અન્ય કોઈ દવા લાગુ ન પડતાં બીયર પંપ કરીને શરીરમાં પહોંચાડવાનો નિર્ણય લીધો ડોક્ટરે. જાણો પછી શું થયું એ પેશન્ટનું?

આપણને અવારનવાર કોઈ મિત્રોના વ્હોટસેપ પર મેસેજ આવે છે કે કોઈ સગાંસંબંધીને અમુક ખાસ બ્લડ ગૃપનું લોહી ચડાવવાનું અર્જન્ટ છે. કોઈનું હોય તો તાત્કાલિક અમુક સ્થળે કે હોસ્પીટલે પહોંચશો. કોઈનો અકસ્માત થયો હોય કે ઓપરેશન થયું હોય ત્યારે કોઈપણ અનુભવી ડોક્ટર્સ લોહીની બોટલની અવ્યવસ્થા અગાઉથી રાખવાનું જણાવે છે. જેથી ઈમર્જન્સી જેવું જણાય તો લોહીની ઉણપને સરભર કરવા તરત જ એ બાટલો ચડાવી દેવાય છે. શરીરમાં નસ દ્વારા ભેળવવામાં આવતું નવું લોહી દર્દીને વધુ ઝડપથી રીકવરી કરવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ ક્યારેય એવું આપણે નહીં સાંભળ્યું હોય કે દરદીનો જીવ બચાવવા અંતિમ ઉપાય તરીકે ગ્લુકોઝ કે લોહીના બાટલા ચડાવવાને બદલે બીયરના કેન ચડાવવામાં આવ્યા હોય!

આપણે હંમેશાં સાંભળ્યું છે કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ થોડા સમય પહેલાં વિયેટનામમાં એક એવો બનાવ બન્યો જેમાં આ સૂચનાને ફગાવી મૂકવો પડ્યો.

બન્યું એવું કે વિયેટનામના હનોઈમાં એક વ્યક્તિના લિવરે કામ કરવાનું બંધ કરી દીધું. તેમની સ્થિતિ ગંભીર થઈ ચાલી. દારૂને લીધે તેમના શરીરમાં એક વિશિષ્ટ પ્રકારનું ઝેર ફેલાઈ ગયું જેની સારવાર રૂપે આ દર્દીને  મૃત્યુથી ઉગારવા માટે દવાના ભાગ રૂપે ડોકટરો તેમને ૧૫ કેન બીયર કે જે આશરે 5 લિટર જેટલી શરીરમાં નળીઓ વાટે ચડાવી. અને પરિણામે તેમને યોગ્ય સારવાર બાદ થોડા અઠવાડિયા પછી આઉટ ઓફ ડેન્જર જાહેર કરાયા.

એમની આ પ્રકારની ટ્રીટમેન્ટ વિશે ડૉક્ટરે કહ્યું કે વ્યક્તિના યકૃતે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમને સામાન્ય દવા આપીને બચાવી શકાય તેમ નહોતા, તેથી તેઓને આવું કરવું પડ્યું.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, દર્દીની ઉમર ૪૮ છે અને તેમનું નામ ગુયાન વેન છે. તેમના લોહીમાં અચાનકથી મિથેનોલનો જથ્થો સામાન્ય કરતાં ૧૧૧૯  ટકા વધી ગઈ હતી. ડ્રગ ટ્રીટમેન્ટ દ્વારા બચાવી શકાય તેમ નહોતું. તેથી ડોક્ટરોએ તેમના પેટમાં બીયર પમ્પ કરવાનું નક્કી કર્યું.

આપને જણાવીએ કે કઈ રીતે આ પેશન્ટના શરીરમાં લિવરે કામ કરવું બંધ કર્યું હતું?

ડોક્ટરોએ કહ્યું કે મેથેનોલની વધેલી માત્રાને કારણે, યકૃત લગભગ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેને સામાન્ય બનાવવા માટે, એક લિટર બીયર તેના પેટમાં દરેક એક કલાકમાં પંપ કરાયો હતો. જ્યારે દર્દીના પેટમાં ૧૫ લિટર બીયર પમ્પ કરવામાં આવતી હતી, ત્યારે તેમના લીવરે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ, તબીબી અહેવાલો અનુસાર, દર્દીના લીવરને સાફ કરવા માટે બીયરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આવું મેડિકલ હિસ્ટ્રીમાં અગાઉ પણ થયું છે, જ્યારે લ્કોહોલ મિથેનોલ અને ઇથેનોલ એમ બે પ્રકારમાં આવે છે. જે કોઈ દારુ પીવાવાળો વ્યક્તિ અચાનક પીવાનું બંધ કરી દે તો પેટના માધ્યમથી ખૂનમાં આલ્કોહોલ પહોંચે છે. જેના કારણે શરીરમાં આલ્કોહોલનું લેવલ વધી જાય છે. એક રિસર્ચ મુજબ ફ્રીબર્ગના યુનિવર્સિટી હોસ્પિટલના ફિઝિશિયન હંશ જોર્જ બુશે જણાવ્યું કે ૧૫ કેન બીયરવાળી થેરાપી ક્યારેક અમલમાં લેવામાં આવતી હોય છે. પરંતુ આ એક સંપૂર્ણ ઉપયોગી અને સુરક્ષિત પ્રક્રિયા છે. એક રીતે જોઈએ તો આ ઝેરનું મારણ ઝેરથી જ થયું. અહીં સુખદ બાબત એ છે કે દરદીને ત્રણ હપ્તાની સારવાર પછી સ્વસ્થ શરીરે હોસ્પીટલમાંથી રજા મળી ગઈ છે.