જલ્સા કરોને જેંતીલાલ

આ છે અનોખી ડિઝાઇનનું ઇલેક્ટ્રિક સ્કૂટર, ફૂલ ચાર્જમાં ચાલશે 60 કિમી, જાણો કિંમત અને ફિચર્સ

ઇટાલીની પ્રમુખ ઓટોમોબાઇલ કંપની બેનેલીએ પોતાના એક નવા ઇલેક્ટ્રિક સ્કૂટર ડોંગને બજારમાં ઉતાર્યું છે. બેનેલી લગભગ 100 વર્ષ જૂની કંપની છે જે મોટરસાઇકલ બનાવવા માટે જાણીતી છે. વર્ષ 2005 માં ચીનના કિયાનજિયાંગ સમૂહે તેને ખરીદી લીધી હતી. કંપનીએ પોતાના આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર ડોંગને બનાવવા માટે ચીની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને એશિયાઈ બજારો માટે વિકસિત કર્યું છે. બેનેલી ડોંગને મુખ્ય રૂપે એશિયાની બજારોમાં વેંચવામાં આવશે.

અનોખી ડિઝાઇન

image source

બેનેલીએ હાલમાં જ ભારતીય માર્કેટમાં પ્રવેશ કર્યો છે. બેનેલી ઇન્ડિયાના ભારતીય પોર્ટફોલિયોમાં હાલ માત્ર મોટરસાયકલ જ ઉપલબ્ધ છે. હવે એવી આશા છે કે બેનેલી ડોંગને ભારતીય બજારમાં રજુ કરવામાં આવશે. બેનેલી ડોંગ એક નાનકડું સ્કૂટર છે પરંતુ નિશ્ચિત રીતે તે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચશે કારણ કે સ્કુટરનો પાછળનો ભાગ તરતો હોય તેવો દેખાય છે.

image source

તેના પાછળ ભાગને એક સેન્ટ્રલ શાફ્ટ દવતા ફ્લોરબોર્ડ સાથે જોડવામાં આવ્યો છે. એવું લાગે છે કે સેન્ટ્રલ શાફ્ટને એલ્યુમિનિયમ વડે બનાવવામાં આવી છે. સ્કુટરનો આગળનો ભાગ પણ એટલો જ આકર્ષક છે. તેમાં બે મોટા LED ઇંડેકેટ્સ સાથે LED હેડ લેમ્પ્સ આપવામાં આવેલ છે અને સાથે જ તેમાં સર્ક્યુલર LCD ડિસ્પ્લે મળે છે.

બેટરી અને રાઇડિંગ રેન્જ

image source

બેનેલીના દાવા મુજબ આ સ્કૂટરમાં 1.2 kW ની મોટર આપવામાં આવી છે જેનાથી તેની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે. સ્કૂટરમાં 1.56 kWh ની રિમુવેબલ બેટરી પેક આપવામાં આવ્યું છે. કંપનીના કહેવા મુજબ આ સ્કૂટરને ફૂલ ચાર્જ કરવા પર તે 60 કિલોમીટરનું અંતર કાપી શકે છે. કંપનીએ આ સ્કૂટરમાં આર્ટિફિશિયલ એકજોસ્ટ સાઉન્ડ ફીચર્સ આપ્યું છે. સ્કૂટરમાં સ્પીકર પણ આપવામાં આવ્યા છે જેનાથી તે ઇન્ટરનલ કમ્બશન એન્જીન મોટરસાયકલની જેમ અવાજ કાઢે છે જેયાથી વાહન ચાલકને એમ જ લાગે છે કે તે ઇલેક્ટ્રિક નહિ પણ પેટ્રોલથી ચાલતું સ્કૂટર જ ચલાવી રહ્યો છે. જો ચાલાક ઈચ્છે તો આ સ્પીકરને બંધ પણ કરી શકે છે.

image source

કિંમત : બેનેલી ડોંગ સ્કૂટરને ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાં આ સ્કૂટરની કિંમત Rp. 36,900,000 રૂપયા (ઇન્ડોનેશિયાઈ કરન્સી) નક્કી કરવામાં આવી છે. ભારતીય મુદ્રા મુજબ આ રકમ 1.9 લાખ રૂપિયા થાય છે. નોંધનીય છે કે કંપનીએ વર્ષ 2019 માં કહ્યું હતું કે તે 2020 સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો લાવવાની યોજના બનાવી રહી છે. જો કે કોરોના મહામારીને કારણે આ યોજનાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ત્યારે એવો અંદાજ લગાવવામાં આવે છે કે આ કંપનીનું ભારતમાં લોન્ચ થનારું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર હોઈ શકે છે. જો કે હાલ એમ કહેવું ઉતાવળ ભર્યું ગણાય કારણ કે વધુ કિંમતમાં કંપની ભારતીય માર્કેટમાં પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર વધુ પાવર અને વધુ રાઇડિંગ રેન્જ આપવા અંગે વિચાર કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version