જલ્સા કરોને જેંતીલાલ

Anushka Sharma- Sakshi Dhoni વચ્ચે છે આ ખાસ સંબંધ, તસવીર છે પુરાવો, જે જાણીને તમે પણ રહી જશો દંગ

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્મા અને મહેન્દ્રસિંહ ધોની ની પત્ની સાક્ષી ધોની આ બંને બાળપણના ગાઢ મિત્રો છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની સ્ટાર ક્રિકેટર્સની પત્ની છે. પરંતુ સાથે સાથે તેઓ બંને વચ્ચે વધુ એક સુંદર સંબંધ છે.

image source

બંને વચ્ચે ક્રિકેટ કનેક્શન ની સાથે સાથે મિત્રતાનો સંબંધ પણ છે. બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને ક્રિકેટની દુનિયામાં પોતાનો જીવનસાથી મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. તમને કહીએ કે, અનુષ્કાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા, તેથી અનુષ્કાને તેના પરિવાર સાથે જુદી જુદી જગ્યાએ રહેવું પડ્યું હતું.

image source

અનુષ્કા શર્માના પિતા એક સમયે આસામમાં પોસ્ટ થયા હતા. બંને સ્કૂલમાં ગાઢ મિત્રો બની ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો છે, જ્યાં અનુષ્કા શર્મા અને સાક્ષી સાથે જોવા મળે છે. તમને જણાવીએ કે, અનુષ્કા શર્માએ ૨૦૧૩ માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ,’હું અને સાક્ષી આસામના એક ખૂબ જ નાના શહેરમાં સાથે રહેતા હતા.

image source

જ્યારે તેણે મને કહ્યું કે તે ક્યાં રહે છે, ત્યારે મેં કહ્યું કે વાહ, હું પણ અહીં રહું છું. તેણે કહ્યું કે હું આ સ્કૂલમાં ભણતી હતી, મેં કહ્યું હતું કે હું પણ આ સ્કૂલમાં જતી હતી. ‘ પછી બંને સ્કૂલે ગયા અને તેમના બાળપણની તસવીરો લીધી. સાક્ષી ધોની અને અનુષ્કા શર્મા લગભગ બે વર્ષ પહેલા નવેમ્બર ૨૦૧૭ ના બે ફોટામાં સાથે જોવા મળ્યા હતા.

image source

એટલું જ નહીં સ્કૂલ ગ્રુપના ફોટોનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં અનુષ્કા અને સાક્ષી ના નાનપણના ફોટા દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરમાં સાક્ષી અને અનુષ્કા પોતાના મિત્રો સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

image source

એક તસવીરોમાં ટ્વિટર પર અનુષ્કા શર્મા ફેન્સ ક્લબના હેન્ડલે આ તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં અનુષ્કા અને સાક્ષી કોઈ પ્લે અથવા ફેન્સી ડ્રેસ માટે ડ્રેસઅપ થયેલી જોવા મળે છે. અનુષ્કાએ લહેંગા ચોળી પહેર્યા છે, જ્યારે સાક્ષી ફેરી પ્રિન્સેસના ગેટઅપમાં જોવા મળે છે.

image source

અનુષ્કાનું બાળપણ દહેરાદૂનમાં વીત્યું હતું. આજે પણ દહેરાદૂનના પોશ વિસ્તાર નેશવિલા રોડમાં તેમનું એક ઘર છે. જેમાં તેમની ૮૩ વર્ષીય દાદી અને તેના કાકા તેમના પરિવાર સાથે રહે છે. મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ રાવતની વાત કરીએ તો તેમનો જન્મ આસામની રાજધાની ગુવાહાટીમાં થયો હતો. જો કે તેમનો પરિવાર થોડા વર્ષો સુધી રાંચીમાં રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version