જલ્સા કરોને જેંતીલાલ

દીકરીને છાતીએ લગાડીને એરપોર્ટ ઉપર સ્પોટ થઈ અનુષ્કા શર્મા, પરિવાર સાથે વિરાટ કોહલીની તસવીરો વાયરલ

હાલની પરિસ્થિતિને કારણે હવે સ્ટેડિયમો ખાલી છે પરંતુ લોકો ટીવી અને મોબાઈલ દ્વારા લાઈવ મેચ નિહાળી રહ્યાં છે. હાલમાં IPLની 14મી સીઝન ચાલી રહી છે. ભારતનાં લોકો આમ પણ ક્રિકેટના દીવાના છે. આ સીઝનની અંદર અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન જો કોઈ ટીમનું રહ્યું હોય તો તે છે રોયલ ચેલેન્જર બેંગ્લોર. બેંગ્લોરની ટીમ તેના ત્રણેય મેચ અત્યાર સુધીમાં જીતી ચુકી છે.

image source

મળતી માહિતી મુજબ કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવ્યા બાદ હવે રોયલ ચેલેન્જર્સની ટિમ મુંબઈ આવી ગઈ છે. સોમવારે આરસીબીના કપ્તાન વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે મુંબઈ એરપોર્ટ દેખાયાં હતાં જેની તસવીરો વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જોવાં મળ્યું હતું કે આ દરમિયાન અનુષ્કા અને વિરાટે ફ્રેશ શિલ્ડ અને માસ્ક લગાવી રાખ્યું હતું. અનુષ્કાએ દીકરી વામિકાને બેબી કેરિયરમાં પોતાની છાતી સાથે લગાવી રાખી હતી.

એક હાથથી અનુષ્કા પોતાની દીકરીને પકડેલી જોવા મળી હતી અને બીજા હાથે તેણે એક નાની ક્લોથ બેગ પકડી હતી. તસવીરમાં અનુષ્કાએ સફેદ શર્ટ સાથે બ્લુ ડેનિમ્સ પહેર્યું હતું. જે પછી વાતો પોતાની દીકરી માટેની અનુષ્કાની કેર વિશે ચર્ચા થઈ રહી છે. તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કે અભિનેત્રી પોતાની દીકરીની ખુબ સારી રીતે બહાર નીકળતા સમયે સંભાળ લઈ રહી છે. આ સાથે વાત કરીએ વિરાટની તો વિરાટ ટીમની ટી શર્ટમાં ફેસ શિલ્ડ અને નેવી બ્લુ માસ્ક લગાવાયેલો જોવા મળ્યો હતો. તે બેગપેક અને ટ્રોલી લઈને પત્ની અને દીકરી સાથે ચાલતો નજરે પડ્યો હતો.

આ આગાઉ પણ અનુષ્કાની ફોટો વાયરલ થઇ હતી. મળતી માહિતી મુજબ માતા બન્યાના થોડા મહિના બાદ જ સેટ ઉપર વાપસી કરી લીધી છે. તેને શૂટિંગ લોકેશનમાં મેકઅપ કરતી તસ્વીર પણ શેર કરી હતી. થોડા દિવસ પહેલા તેને વેનિટી વૅનમાંથી ઉતરતી હોય તેવી તસવીરો પણ સામે આવી હતી.

હવે iplની‌ શરુઆત થઈ ગઈ છે જેથી અન્ય ક્રિકેટરો પણ પોતાનાં પરિવાર સાથે એરપોર્ટે પર નજરે પડી રહ્યા છે. અનુષ્કા અને વિરાટ ઉપરાંત એબી ડિવિલિયર્સ પણ પરિવાર સાથે એરપોર્ટ ઉપર સ્પોટ થયો હતો. તસવીરમાં જોઈ શકાય છે કે ડિવિલિયર્સ પોતાના ત્રણેય બાળકો સાથે હતો. તેના ખોળામાં તેની દીકરી અને સાથે બંને દીકરા પણ માસ્ક લગાવેલા જોવા મળ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version