જો તમે પણ કરશો આ પાંચ ભૂલ તો ક્યારેય પણ નહિ ટકે તમારા ઘરમા સંપતિ…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ ફક્ત એક જ વસ્તુ પાછળ ગાંડાની જેમ દોડી રહ્યો છે અને તે છે પૈસા. પ્રવર્તમાન સમયમા પૈસા એ માણસની એક એવી જરૂરીયાત બની ચુકી છે કે, તે તેના વગર એક સેકંડ પણ નથી રહી શકતો. આ કારણોસર જ તે વધુમા વધુ પૈસા મેળવવા માટે દિવસ અને રાત અથાગ પરિશ્રમ કરે છે.

પરંતુ, ઘણીવાર સ્થિતિ એવી સર્જાતી હોય છે કે, ગમે તેટલો અથાગ પરિશ્રમ કરવા છતા પણ વ્યક્તિને તેના પરિશ્રમ મુજબના નાણા પ્રાપ્ત થતા નથી અથવા તો આ નાણા તેના ઘરમા ટકતા નથી. જ્યારે પણ આવી કોઈ સ્થિતિ સર્જાય છે ત્યારે વ્યક્તિ એકદમ ઉદાસ અને નિરાશ થઇ જાય છે અને તે આ સમયે સમજી નથી શકતો કે તેણે શું કરવુ જોઈએ?

image source

આપણે સૌ જાણીએ છીએ કે, માતા લક્ષ્મી એ ધનના દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે અનેકવિધ પ્રકારના ઉપાયો કરતા હોઈએ છીએ પરંતુ, ઘણીવાર અજાણતા જ આપણાથી અમુક એવી ભૂલો થઈ જતી હોય છે કે, જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તે ક્યારેય પણ ઘરમા પ્રવેશ કરતી નથી તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

ગંદા કપડા :

image source

જે માણસ હમેંશા ગંદવાડમા પડ્યો રહે છે એટલે કે, તે પોતાના શરીરની યોગ્ય રીતે સાફ-સફાઈ પણ કરતો નથી તો તેવા માણસના ઘરમા ક્યારેય પણ નાણા ટકી શકતા નથી, તેણે હમેંશા ગરીબાઈમા જ જીવન વ્યતીત કરવુ પડે છે.

ક્રોધ :

જે વ્યક્તિ હમેશા ઘરના લોકો કે સગા-સંબંધીઓ પર ગુસ્સો કર્યા રાખતો હોય છે અથવા તો વાદ-વિવાદ કર્યા રાખતો હોય છે, તેમના ઘરમા ક્યારેય પણ માતા લક્ષ્મી વાસ નથી કરતા અને તેની આર્થિક સ્થિતિ પણ હમેંશા નબળી રહે છે.

દીવડો :

image source

આ સિવાય જે ઘરમા નિયમિત સવારે અને સાંજે ધૂપ-દીવા કરવામા નથી આવતા તે ઘરમા માતા લક્ષ્મી ક્યારેય પણ વાસ કરતા નથી અને તે ઘર છોડીને ચાલ્યા જાય છે.

અનાદર :

આ ઉપરાંત જે જગ્યાએ ગુરૂ, સાધુ અને શાસ્ત્રોનો અનાદર થતો હોય તેવી જગ્યાએ દેવી માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી.

image source

સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમયે ઉંઘવુ :

શાસ્ત્રો મુજબ સૂર્યોદય તથા સૂર્યાસ્તના સમયે ઉંઘવુ વર્જિત ગણવામા આવ્યુ છે. જે ઘરમા લોકો આ બે સમય પર ઊંઘ લેતા હોય છે તે ઘરની આર્થિક સ્થિતિ હમેંશા નબળી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ