જલ્સા કરોને જેંતીલાલ

‘અનુપમા’ સીરીયલના આ મુખ્ય કલાકારોનો અભ્યાસ જાણીને તમે પણ થઇ જશો ચકિત, જાણો કોણ કેટલું ભણ્યા છે

એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પોપ્યુલર ટીવી શો ‘અનુપમા’માં ઓછું ભણેલી હાઉસવાઈફ નો રોલ પ્લે કર્યો છે. જોકે જે રીતે તે સિરિયલમાં દરેક મુશ્કેલીઓ નો મક્કમતાથી સામનો કરે છે, એનાથી દર્શકો ઘણા જ ઈમ્પ્રેસ છે. આ શો જ્યાર થી શરૂ થયો ત્યારથી લઈ ઘણા મહિનાઓ સુધી ટીઆરપી ની યાદીમાં ટોચ પર હતો, જોકે કેટલાક સમય થી આ શો નંબર બે કે નંબર ત્રણ પણ હતો.

image source

જોકે ફરી એકવાર આ શો નંબર વન બની ગયો છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી ભલે ઓછું ભણેલી હોય, પરંતુ રિયલ લાઈફમાં એક્ટ્રેસ પાસે હોટલ મેનેજમેન્ટ ની ડીગ્રી છે. દિવ્ય ભાસ્કરે હાલમાં જ સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે તેમના એજ્યુકેશન ક્વૉલિફિકેશન અંગે વાત કરી હતી. વાતચીત માં કલાકારોએ પોતાના ડ્રીમ કરિયર અંગે પણ વાત કરી હતી.

તસનીમ શેખ :

image source

હાલમાં જ કોરોનામાંથી રિકવર થયેલી તસનીમ શેખે કહ્યું હતું, ‘જો હું એક્ટર ના હોત તો નેચરોપ થી અથવા આયુર્વેદની ડૉક્ટર હોત. મારી દાદીમા ને આ અંગે ઘણી જ માહિતી હતી. જો હું આ ફિલ્ડમાં ના હોત તો દાદીમાના નુસખાઓથી લોકોની મદદ કરત. જ્યારે મને કોરોના થયો ત્યારે મેં ઓછામાં ઓછી દવા અને આયુર્વેદનો વધુ ઉપયોગ કર્યો હતો. મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરેલું છે.

હું સાયન્સમાં આગળ વધવા માગતી હતી, પરંતુ પેરન્ટ્સ પાસે એટલા પૈસા નહોતા. જો હું સાયન્સમાં આગળ વધી હોત તો ડૉક્ટર જ બનત. જોકે મેં એન્જિનિયરિંગ નો કોર્સ કર્યો, પરંતુ આ સબ્જેક્ટ મને વધારે ગમતો ન હતો અને તેથી જ હુ એક્ટિંગમાં આગળ વધી.’

મદાલસા શર્મા :

image source

મદાલસાએ કહ્યું હતું, ‘હું નાનપણથી એક્ટિંગ અંગે ઘણી જ ઉત્સાહી હતી. મારા પપ્પા ડિરેક્ટર, રાઇટર તથા પ્રોડ્યુસર છે, અને મારી માતા એક્ટ્રેસ છે. હું તેમને જોઈને જ મોટી થઈ છું. મારા માટે એક્ટિંગ ફિલ્ડ સિવાય અન્ય કોઈ કરિયર અંગે વિચારવાનો સમય જ નહોતો. જો હું એક્ટર ના હોત તો હું ડાન્સ ફિલ્ડમાં આગળ વધત. મને ડાન્સ કરવો ઘણો જ પસંદ છે.’

રૂષાદ રાણા :

image source

રૂષાદ રાણા એ જણાવ્યું હતું, ‘મને ફોટોગ્રાફીનો ઘણો જ શોખ છે. કોલેજ ના દિવસોથી હું અલગ-અલગ પ્રકારની ફોટોગ્રાફી કરું છું. આટલું જ નહીં, હું આ ફોટોગ્રાફીમાં પ્રોફેશનલ કોર્સ કરવાનો હતો, પરંતુ નસીબે મને કેમેરાની પાછળ નહીં, પરંતુ આગળ લાવીને ઊભો કરી દીધો. મને મારો પહેલો શો ‘હિપ હિપ હુર્રે’ મળ્યો અને પછી એક્ટિંગની દુનિયામાં નીકળી પડ્યો.’

આશીષ મેહરોત્રા :

image source

આશિષે કહ્યું હતું, ‘મને નાનપણથી એક્ટિંગમાં રસ હતો અને વિશ્વાસ હતો કે હું આ જ ફિલ્ડમાં આગળ વધીશ. જોકે એ વાતનો પણ અહેસાસ હતો કે આગળ જઈને એક્ટિંગ સિવાય પણ કંઈક તો કરવું જ પડશે. એક્ટિંગની સાથે સાથે મારે ડિરેક્શન પણ કરવું છે. મેં લગભગ બાર વર્ષ સુધી ડાન્સ કોરિયોગ્રાફ કર્યાં છે. આ સાથે જ મુંબઈમાં કેટલાંક નાટકો પણ ડિરેક્ટ કર્યાં છે. મને કેમેરાની ઘણી જ માહિતી છે અને મને વિશ્વાસ છે કે હું આમાં સારી રીતે કામ કરી શકું છું.’

પારસ કલનાવત :

image source

પારસે વાતચીતમાં જણાવ્યું હતું, ‘જો હું એક્ટર ના હોત તો હું કોઈ સ્પેશિયલ સર્વિસમાં મારી કરિયર આગળ વધારત, પછી તે આઈ.પી.એસ. કે આઈ.એ.એસ. હોત. મારે પોલીસમાં જવું હતું. સાચું કહું તો મારે મારા દેશમાં કંઈક કરવું છે. હું હંમેશાં દેશમાં કંઈક પરિવર્તન લાવવાની જવાબદારી લેવા માગતો હતો, અને આથી જ સ્પેશિયલ સર્વિસમાં જવાની ઈચ્છા હતી.’

નિધિ શાહ :

image source

નિધિ એ કહ્યું હતું કે જો હુ એક્ટર ના હોત તો ફેશન ઇન્ડસ્ટ્રીમાં જાત. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મેં એક વર્ષનો ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. હું ફિલ્ડમાં આગળ જવા માગતી હતી, પરંતુ આ દરમિયાન મને એક્ટિંગ ઑફર મળી ગઈ.’

સુધાંશુ પાંડે :

image source

સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું, ‘હું આર્મી ઓફિસર બનવા માગતો હતો. મેં નૈની તાલની આર્મી સ્કૂલમાં મારો અભ્યાસ પણ કર્યો છે. ગુડ લુક્સને કારણે મને અનેક મૉડલિંગ ઑફર્સ થઈ હતી. ઓગણીસ વર્ષ ની ઉંમરથી મેં મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને પછી ગ્લેમર વર્લ્ડનો હિસ્સો બની ગયો.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version