જલ્સા કરોને જેંતીલાલ

આ મસ્ત ગેમમાં અનુષ્કા હારી જાય છે તેના પતિ અને માતા-પિતા સાથે, જો કે હારી ગયેલી અનુષ્કાએ હારમાં પણ શોધી લીધુ હ્યુમર

અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને માતા-પિતા સામે લૂડો હારી ગઈ – શેર કર્યા સ્ક્રીનશોટ્સ – અને પોતાની હારમાં પણ તેણે હ્યુમર શોધી લીધું-.

image source

કોરોના વાયરસના લોકડાઉનના કારણે આજે દેશના દરેક નાગેરીકને ઘરે બેસવાની અરજ કરવામાં આવી રહી છે. અને આ સમયને કુટુંબ સાથે ઉત્તમઓત્તમ રીતે પસાર કરવા લોકો વિવિધ રીતો પણ અપનાવી રહ્યા છે. ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહેલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા પણ ક્વોરેન્ટાઇન ટાઈમને સુંદર રીતે પસાર કરી રહ્યા છે.

image source

અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની ઇનસ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં તેણીને તમે લુડો ગેમ રમતી જોઈ શકો છો. તેણી આ રમત પોતાના પતિ અને પોતાના માતા-પિતા સાથે રમી રહી છે.

તસ્વીરમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે વિરાટ અને અનુષ્કાના માતાપિતા તેણી કરતાં ગેમમાં ક્યાંય વધારે આગળ છે. કારણ કે અનુષ્કાની ચારે ચાર કુકરિયો હજુ પણ ઘરમાં જ છે. તેણીએ પોતાની હારને રમૂજી રીતે સ્વિકારતા આ સ્ક્રીન શોટ્સ સાથે કમેન્ટ કરી છેઃ ‘હું હારી નથી રહી પણ હું ઘરમાં જ છું અને સોશિયલ ડિસ્ટન્સીંગની પ્રેક્ટીસ કરી રહી છું.’

image source

વિરાટ અને અનુષ્કા પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા અવારનવાર કોરોના અંગેની જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ પોતાના કુટુંબીજનો સાથે આ ક્વોરેન્ટાઇન ટાઇમ એન્જોય તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે કોવીડ-19 બાબતે સામાજીક જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. તેમણે અવારનવાર લોકોને ઘરે રહીને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

image source

ક્રીકેટ અને બોલીવૂડના અનોખા સંગમ જેવા આ પાવર કપલે પીએમ કેર્સ ફંડમાં અને મહારાષ્ટ્ર સીએમ રીલીફ ફંડમાં પણ આર્થીક યોગદાન આપીને ભારતને કોવીડ-19 સામેની લડતમાં મદદ કરી છે. તાજેતરમાં વિરાટ એક અવેરનેસ વિડિયોમાં પણ જોવા મળ્યો હતો જેમાં હાલના તેમજ પૂર્વ ક્રીકેટરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં તેઓ લોકોને આરોગ્ય સેતુ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અરજ કરી રહ્યા છે.

આ ઉપરાંત અનુષ્કાએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો પણ શેર કર્યો છે જે લોકડાઉન દરમિયાન વધી રહેલા ડોમેસ્ટિક વાયોલન્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવી રહ્યો છે. આ વિડિયોમાં અનુષ્કા ઉપરાંત વિરાટ, કરણ જોહર, માધુરી દિક્ષિત, વિદ્યા બાલન, ફરહાન અખ્તર વિગેરે કલાકારોએ પણ સ્ત્રીઓને ડોમેસ્ટિક વાયોલન્સ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અરજ કરી છે.

આ ઉપરાંત આ પાવર કપલ લોકડાઉન દરમિયાન શું શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની ઝલક પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા આપતા રહે છે. અનુષ્કાએ થોડા સમય પહેલાં વિરાટ અને પોતાના પેટ ડોગ સાથેની એક હળવીફૂલ તસ્વીર શેર કરી હતી જે તેમના ફેન્સને ખૂબ પસંદ આવી હતી. આ તસ્વીરમાં વિરાટ અને અનુષ્કા પોતાના પેટ ડોગને વહાલ કરતા જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version