શું લાગે છે, બાહુબલી ફેઈમ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી સુપરહિટ જોડી સિંગલમાંથી મિંગલ થઈ જશે?

પ્રભાસ લોસ એન્જલિસમાં શોધે છે, સપનાનું ઘર અને એ પણ તેની પ્રેમીકા અનુષ્કાની સાથે. સાઉથની આ સુપરહિટ જોડી હજુ મગનું નામ નથી પાડી રહ્યા… શું લાગે છે, બાહુબલી ફેઈમ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી સુપરહિટ જોડી સિંગલમાંથી મિંગલ થઈ જશે?


છેલ્લા કેટલાક સમયથી બોલિવુડને એક એવો મેગા એક્ટર મળ્યો છે જે મૂળ હિન્દી ભાષી નથી પરંતુ એક પરફેક્ટ હિમેન મટિરિયલ છે. દેખાવમાં એકદમ સોહામણો અને પરફેક્ટ બોડીબિલ્ડીંગવાળો આ અભિનેતા ત્યારે સૌથી વધુ લાઈમ લાઈટમાં આવ્યો જ્યારે ‘બાહુબલી’ ભાગ એક અને બે રીલિઝ થઈ. આ ફિલ્મે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા અને સમગ્ર દેશમાંથી જ નહીં બલ્કે અખા વિશ્વમાં પ્રસંશા તો મેળવી જ અને અધધ કમાણી પણ કરી. આ ફિલ્મની સુપરહિટ જોડીને ઓનસ્ક્રીન ખૂબ જ પસંદ કરાઈ રહી છે.


અનુષ્કા શેટ્ટી પણ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ખૂબ સારું કામ કરી રહી છે અને તેની પણ બહુ જ મોટી ફેન ફોલોઇંગ છે. દર્શકોને તેમના રોમાંટિક સોંગ્સ અને સીન ખૂબ જ ગમે છે ત્યારે આ હિટ જોડીને તેઓ કાયમ માટે સાથે જોવા પણ ઇચ્છે છે. ખરેખર તો આગ હોય ત્યાં ધુંવાડો તો દેખાય ને? એટલે કે કંઈક એવું લાગ્યું હશે તે બંનેના ફેન્સને તો જ તો તેઓ બંનેનું નામ એક સાથે જોડી રહ્યાં છે. પ્રભાસ વિશે એક અફવા એવી પણ હતી કે તેણે આજ સુધી ૬૦૦૦ જેટલા લગ્નોના પ્રસ્તાવને ઠુકરાવ્યા છે. તે પોતાની ડ્રિમગર્લની રાહ જોઈ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું નામ સહકલાકાર અનુષ્કા શેટ્ટી સાથે જોડાઈ રહ્યું છે.

પ્રભાસ અને અનુષ્કાએ કરી છે એકસાથે ઘણી ફિલ્મો…


પ્રભાસ અને અનુષ્કા બંનેનો એક્ટિંગ કેરિયર ગ્રાફ હાલમાં ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. તે બંને એ પણ પોતપોતાની જગ્યાએ અનેક સારા ફિલ્મી પ્રોજેક્ટ્સ કર્યા છે. અને એકસાથે પણ તેમણે સારી એવી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની ઓનસ્ક્રીન રોમાંટિક જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે. તેમણે એકસાથે બાહુબલી – ૧ બાહુબલી – ૨ મીર્ચી અને બિલ્લ ફિલ્મોમાં આપણે જોયાં છે. આ સિવાય પણ તેઓ અનેક કાર્યક્રમોમાં અને ફિલ્મી ઇવેન્ટ્સમાં એકસાથે આવતાં જતાં જોયાં છે.

પ્રભાસની આગામી ફિલ્મ સાહો હશે છે કંઈક ખાસ…


દક્ષિણ ભારતીય ફિલ્મોની હરોળમાંથી બહાર આવીને આજકાલ પ્રભાસ મેઈન સ્ટ્રીમ હિન્દી બોલિવુડ ફિલ્મો પણ કરી રહ્યો છે. તેમાં બીગ બજેટ ફિલ્મ ‘સાહો’ ઉપર સૌની નજર અટકી છે. આગામી અઠવાડિયે ૩૦મી ઓગસ્ટૅ તે થિયેટરોમાં રીલિસ થશે. સુજિત દ્વારા દિર્ગદર્શિત થયેલ આ ફિલ્મ સાહો એક સાથે ચાર ભાષામાં રીલિઝ થશે. તેમાં હિન્દી સહિત તેલુગુ તામિલ અને મલિયાલમમાં આ ફિલ્મને જોઈ શકાશે. સાહુમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગમાં તેમની ખાસ મિત્ર અનુષ્કા પણ હાજર રહી હતી ત્યારે તેમના કુણા સંબંધો વિશેની અટકળો ફરીથી શરૂ થઈ છે.

અમેરિકામાં શોધાય છે સપનાનું ઘર…


ફિલ્મ સાહુના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રભાસની સાથે રહેલ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી અને તે અમેરિકામાં એકસાથે ફરતાં દેખાય છે. એવું માનવામાં આવે છે કે તેઓ બંને લોસ એન્જલિસમાં પોતાના સપનાનું ઘર શોધી રહ્યાં છે. પરંતુ આ બાબતે જ્યારે પણ બંનેને પૂછવામાં આવે છે ત્યારે તેઓ બંને એકસાથે આ વાતને નકારી રહ્યાં છે કે તેઓ પ્રેમસંબંધમાં છે અને બહુ જ જલ્દી લગ્નગ્રંથીએ બંધાવવા ઇચ્છે છે. કદાચ બહુ જલ્દી તેઓ કોઈ નવી વાત જાહેર કરે એવું પણ બને તેમ છતાં હાલમાં તો, “અમે માત્ર સારા ફ્રેન્ડસ છીએ.” એવું કહીને તેઓ આ વાતની અફવાને ટાળે છે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ