અનુપમ ખેર સાથે રાતોરાત બની એવી વિચિત્ર ઘટના કે, જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG

બૉલીવુડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે આરોપ લગાવ્યો છે કે છેલ્લા છત્રીસ કલાકમાં ટ્વીટર પર તેમના ફૉલોવર્સ ની સંખ્યામાં ભારે કમી આવી છે. એક્ટરે આંકડાનો ખુલાસો કરતા ટ્વીટ કર્યું અને કહ્યું કે તેઓ એ જાણવા માટે ઉત્સુક છે કે આ ટેકનિકલ ખરાબી છે કે કંઈક બીજું?

ટ્વીટમાં દેખાઈ નારાજગી

અનુપમ ખેરે ગુરૂવારે ટ્વીટ કર્યું, ‘પ્રિય ટ્વીટર અને ટ્વીટર ઈન્ડિયા. મારા છેલ્લા છત્રીસ કલાકમાં એંસી હજાર થી ઓછો ફોલોવર્સ થયા છે. શું તમારી એપમાં કોઈ ગડબડી છે કે કંઈક બીજું થઈ રહ્યું છે!! આ એક ઑબ્ઝર્વેશન છે. હાલ કોઈ ફરિયાદ નથી…’

આ ડૉક્યુમેન્ટ્રીમાં જોવા મળશે

કામ ના મોરચા ની વાત કરીએ તો, એક્ટર આગામી ડોક્યીમેન્ટ્રી ફિલ્મ ‘ભુજઃ ધ ડે ઈન્ડિયા શુક’નું એંકરિંગ અને કહાની સંભળાવવા માટે તૈયાર છે, જેનું ટ્રેલર આ સપ્તાહ ના શરૂઆતી દિવસોમાં શેર કરવામાં આવ્યું હતું.

શું છે સબજેક્ટ

image source

ડોક્યુમેન્ટ્રી 2001 ના વિનાશકારી ભૂકંપ વિશે છે, અને જીવિત બચેલા લોકો, બચાવ દળ, પત્રકારો, ફોટોગ્રાફરો ને કેપ્ચર કરે છે. આ ફિલ્મ અગિયાર જૂને ડિસ્કવરી પ્લસ પર રિલીઝ થવાની છે.

image source

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિતાભ બચ્ચન ના પણ વીસ હજાર ફોલોઅર્સ ઓછા થઇ ગયા હતા ત્યારે તેણે ટ્વિટર છોડી દેવા ની ધમકી આપી હતી. અમિતાભે તો ટ્વીટ કર્યું હતું કે, ટ્વિટર તે મારા ફોલોઅર્સ ઓછા કરી દીધા છે. આ એક મજાક છે, મને લાગે છે કે હવે મારે તમને અલવિદા કહેવાનો સમય આવી હયો છે. તમારી સવારી માટે બહુ બહુ ધન્યવાદ. સમુદ્રમાં ઘણી માછલીઓ છે અને હું એ બધાને લઇને ઉત્સાહિત છું.

અનુપમ ખેરનું રિએક્શન

image source

ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ મુજબ અનુપમ ખેરે પોતાનું અકાઉન્ટ હેક થવા ની વાત જણાવી છે, અનુપમ ખેરે કહ્યું, “મારું ટ્વિટર અકાઉન્ટ હેક થયું છે. આ વિષયમાં મને ઈન્ડિયાથી ફ્રેન્ડ્સ ના ફોન આવ્યા હતા. હું ન્યુયોર્કમાં છું અને ત્યાં રાતના એક વાગ્યા છે. મને ગઈકાલે સ્વપ્ના દાસ ગુપ્તાનો DM (ડાયરેક્ટ મેસેજ) મળ્યો હતો. તેમના દ્વારા મને સૌથી પહેલા ખબર પડી હતી. મે આ વિષયમાં ટ્વિટર સાથે વાત કરી છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong