જલ્સા કરોને જેંતીલાલ

અનુ અગ્રવાલ : આશિકી ફિલ્મ ફેમ અભિનેત્રીની હાલ આવી દશા છે, જાણો અચાનક શું થઇ ગયું તેના જીવનમાં…

એક જ ફિલ્મથી રાતોરાત સફળ થયેલી આ અભિનેત્રી આજે વર્ષો પછી જીવે છે એકલવાયું જીવન, ઘટી હતી ભયંકર ઘટના… અનુ અગ્રવાલઃ નેવુંના દશકની આ બહુ ચર્ચિત અભિનેત્રી સાથે બન્યું કંઈક એવું કે તે આજે પણ એકલતા ભર્યું જીવન જીવવા છે મજબૂર…


“સાંસો કી ઝરૂરત હો જૈસે…” “ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ…” “અબ તેરે બીન… જી લેંગે હમ… ઝહર જિંદગી કા પી લેંગે હમ…” જેવા અનેક ગીતો આશીકી નેવુંના દશકમાં ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. એક જોડીએ રોમાંટિક યુગ તરીકે બહુ મોટી ફેનફોલોઈન્ગ મેળવી હતી રાહુલ રોય અને અનુ અગ્રવાલે…


રોશનીથી ડેકોરેટ કરેલી શીપ પર ફિલ્માયેલું આ ગીત એ સમયના યુવાનોને આજે પણ યાદ હશે જ. તેમાં પણ બોલિવૂડની એ સમયની અભિનેત્રીઓ કરતાં સહેજ હટકે લાગતી બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રીની હાઈટ બોડી એકદમ ચુસ્ત અને આકર્ષક હતા.


તે એક સફળ ઇન્ટરનેશનલ મોડેલ હોવાનો અનુભવ મેળવી ચૂકી હતી. એમની એ પહેલી અને એક જ મ્યૂઝિકલ રોમાંટિક ફિલ્મે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન અપાવી દીધું હતું પરંતુ તે પછી તેમને અન્ય ફિલ્મો મેળવવામાં સમય લાગ્યો અને જે ફિલ્મો મળી એમાં યોગ્ય પાત્ર ન મળ્યું કે પછી એ ફિલ્મો સફળ્ન થઈ…


જી આજે અમે આપના માટે લાવ્યા છીએ અનુ અગ્રવાલના જીવનની વાસ્તવિક વાત જે ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. એક એવો અકસ્માત થયો જેને લીધે એમનું આખું જીવન બદલાઈ ગયું. તેમ છતાં તેમણે એવું કામ કર્યું કે તેમણે જીવને આપ્યો એક પ્રેરણાદાયી વણાંક…

આવો જાણીએ શું થયું હતું અનુ અગ્રવાલ સાથે…


અનુ અગ્રવાલ ૧૯૯૯માં મુંબઈની એક વરસાદી રાતે એક પાર્ટીમાંથી ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તા પરથી પૂર ઝડપે દોડતી હતી એવામાં એ ગાડી સરકી જઈને રેતીના ઢગલામાં અથડાઈ પડી… એ સમયે તેઓ ૩૦ વર્ષના એક પ્રસિદ્ધ બૉલીવુડ સ્ટાર હતાં. તેમની કારને તો નુક્સાન થયું જ પરંતુ તેમના શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર થયાં અને ૨૯ દિવસ સુધી તેઓ હોસ્પીટલમાં કોમામાં રહ્યાં હતાં.


તેઓ એ સમયે જે હાલતમાં પડ્યાં હતાં તેમાં દસમાંથી નવ લોકો મૃત્યુ પામી જતાં હોય છે, પરંતુ કહેવાય છે કે એ સમયે આટલા કપરા સંજોગોમાં અસમાન્ય સ્થિતિમાંથી આ હિમ્મતવાન યુવતીએ મક્કમતાથી બહાર આવવના પ્રયત્નો કર્યા હતા. જેમાં તેઓએ એવી સફળતા મેળવી કે આજે તેઓ ભલે એકલવાયું અને બિનવિવાહિત જીવન જીવતાં હોય છતાં તેમણે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.


આજે ૪૯ વર્ષના અગરવાલ કહે છે કે, “હું નસીબદાર છું, મારી સાથે જે બન્યું એ એક ચમત્કાર માત્ર હતો. હું જે રાત્રે ઘરની બહાર નીકળી હતી એ વખતે મને નહોતી ખબર કે હું પાછી આવી શકીશ કે કેમ? મારા અકસ્માત પછી મેં થોડો સમય રિહાબ સેન્ટરમાં ગાળ્યા હતા. ઘરે આવીને પણ લાંબા સમય સુધી મને મારી પાછલી જિંદગી વિશે ખ્યાલ હતો કે ન તો હું મારી માને પણ નહોતી ઓળખી શકતી.”


૧૯૮૦ના દાયકાથી ૧૯૯૫ સુધીમાં અનુ અગ્રવાલ બોમ્બેમાં સૌથી તેજસ્વી, સફળ અને નવયોવના બોલિવુડ સ્ટાર્સમાંથી એક નામ હતું. તેણીએ પોરિસ અને ન્યૂયોર્કમાં મોડેલિંગ શરૂ કર્યું અને તેમની કારકિર્દી ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘આશિકી’ એટલી હદે હિટ ગઈ કે ભારતના ઘર ઘરમાં તેમનું નામ થઈ ગયું હતું.


અનુ અગ્રવાલે અકસ્માત બાદ બદલ્યું જીવન, લખ્યું પુસ્તક…

અનુ અગ્રવાલ આજે બોલિવૂડની લાઈમ લાઈટથી તદ્દન વિપરિત જીવન જીવે છે. તેમણે એકલવાયું જીવન જીવવાનું પસંદ કર્યું છે. એઓએ એક ફાઉન્ડેશન સ્થાપ્યું છે જેમાં સામાજિક અને સ્વાસ્થના મુદ્દાઓને આધારે કાર્યક્રમો કરે છે. તેમણે પોતાના સ્વાનુભવને આધારે એક પુસ્તક લખ્યું છે.


જેનું શીર્ષક છે, અનુઝ્વલ… એ મેમોરી ઓફ અ ગર્લ, વ્હૂ કમ બેક ફ્રોમ ડેડ… તેમની યાદદાસ્ત પણ અકસ્માત બાદ વિસરી ગઈ હતી. અને આ જ કારણે એમણે પોતાનું જીવન પૂર્નર્નિમાણ કરવાના પ્રયત્નો કર્યા હતા તેનું આલેખન કરેલ છે. તેમનું આ પુસ્તક એમેઝોન પર પ્રાપ્ત છે.


અનુ અગ્રવાલને આ રીતે ૧૯૯૬ પછી એક પણ ફિલ્મમાં કે કોઈ ટી.વી કાર્યક્રમમાં નથી જોયાં. પરંતુ એમને એમની કામગીરી અને પુસ્તકને આધારે એશિયન એવોર્ડસ પ્રાપ્ત થયા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version