાં આ જાતિઓ અને આ ધર્મોમાં દરેક જગ્યાએ તેમની પોતાની પરંપરાઓ છે. તેમાં સામેલ લોકો દ્વારા આ પંરપરા નિભાવવામાં આવે છે. પરંતુ અમુક પરંપરાઓ તો એટલી વિચિત્ર છે કે લોકો તેમના વિશે સાંભળીને ચોંકી જાય છે. ભારત જેવા વિશાળ દેશમાં, ડાતિઓ અને સમુદાયોના ભંડાર છે અને દરકે સમુદાયોની તેમની આગવી વિશેષતા પણ છે. તેના કારણે પરંપરાની વિપુલતા પણ આ દેશ ધરાવે છે. આપણા દેશમાં તો એવું છે કે દર 50 કિલોમીટર પછી લોકોની ભાષા અને પરંપરાઓ બદલાઈ જાય છે. આ આપણે જોતા જ હોઈએ છીએ.

image source

આજના યુગમાં પણ નિભાવવામાં આવે

આજે અમે તમને આવી એક પરંપરા વિશે જણાવીશું કે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ પરંપરા આજના યુગમાં પણ નિભાવવામાં આવે છે. આ પરંપરા એટલી વિચિત્ર છે કે, મહિલાઓને આ પરંપરા હેઠળ નગ્ન રહેવું પડે છે.

image source

એવું નથી કે આ ગામની મહિલાઓને હંમેશાં નિર્વસ્ત્ર જ રહેવું પડે

આ પરંપરા હિમાચલ પ્રદેશની મણિકર્ણ ખીણમાં આવેલા પિની ગામના લોકો નિભાવે છે. ખરેખર કહીએ તો આ પરંપરા અહીંના લોકોનો રિવાજ છે. એવું નથી કે આ ગામની મહિલાઓને હંમેશાં નિર્વસ્ત્ર જ રહેવું પડે છે. પરંતુ વર્ષમાં ફક્ત પાંચ દિવસ જ તેઓએ આ પરંપરાને અનુસરવી પડે છે અને કપડાં વગર રહેવું પડે છે. આ પરંપરા ફક્ત પરિણીત મહિલાઓને જ નિભાવવાની આવે છે, એમાં કોઈ કુંવારી યુવતી નથી આવતી.

image source

પરંપરા પાછળ છે આવી કહાની

ગામના લોકોનું માનવું છે કે જો ગામની મહિલાઓ આ પરંપરાનું પાલન નહીં કરે તો તેમના ઘરમાં કોઈ દુર્ઘટના ઘટે છે અને અશુભ થઈ જાય છે. આ પરંપરાની શરૂઆત કરવા પાછળ એક કહાની છુપાયેલી છે, જ્યારે ગામ લોકોને આ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અહીંના લોકો અનુસાર આ ગામમાં એક રાક્ષસ હતો. આ રાક્ષસ આ ગામમાંથી જે સ્ત્રીઓએ સુંદર વસ્ત્રો પહેર્યા હોય એને પસંદ કરીને આવી મહિલાઓને ઉપાડી જતો હતો. પછીથી આ રાક્ષસને દેવતાઓએ મારી નાખ્યો અને બસ ત્યારથી જ આ પરંપરા શરૂ છે.

image source

સત્ય કહાનીથી દરેક લોકો અજાણ

ગામના લોકો પણ આ પાંચ દિવસ દરમિયાન હસવાનું બંધ કરી દે છે, મહિલાઓ પોતાને એ દિવસોમાં દુન્યવી દુનિયાથી અલગ કરી દે છે. આ પાંચ દિવસ દરમિયાન સ્ત્રી પુરુષોની સામે આવતી નથી. જો કે આ પરંપરા પાછળની સાચી કહાની હજુ કોઈને ખબર નથી, ગામ લોકો જે કહે છે એ પણ વાસ્તવિક છે કે કેમ એ પણ ખબર નથી, પરંતુ ગામલોકોના જણાવ્યા મુજબ બધા આ સમાચાર લખે છે. હવે તે વાસ્તવિકતા છે કે માત્ર કહાની જ છે એ એક તપાસનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ