પ્રેગનન્સીમાં અનુષ્કા શર્મા શૂટિંગના સેટ પર ફરી પાછી, યલો ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી, PICS

પ્રેગ્નન્સીમાં અનુષ્કા શર્મા શૂટિંગના સેટ પર પાછી ફરી – યેલો ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી

આવતા વર્ષે એટલે કે 2021માં અનુષ્કા શર્મા મા બનવા માટે બિલકુલ તૈયાર છે. હાલમાં જ અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પોતાના બાકી રહી ગયેલા અસાઇનમેન્ટને લઈને શૂટ કરતી સ્પોટ થઈ છે. શૂટિંગમા પાછા ફર્યા બાદ અનુષ્કા શર્મા આ દિવસોમા લાઇમલાઇટમાં બનેલી છે. હાલમાં જ વિરાટ કોહલી દુબઈથી મુંબઈ પાછા ફર્યા છે. આ વિષેની જાણકારી અનુષ્કા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

image source

અનુષ્કા શૂટિંગ સેટ પર ચાલી રહેલી મહામારીને લઈ ખૂબ સચેત જોવા મળી હતી. તો બુધવારે અનુષ્કા એકવાર ફરી શૂટિંગના સેટ પર સમય પસાર કરતી જોવા મળી હતી. અનુષ્કા શર્મા એક વેનિટી વેનની બહાર નીકળતી દેખાઈ હતી. ત્યાર બાદ તેણીને તૈયાર થઈને શૂટ માટે જતા પણ જોવામાં આવી હતી.

image source

આ તસ્વીરોમાં અનુષ્કાને યેલો મિની ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી. તેણીએ પોતાના વાળને ખુલા રાખ્યા હતા અને વ્હાઇટ કલરના શૂઝ પહેર્યા હતા. જો કે આ તસ્વીરોમાં તેણીનું સ્મિત ખૂબ જ શાનદાર લાગ્યું હતું.

image source

માત્ર એટલુ જ નહીં અનુષ્કાના ચહેરા પરનુ સ્મિત તેની પ્રેગ્નન્સીની ખુશી પણ દર્શાવે છે. અનુષ્કા શર્માએ પોતાના પેન્ડિંગ પ્રોજેક્ટ્સનું સૂટિંગ પુરું કર્યું છે જે મહામારીના કારણે ઘણા દિવસોથી પેન્ડિંગ હતું અને તેણી 2021માં પોતાની પ્રેગ્નન્સીના કારણે ફ્રી રેહવા માગે છે. આ દરમિયાન હાલમાં જ અનુષ્કા શર્માએ પોતાના એક શૂટ પરથી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તેણી ખૂબ સુંદર લાગી રહી હતી. અનુષ્કા બ્રેક લેતા પહેલાં પોતાના બધા જ પેન્ડિંગ કામો પુરા કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

તમને કદાચ એ ખ્યાલ જ હશે કે વિરાટ કોહલી પણ પેટરનિટિ લીવ લઈ રહ્યા છે માટે તેઓ હવે પછી થોડા મહિનાઓ સુધી કોઈ જ ક્રીકેટ મેચ રમતા જોવા નહીં મળે. પ્રેગ્નન્સી દરમિયાન તેઓ સતત પત્ની અનુષ્કા સાથે અને બાળકના જન્મ બાદ તેઓ બાળક સાથે થોડો સમય પસાર કરવા માગે છે. આ સ્ટાર કપલ પોતાના માતાપિતા બનવાના આ સફરને ફુલ એન્જોય કરવા માગે છે અને આવનારા બાળક માટે ભરપુર સમય આપવા માગે છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આઈપીએલ દરમિયાન અનુષ્કા સતત પોતાના પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં જ હાજર રહી હતી. અને ત્યાંથી પણ તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો શેર કરીને પોતાના ફેન્સના સંપર્કમાં એકધારી રહેતી હતી. અને અત્યાર સુધી તૈમુર અલી ખાન પટૌડીની પાપારાઝી તસ્વીરો ખેંચવા પડાપડી કરી રહ્યા છે તે ભવિષ્યમાં વિરુષ્કાના બાળકની તસ્વીરો લેવા પણ પડાપડી કરશે અને તે રીતે તૈમુર પણ લાઇમલાઇટથી દૂર રહી શકશે. જે વિષે કરીના કપૂર ખાને એક ઇન્ટર્વ્યૂમાં રાહતની લાગણી દર્શાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ