અનુષ્કાથી લઈને આ અભિનેત્રીઓની મેટરનિટી સ્ટાઈલ કોપી કરતા પહેલા રાખજો આ ધ્યાન, નહિં તો…

મિત્રો, કોઈપણ સ્ત્રી માટે સૌથી સુંદર લાગણી તેની ગર્ભાવસ્થા છે. ગર્ભાવસ્થા તેની સાથે વિવિધ જવાબદારીઓ અને શારીરિક ફેરફારો લાવે છે. આ સમયે શરીરમા શારીરિક ફેરફારો થાય છે ત્યા હોર્મોનલ ફેરફારો થાય છે. આ દિવસ દરમિયાન મહિલાઓનુ વજન ઘણુ વધી જાય છે અને મેટરનિટી સ્ટાઇલ પણ અત્યંત આવશ્યક છે.

image source

હાલમા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાન પણ ગર્ભવતી છે અને ટૂંક સમયમા જ માતા બનવાની છે. બંને ઘણીવાર તેમની મેટરનિટી સ્ટાઇલ સાથે ચર્ચામા રહે છે. જો તમે પણ ગર્ભવતી છો અને તેમની સ્ટાઇલની નકલ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આમ કરતા પહેલા આ પાંચ બાબતો અવશ્યપણે જાણો.

કમ્ફર્ટેબલ કપડાની પસંદગી :

image source

જેવી રીતે ગર્ભવતી સ્ત્રીની અવસ્થા દરેક સ્ત્રીની અલગ હોય છે તેમ દરેક સ્ત્રીનુ કમ્ફર્ટેબલનુ સ્તર પણ અલગ-અલગ હોય છે. કોઈની પણ જીવનશૈલીની નકલ કરતા પહેલા તમારા કમ્ફર્ટેબલ સ્તરનું ધ્યાન રાખો. ગર્ભાવસ્થા સમયે મહિલાઓએ એવા કપડા પહેરવા જોઈએ, જેમા તેઓ સમાધાનકારી રહે છે.

વધારે પડતા મોટા કપડા લેવાથી બચવુ :

image source

ગર્ભાવસ્થામા ઘણીવાર એવુ કહેવામાં આવે છે કે, તેમનુ વજન વધારે પડતુ વધી જશે, જેના માટે તેમણે વધુ પડતા કદના કપડા ખરીદવા જોઈએ. એવું જોવામાં આવે છે કે, મહિલાઓ તેમના કદ કરતા મોટાં કપડાં ખરીદે છે, જે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ ઘણી મોટી હોય છે. ગર્ભાવસ્થા એક સુંદર લાગણી છે અને આ વખતે તમારી શૈલીનો આનંદ માણો. એટલા માટે એ વાત જરૂરી છે કે, ઓવરસાઈઝ કપડા ના ખરીદો.

બનાવો પોતાની અનોખી શૈલી :

image source

ઘણીવાર સ્ત્રીઓ બીજાની શૈલીની નકલ કરવાનો પ્રયત્ન કરે છે, જે સાચી નથી. ગર્ભાવસ્થામા મહિલાઓએ ખુશ અને આરામદાયક રહેવાની જરૂર છે અને આવું ત્યારે જ થઈ શકે છે, જ્યારે તમે એવા કપડા પહેરો જે તમને ખુશી આપે તો તમે સારુ અનુભવો. અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાન ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન પશ્ચિમી કપડાં પહેરતા જોવા મળે છે, જે તેમના માટે સાથી છે પરંતુ, આ ડ્રેસ દરેક ગર્ભવતી મહિલાની સ્ટાઇલ ના હોય શકે. તેથી, મેટરનિટી સ્ટાઇલમા બીજાની નકલ કરવાને બદલે તમારી સ્ટાઇલને રાખો.

ઇનરવિયર રાખવા કમ્ફર્ટેબલ :

image source

ગર્ભાવસ્થા દરમિયાન શરીરમા ઘણા ફેરફારો થાય છે અને એવામા કપડાની સાથે ઇનરવિયર પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ગર્ભવતી મહિલાઓના શરીર પહેલા કરતા વધી જાય છે, આ માટે તમારે નરમ અને કમ્ફર્ટેબલ કપડા પહેરવા જરૂરી છે, જેથી તેમને સારુ લાગે. અનકમ્ફર્ટેબલ ઇનરવિયરના કારણે તમે વધુ પડતા ચિડાય શકો છો.

પેટ અને કમરથી કપડા ટાઈટ ના લેવા :

image source

ગર્ભાવસ્થા દરમિયાન હમેંશા કમ્ફર્ટેબલ કપડાની પસંદગી કરવી અને એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, કપડા પેટ અને કમરથી વધારે પડતા ટાઇટ ના હોય. જો કપડા વધારે પડતા ટાઇટ હોય તો તમને અને ગર્ભમા રહેલા તમારા બાળક બંનેને તકલીફ પડી શકે છે. આ માટે સોફ્ટ ઇલાસ્ટિક જોગર્સ, જીન્સ, ઇલાસ્ટિક પેન્ટ અથવા લેગિંગ્સ પહેરો. ગર્ભાવસ્થા દરમિયાન હમેંશા કમ્ફર્ટેબલ કપડા પહેરો જેથી, ડિલિવરી પછી પણ તમે તેને આરામથી પહેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ