જલ્સા કરોને જેંતીલાલ

એક અનોખું શાકાહારી ભોજનાલય…

26 વર્ષીય આ છોકરી ચલાવે છે એક એવું શાકાહારી ભોજનાલય, અહીં તે જ રાંધવામાં આવે છે જેને અહીં ઉગાડવામાં આવે છે

આપણી ચારે તરફ આપણે જોઈએ છીએ કે, ગગનચુંબી ઇમારતોથી માંડીને હાથમાંના સ્માર્ટફોન સુધી બધું જ એક નાનકડા વિચારથી જ શક્ય થયું છે. એક એવો વિચાર જે સરળ અને અસ્તિત્વહીન હતો જ્યાં સુધી તેને કોઈએ મહાનતામાં પરિવર્તિત કરવાનો નિર્ણય ન લીધો.

આઇડિયા ભલે સામાન્ય કેમ ન હોય તેના પર કરવામાં આવતું રચનાત્મક કામ તેને એક નવા સ્તર સુધી લઈ જઈ અસાધારણ બનાવી દે છે. આજે વિશ્વમાં જેટલી પણ સમસ્યા છે તેના સમાધાન પણ હાજર જ છે. પણ બધા જ સમાધાન સામાન્ય આઇડિયાના આવરણમાં છુપાયેલા છે, જેના પર કામ થવું હજુ બાકી છે.

મુંબઈની 26 વર્ષીય શ્રદ્ધા ભંસાલીએ સ્વસ્થ અને આનંદીત રહેવાનો એક ઉપાય શોધ્યો છે. ‘કેન્ડી એન્ડ ગ્રીન’ રેસ્ટોરન્ટની સંસ્થાપિકા અને મેનેજિંગ ડીરેક્ટર શ્રદ્ધાનું આ શાકાહારી ભોજનાલય એક અનોખું ભોજનાલય છે.

તમે પણ તેની હકીકતો જાણશો તો આ રેસ્ટોરન્ટમાં એક વાર જઈ ભોજન લેવાની ઇચ્છા ચોક્કસ થઈ આવશે. અહીં આવનારા ગ્રાહકોને પીરસવામા આવતું ભોજન સામાન્ય નથી પણ ખુબ જ વિશિષ્ટ છે. સૌથી ખાસ વાત એ છે કે આ શાકાહારી રેસ્ટોરન્ટમાં ખાવા માટે વપરાતા બધા જ શાકભાજી અહીં જ ઉગાડવામાં આવે છે.

મુંબઈના એક વ્યવસાયિ કુટુંબમાંથી આવતી શ્રદ્ધાએ શાળા અભ્યાસ બાદ યુનાઇટેડ સ્ટેટ્સમાં બોસ્ટન યુનિવર્સિટીમાં હોસ્પિટાલિટી અને બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતકની પદવી લીધી છે. વર્ષ 2014માં મુંબઈ પાછા આવી તેણીએ એક ફાઇવ સ્ટાર હોટેલમાં નોકરી કરી તેમ છતાં તેનામાં વહેતું વ્યાવસાયિક લોહી કંઈક નવું કરવા માટે હંમેશા તેને પ્રેરિત કરતું હતું.

ઘરની રસોઈમાં માતાને પોતાના હાથેથી ભોજન બનાવતા શ્રદ્ધાએ હંમેશા જોઈ છે. તેણીની માતા ભોજનની ગુણવત્તાનું ખુબ જ ધ્યાન રાખતી હતી કારણ કે તેમને ઘરના દરેક સભ્યની તબિયતની ચિંતા રહે છે. માત્ર આ જ સંદેશ તે લોકો સુધી પોતાના વ્યવસાય દ્વારા પહોંચાડવા માગતી હતી.

આમ તો આઇડિયા તો સામાન્ય હતો કારણ કે દરેક ભારતીય માતા આ જ ભાવનાથી રસોડામાં ભોજન રાંધતી હોય છે, પણ આ આઇડિયાને કુટુંબ બહાર લોકો સુધી પહોંચાડવાની ઇચ્છા ખરેખર અસામાન્ય હતી. અને આ અસામાન્ય આઇડિયાને વ્યવસાયમાં પરિવર્તિત થતાં વાર ન લાગી.

એવું રેસ્ટોરન્ટ જ્યાં શાકભાજી ઉગાડવામાં આવે અને તેને રાધવામાં આવે. જો કે આ આખો ખ્યાલ થોડો પડકારજનક હતો પણ શ્રદ્ધાએ આ પડકારને સ્વિકારી ખુબ જ રસપ્રદ રીતે આ રેસ્ટોરન્ટના મેનુને સીઝનલ શાકભાજીને અનુરુપ બનાવ્યું અને આ આઇડિયા ગ્રાહકોને પણ પસંદ આવી ગયો.

ફેબ્રુઆરી 2017માં શ્રદ્ધાએ સ્કાઇબે ભૂલાભાઈ દેસાઈ રોડ પર સ્થિત એક બિલ્ડિંગના ચોથા માળ પર રેસ્ટોરન્ટ અને પાંચમા માળ પર રેસ્ટોરન્ટ માટેનું વેજિટેબલ ગાર્ડનની શરૂઆત કરી. રસપ્રદ વાત એ છે કે આ કિચન ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવનારા કસ્ટમર્સને જોવા માટે ખુલ્લું છે. તે લોકો માટે એક નવો પ્રયોગ છે અને તેમને તે પસંદ પણ આવી રહ્યો છે.

આજે આ રેસ્ટોરન્ટ સમગ્ર દેશમાં પ્રશંસાનો વિષય બની ગયું છે. એટલે સુધી કે સીએનબીસી આવાઝે તેને ‘ભવિષ્ય કા બુલુંદ સિતારા’ નામ આપી દીધું છે. ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30માં શ્રદ્ધાના આ પ્રયોગની ખુબ પ્રશંસા કરવામા આવી.

પોતાના રેસ્ટોરન્ટની સફળતાની સાથે હવે તેણી સામાન્ય માણસોની જરૂરિયાતોને પુરી કરવા માટે બીજું એક રેસ્ટોરન્ટ શરૂ કરવાની યોજના ઘડી રહી છે. તે હેઠળ તે નિયમિત ગ્રાહકોને સસ્તા દરે ભોજન આપવા માગે છે, પણ તે જ મહેમાનગતી અને ગુણવત્તાની સાથે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version