પિતાની બીમારી ઠીક કરવા આ યુવતીએ બનાવી અનોખી ચા, પછી તેને જ બનાવી લીધો બિઝનેસ

આજે આપણે વાત કરવાના છીએ એવી યુવતીની કે જેમણે પોતાની ઈચ્છા શક્તિથી એક મોટુ લક્ષ્ય પ્રાપ્ત કર્યુ છે. આ વાત છે રિદ્ધિમા અરોરાની. રિદ્ધિમા અરોર જમ્મુમાં રહે છે. રિદ્ધિમાએ એક વર્ષ પહેલા એક સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું. હાલમાં તે હર્બલ ટી, ક્વિક રેડી બ્રેકફાસ્ટ મિક્સ અને ઇમ્યુનિટી વધારતી પ્રોડક્ટનો બિઝનેસ કરી રહી છે. ફક્ત એક જ વર્ષમાં તેની પાસે હજારો ગ્રાહકો છે. તે શ્રીનગર, દિલ્હી, મુંબઇ સહિત દેશભરમાં તેના ઉત્પાદનોની સપ્લાય કરી રહી છે. તાજેતરમાં જ તેમણે વિદેશોમાં પણ પોતાના ઉત્પાદનો મોકલવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે તેમનું ટર્નઓવર 1 કરોડનું હતું.

image source

29 વર્ષીય રિદ્ધિમાએ 2013માં એન્જિનિયરિંગ કર્યા બાદ 2015માં એમબીએ કર્યું હતું. અભ્યાસ કરતી વખતે જ તેને એક મલ્ટિનેશનલ કંપનીમાં કેમ્પસ પ્લેસમેન્ટ મળી ગયું હતું. તે પછી તેણે ઘણી જુદી જુદી કંપનીઓમાં પાંચ વર્ષ કામ કર્યું હતું.

રિદ્ધિમા કહે છે કે, નોકરી દરમિયાન બધુ બરાબર ચાલતું હતું. પગાર અને પોઝિસન બંને સારા હતા, પરંતુ હું કંઈક નવીન કરવા વિશે વિચારતી હતી. જો કે, કંઈ નક્કી પણ નક્કી કરી શકતી નહોતી. તે દરમિયાન મારા પિતાની તબિયત લથડી. તેમણે લિવર સિરોસિસની બિમારી થઈ ગઈ. દિવસેને દિવસે તેમની હાલત કરાબ થઈ રહી હતી. કોઈ કાયમી સારવાર પણ નહોતી. ઘણા દિવસોથી હું અસ્વસ્થ હતી, શું કરવું તે સમજી શકતી નહોતી.

image source

તેમણે કહ્યુ કે, જ્યારે હું જુદા જુદા ડોકટરોને મળી તો ત્યારે તેમણે કહયું કે, જો ખાવા પીવામાં યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો ઘણા હદ સુધી પરિસ્થિતિને કંટ્રોલ કરી શકાય છે. કેમ કે મારા કુટુંબમાં પહેલા થી જ આયુર્વેદિક ઉત્પાદનો અને દવાઓનો ઉપયોગ થતો આવ્યો છે. મારા દાદાને આયુર્વેદનું સારું નોલેજહતું.

મારા પાપાને પણ આયુર્વેદ પ્રત્યે પણ ઘણો મોહ હતો. આને ધ્યાનમાં રાખીને, મેં મારા પિતાને વિવિધ હર્બલ ટી અને પરંપરાગત ખોરાક આપવાનું શરૂ કર્યું. અમે બજારમાંથી પ્રિઝર્વેટિવ ખોરાક લેવાનું બંધ કરી દીધુ. તેનો ફાયદો એ થયો કે ત્રણ મહિનામાં જ પાપાની તબિયતમાં ઘણો સુધારો થયો. ત્યારે મેં વિચાર્યું કે મારે આ કાર્ય સાથે આગળ વધવું જોઈએ.

રિદ્ધિમા કહે છે કે, મેં ઘણા દિવસો સુધી માર્કેટ રિસર્ચ કર્યું હતું. વિવિધ ઉત્પાદનો વિશે માહિતી એકત્રિત કરી. આ ક્ષેત્રમાં કામ કરતા ઘણા લોકોને પણ મળી. મેં ત્રણ મહિનાનો આયુર્વેદિક પ્રમાણપત્ર કોર્સ પણ કર્યો હતો. આ પછી તેમણે 2019માં તેમની નોકરી છોડી દીધી અને તેના આઇડિયાને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. અને જાન્યુઆરી 2020માં નમ્યા ફુડ્સ નામથી તેની પ્રથમ પ્રોડક્ટ લોન્ચ કરી. આ પ્રોડક્ટ હતી હર્બલ ચા, જેને લોકોને ખૂબ ગમી. રિધિમાં કહે છે કે જે જે લોકોને મેં આ પ્રોડક્ટ મોકલી તે તે લોકોએ સારો પ્રતિસાદ આપ્યો.

image source

રિદ્ધિમા કહે છે કે મોટાભાગના લોકોને એવી ચીજવસ્તુઓ ખરીદવાની ટેવ હોય છે જે ઝડપથી તૈયાર થઈ જાય છે, પરંતુ તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે તેઓ જોતા નથી. આ ઉત્પાદનોમાં ઘણી વખત હાનિકારક વસ્તુઓ જોવા મળે છે. તેથી મેં સૌ પ્રથમ ઓષધિઓની ખેતી કરતા ખેડુતો વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું.

કેમ કે પાપા પહેલેથી જ આયુર્વેદ સાથે સંકળાયેલા હોવાથી, આવા ખેડુતોને શોધવામાં મને બહુ મુશ્કેલી ન પડી અને ટૂંક સમયમાં જ અમે એવા ખેડૂતોની ચેન તૈયાર કરી જે ઔષધિઓ ઉગાડે છે. હવે રિદ્ધિમા ખેડૂતો પાસેથી દેશી ઔષધિઓ ખરીદે છે અને તેમને પૈસા ચુકવે છે. તેથી તેમને પણ આનો ફાયદો થઈ રહ્યો છે.

image source

રિદ્ધિમા સ્થાનિક ખેડૂતો પાસેથી જડીબુટ્ટીઓ ખરીદે છે અને તે પછી તેમાથી ઉત્પાદનો તૈયાર કરે છે. તે કહે છે કે અમે સૌ પ્રથમ વનસ્પતિઓની છાલ કાઢીને તેને તડકામાં સૂકવીએ છીએ. આ પછી, તેમને ટુકડા કરી લઈએ છીએ. પછી બ્લેડિંગ, મિક્સિંગ અને છેવટે પેકેજિંગનું કામ થાય છે. આ માટે, અમે પ્રોસેસિંગ યુનિટ પણ લગાવ્યું છે. જ્યાં આ ઉત્પાદનોને તૈયાર કરવા માટે વિવિધ મશીનો લગાવવામાં આવી છે.

image source

અત્યારે, રિદ્ધિમા બે ડઝનથી વધુ પ્રોડક્ટ્સનું નિર્માણ કરી રહી છે. તેમાંથી, એક ડઝનથી વધુ હર્બલ ટી ની વેરાયટી છે. જેમાં હાર્ટ ટી ખુબ જ લોકપ્રિય છે. તે હાર્ટના રોગો માટે ખૂબ ફાયદાકારક છે. આ સાથે, તે હળદર લાટે પાવડર, બાજરાછી બનેલ બ્રેક ફાસ્ટ મિક્સ, નાસ્તા અને બાળકો માટે હેલ્ધી ફૂડ તૈયાર કરી રહી છે. દર મહિને હજારો ઓર્ડર આવે છે. તે પોતાની સાથે 20 લોકોને રોજગાર પણ આપે છે, જે ઉત્પાદન તૈયારીથી લઈને માર્કેટિંગ સુધીની દરેક વસ્તુ સંભાળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ