જલ્સા કરોને જેંતીલાલ

અનુ મલિકની માતાનું નિધન, પૌત્ર અરમાને શેર કરી ભાવુક પોસ્ટ, જુઓ શું કહ્યું

પોતાના જમાનાના જાણીતા સંગીતકાર સરદાર મલિકની પત્ની બીલકિસનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. એ 86 વર્ષના હતા. સોમવારે એમને શહેરના સાન્તાક્રુઝ કબ્રસ્તાનમાં સુપર્ડ એ ખાક કરવામાં આવ્યા. સુપ્રસિદ્ધ ગીતકાર હસરત જયપુરીની બહેન બીલકિસ અને સરદાર મલિકની બીજી અને ત્રીજી પેઢી પણ સંગીત સાથે જોડાયેલી છે. બન્નેના સૌથી મોટા દીકરાનું નામ અનુ મલિક છે જે જાણીતા સંગીતકાર છે.

આ વાતની જાણકારી અનુ માલિકના ભત્રીજા અને સિંગર અરમાન મલિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ પોસ્ટના કેપ્સનને લખતા અરમાન મલિક ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. એમની આ પોસ્ટથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ પોતાની દાદીને ખૂબ જ યાદ કરી રહ્યા છે. અનુ મલિકની માતાનું નિધન ક્યાં કારણે થયું એ વાતની જાણકારી હજી સામે નથી આવી. અરમાન મલિક સિવાય અમાલએ પણ પોતાની દાદીને યાદ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.

અરમાન મલિકે સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક પોસ્ટ શેર કરી. એમને પોતાની દાદી સાથે એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો. આ ફોટો શેર કરતાની સાથે એમને કેપ્સનમાં લખ્યું કે આજે મેં મારી સૌથી સારી મિત્રને ખોઈ દીધી. મારી દાદી જાન..મારા જીવનનો પ્રકાશ. હું આ નુકશાનથી બહાર નહિ આવી શકું. એક એવું ખાલીપણું જેને હું જાણું છું કે કોઈ નહિ ભરી શકે. તમે મારી જિંદગીમાં મને સૌથી પ્યારા અને કિંમતી હતા.હું ખૂબ જ આભારી હું કે મેં તમારી સાથે આટલો સમય પસાર કર્યો. અલ્લાહ મારા ફરિશ્તા હવે તમારી સાથે છે

સંગીતકાર અનુ મલિક, અબુ મલિક અને ડબ્બુ મલિકની માતા બીલકિસની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. ઘરે જ એમનો ઈલાજ ચાલી રહ્યો હતો પણ ગુરુવારે હાર્ટ એટેક આવ્યા પછી એમને જુહુમા આવેલા નિધિ આરોગમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રવિવારે બપોર પછી એમને છેલ્લા શ્વાસ લીધા. સંગીત કાર અબુ મલિકે કહ્યું કે એમની માતાએ છેલ્લા શ્વાસ સુકુન સાથે લીધા.

image soucre

બીલકિસ અને સરદાર મલિકની ત્રીજી પેઢીમાં અમાલ મલિક જાણીતા સંગીતકાર બની ચુક્યા છે અરમાન મલિક યુવા પેઢીને સૌથી મનગમતા ગાયકોમાંથી એક છે. આદર મલિકનું નામ સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે ખૂબ જ પ્રખ્યાત છે..મલિક પરિવારની ત્રીજી પેઢીની દિકરીઓમાં અનમોલ મલિક ગાયિકા છે. અદા મલિકે ડિઝાઈનર તરીકે નામ મેળવ્યું છે અને કસીસ મલિક ઇવેન્ટ મેનેજમેન્ટમાં સક્રિય છે.

image soucre

તમને જણાવી દઈએ કે અરમાન મલિક અને અમાલ મલિક એમની દડીની ખૂબ જ નજીક હતા. એ બન્ને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની દાદી સાથેના ફોટા પણ શેર કરતા હતા. ફિલ્મ જગતના લોકોએ પણ એમના પોસ્ટ પર કમેન્ટ કરીને એમની દાદીને શ્રદ્ધાંજલિ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version