જલ્સા કરોને જેંતીલાલ

એક અનોખી કળા જે તમારા રૂમને એક કલ્પના જગતમાં પરિવર્તિત કરે છે.

આજે લોકો પોતાની કળાને વિશિષ્ટ રીતે વિકસાવી રહ્યા છે. હવે લોકો માત્ર પેઇન્ટર કે કારપેઇન્ટર જ નથી રહ્યા પણ તેમાં પણ પોતાની આગવી કળાઓ વિકસાવી રહ્યા છે. તેવો જ એક દાખલો આ કલાકાર પુરો પાડી રહી છે.

જ્યારે અંધારું થાય છે ત્યારે તેના રૂમના આ ચમકતા ચિત્રો તેને એક સ્વપ્ન જગતમાં પરિવર્તિત કરે છે
તેણીનું એવું માનવું છે કે આપણા જીવનમાં પ્રશ્નોના જવાબ શોધવા એ અત્યંત આવશ્યક છે, માટે વસ્તુઓને એક અલગ દ્રષ્ટિકોણથી જોવાથી આપણને જગતને સમજવામાં મદદ મળે છે – આપણી જાતને પણ સમજવામાં મદદ મળે છે.

જ્યારે તેણી તેવા લોકો વિષે વિચારે છે જેઓ પોતાની જગ્યામાં અથવા તો પોતાના મગજમાં કેદ થઈ જાય છે ત્યારે તેણીને તેમને પ્રસન્ન કરવામાં આનંદ થાય છે.

તેણી જણાવે છે, “હું એવું માનું છું કે મારી કળા દ્વારા મારે લોકોને પ્રકાશ અને આ અત્યંત અસમાન્ય સ્પેક્ટ્રમ રેન્જ સાથે પરિચય કરાવવો જોઈS. આ જાદુઈ જગત નવા રંગોથી ભરેલું છે અને છેલ્લા કેટલાક દાયકાઓથી પણ વિશેષ ઘણું બધું તેમાં જાણવા જેવું છે.”

આ કલાકાર તમારા રૂમને અદ્ભુત કલ્પનાચિત્રોથી ભરી શકે છે. તેની ખાસીયત છે તેના રેડિયમ પેઇન્ટ્સ.
તેણી પોતાની કળા દ્વારા સ્વપ્નશીલ વાતાવરણ ઉભું કરવા માગે છે જે અંધકારમાં ચમકે છે.

તેણીનું લક્ષ છે કે તે ઓરડાઓ તેમજ જગ્યોને એક અનોખો ટચ આપે તેને એક ઓળખ આપે અને એક જીવંતતા આપે, જ્યાં આરામ કરવો અને રહેવું એક અનોખો અનુભવ બની રહે.

આ છે પ્રોજેક્ટ્ર ‘અરોરા’ દીવસના સમયે

અને આ છે પ્રોજેક્ટ ‘ઓરોરા’ યુવી (અલ્ટ્રા વાયોલેટ પ્રકાશમાં) લાઇટમાં

અને આ છે પ્રોજેક્ટ ‘ઓરોરા’ અંધકારમાં

પ્રોજેક્ટ ‘ઇવોલ્યુશન’ દીવસના સમયે

પ્રોજેક્ટ ‘ઇવોલ્યુશન’ રાત્રીના સમયે

આ છે એક વ્યક્તિગત પોટ્રેઇટ – અલ્ટ્રા વાયોલેટ પ્રકાશમાં

તેણીના સાધનો પણ અંધારામાં શાઇન કરી શકે છે તેને તમે નીચેની તસ્વીરમાં જોઈ શકો છો.

હાલમાં જ તેણીને નોર્વેના લોન્ગયરબીન સ્વાલબાર્ડની લાઇબ્રેરીના જીયોડેસિક ડોમ પર કામ કરવાનો એક સુખદ અવસર મળ્યો હતો. તેમની કલાનો આ નમુનો માત્ર ત્યારે જ પ્રકાશિત એટલે કે ચમકે છે જ્યારે પોલર નાઇટ હોય છે.

યુવી લાઇટ્સમાં

તેમણે ભ્રહ્માંડથી પ્રેરાઈને પણ પોતાની કળાના કેટલાક નમૂનાઓ તૈયાર કર્યા છે.

આ ઉપરાંત પણ કેટલાએ રસપ્રદ પ્રોજેક્ટ તેણીએ પૂર્ણ કર્યા છે. હવે તમને પણ મન થશે કે તમારા ઘરમાં કે કમસેકમ તમારા ઓરડામાં પણ તમે આવો કોઈક પ્રયોગ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version