‘કચરો ફેંકવા’ પર વિરાટ-અનુષ્કાએ જેને ધમકાવ્યો હતો, તે સુપરસ્ટાર જેવી લાઈફ જીવે છે

હાલમાં વિરાટ કોહલીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં અનુષ્કા શર્મા એક લગ્ઝરી કારમાં બેઠેલા છોકરાઓને રસ્તામાં બોટલ ફેંકવાની બાબત પર ધમકાવતી જોવા મળી રહી છે. વિરાટની આ પોસ્ટને વાયરલ થતા વાર ન લાગી. આ કચરો ફેંકનાર છોકરાનું નામ અરહાન સિંહ છે.

Image result for arhhan singh

તમને જણાવી દઈએ કે, અરહાને પણ અનુષ્કા અને વિરાટને વળતો જવાબ આપ્યો હતો જેના વિશે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. જેમાં તેમને લખ્યું હતું કે, રસ્તામાં વધારે ખતરો અનુષ્કાના મોઢામાંથી નીકળી રહ્યો હતો. તેમજ અરહાન વિશે એક નવી જાણકારી સામે આવી છે. જે જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે.

Disclaimer: i have no desire to gain any mileage from this post of mine… Horrible! So I happened to carelessly Litter a sq mm of plastic while driving ! A car passing by rolls their window down and there we have our wonderful @anushkasharma ranting and yelling like a crazy roadside person! While I’m apologetic for my carelessness , Mrs Anushka Sharma Kohli a little etiquette and politeness in ur dialogue wouldn’t have made u a lesser star !! There are all kinds of manners and hygiene .. verbal etiquette is one of them ! The garbage that mistakenly went out of the window of my "luxury car"… Was way less then the garbage that came out from your mouth… From ur "luxury car's" window… Or the trashy mind @virat.kohli to shoot and post this online… For whatever gains… Now thats some serious trash!!!

A post shared by Arhhan Singh (@arhhansingh) on

અરહાનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તે કોઈ સેલિબ્રિટીથી કમ નથી. તેને શાહરુખ ખાન, માધુરિ દીક્ષિત અને શાહિદ કપૂર જેવા મોટા મોટા એક્ટર સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. હકીકતમાં અરહાન એક ચાઈલ્ડ આર્ટિસ્ટ રહી ચૂક્યો છે.

તેમને વર્ષ 1996માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ “ઈંગ્લિશ બાબૂ દેસી મેમ” અને માધુરી દીક્ષિતની સાથે “રાજા” જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. અરહાન પોપ્યુલર ટીવી શો “દેખ ભાઈ દેખ” માં જોવા મળ્યો હતો.

એટલું જ નહીં શાહિદ કપૂરની ફિલ્મ “પાઠશાલા” માં પણ અરહાનનો રોલ હતો. અરહાને સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન અને ગોવિંદા જેવા સુપરસ્ટાર સાથેના ફોટો પણ શેર કર્યા છે. અરહાનનો વીડિયો વાયરલ થયા પછી તેમની માં એ વિરાટ અને અનુષ્કાને ધમકાવી નાખ્યા હતા.

Image result for arhhan singh

તેમને કહ્યું હતું કે, વિરાટ અને અનુષ્કાએ પોતાના વીડિયો અને પોસ્ટ દ્વારા તેમના દીકરાની ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંધન કર્યું અને તેને દુનિયાની સામે બદનામ કર્યો. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા અરહાનનો ચહેરો પણ બ્લર કરવામાં નહતો આવ્યો. હવે મને મારા દીકરાની સુરક્ષાની ચિંતા છે. તમે લોકોએ તમારી ફેન ફોલોઈંગ વધારવા માટે આ વીડિયો પોસ્ટ કર્યો છે. તમારી હિંમત કેવી રીતે થઈ. કોઈની ઈમેજ આ રીતે ખરાબ કરવાની.

તમને જણાવી દઈએ કે ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોઓ તો તેમને સારી રીતે સમજાવા જોઈએ, શું આવા લોકો આપણા દેશને સાફ રાખી શકે છે. આવી મોંઘી ગાડીમાં ફરે છે પરંતુ મગજ ખરાબ છે, જો તમને પણ કોઈ વ્યક્તિ આવું કરતો દેખાય તો તેને રોકીને જાગૃકતા ફેલાવી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી