ચા વેચતો અન્નુ કપૂર આજે છે અનેક લોકોનો ફેવરિટ એક્ટર, જાણો તેમના વિશેની આ અજાણી વાતો

પ્રતિભાવાન અન્નુ કપૂરે માતાથી નારાજ થઈને છોડી દીધું હતું ઘર, ચા વેચનારો અન્નુ કપૂર બની ગયો ફિલ્મોનો જાણીતો અભિનેતા

આજે ફિલ્મોમાં લીડ એક્ટરથી પણ ચડિયાતો અભિનય કરનારો અન્નુ કપૂરનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું હતું. તમને જણાવી દઈએ અન્નુ કપૂરનું મૂળ નામ અનિલ કપૂર છે. અનિલમાંથી અન્નુ બનવા પાછળ એક રોમાંચક પ્રસંગ છૂપાયેલો છે. તો ચાલો જાણીએ અન્નૂ કપૂરની કેટલી અજાણી વાતો.

બાળપણ વિત્યું ગરીબીમાં

image source

અન્નુ કપૂરના માતા બંગાળી અને પિતા પંજાબી હતા. અન્નૂ કપૂરને અભિનય વારસામાં મળ્યો હતો. અન્નુ કપૂરના પિતા શેરીઓમાં નાટક ભજવતા હતા. તેમના પિતાની એક પારસી થિયેટર કંપની પણ હતી. અને તેના કારણે તેમના કુટુંબને નૌટંકીવાળા પણ કહેવામા આવતા હતા. તો બીજી બાજુ અનુ કપૂરના મમ્મી એક ક્લાસિકલ ડાન્સર હતા અને શાળામાં ભણાવતા પણ હતા જેનો તેમને માત્ર 40 રૂપિયાનો પગાર મળતો હતો.

અન્નૂ કપૂર આજે જે મુકામ પર પહોંચ્યા છે ત્યાં પહોંચતા તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પેટનો ખાડો પૂરવા માટે તેમણે ચાનો ઠેલો લગાવવામાં પણ સંકોચ નહોતો કર્યો. એટલું જ નહીં તેમણે ચૂરણના પડિકાઓ પણ વેચ્યા છે અને જરૂર પડી ત્યારે લોટરીની ટીકીટો પણ વેચી હતી. તેઓ આર્થિક તંગીના કારણે પોતાનું ભણતર પણ પૂરુ નહોતા કરી શક્યા.

માતાથી નારાજ થઈને છોડ્યું હતું ઘર

image source

અન્નૂ કપૂરે એક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે તેમણે પોતાની માતાથી નારાજ થઈને ઘર છોડી લખનૌઉની વાટ પકડી હતી. તેમણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં જણાવ્યું કે તેઓ લખનૌમાં સ્ટેજ શો દરમિયાન વચ્ચે જે પાંચ મિનિટ મળતી તેમાં ગીતો ગાઈને થોડાઘણા રૂપિયા કમાવી લેતા હતા. તેના માટે તેમને પાંચ હજાર રૂપિયા મળતા હતા.

ધીમે ધીમે સંઘર્ષ કરતાં કરતાં તેઓ દિલ્લી પહોંચ્યા અને ત્યાં તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન મેળવ્યું. અને સાથે સાથે પોતાના પિતાની નાટક કંપની પણ જોઈન કરી લીધી હતી. તેઓ જ્યારે માત્ર 23 વર્ષના હતા ત્યારે તેમણે એક 70 વર્ષના વૃદ્ધનું પાત્ર નિભાવ્યું હતું. મહાન ડીરેક્ટર શ્યામ બેનેગલે આ નાટક જોયા બાદ ફિલ્મ મંડી માટે અન્નુ કપૂરને સાઈન કર્યા હતા. અન્નુ કપૂરને પોતાની ખરી ઓળખ ટીવી શો અંતાક્ષરીથી મળી હતી.

કેવી રીતે બન્યા અનિલ કપૂરથી અન્નુ કપૂર

image source

અન્નૂ કપૂર અને જાણીતા અભિનેતા અનિલ કપૂરે યશરાજ બેનરેની એક ફિલ્મ કરી હતી. જેમાં અન્નુ કપૂરે માત્ર ચાર જ ડાયલોગ બોલવાના હતા જેના માટે તેમને ચાર હજાર રૂપિયા વળતર મળવાનું હતું. પણ ભૂલથી તેમની પાસે 10 હજાર રૂપિયાનો ચેક આવી ગયો. હવે તમને એમ થતું હશે કે પ્રોડક્શનવાળા તો દીલદાર નીકળ્યા પણ વાસ્તવમાં અન્નુ કપૂરને અનિલ કપૂરનો ચેક આપી દેવામાં આવ્યો હતો અને અનીલ કપૂરને ચાર હજારવાળો ચેક આપવામા આવ્યો હતો. આમ થતાં અનિલ કપૂર પોતાના મોટા ભાઈ બોની કપૂર સાથે અકાઉટન્ટને ફરિયાદ કરવા યશરાજની ઓફીસે પહોંચી ગયા. અને તપાસ કરતાં ખબર પડી કે ચેકની અદલાબદલી થઈ ગઈ હતી.

બે પત્નીઓ વચ્ચે ગુંચવાઈ ગયું જીવન

image source

તેમને અભિનય ક્ષેત્રે તો સફળતા મળી ગઈ હતી પણ અંગત જીવન તેમનું અનિશ્ચિત રહ્યું હતું. તેમના લગ્નજીવનમાં ચડઉતર ચાલતી જ રહી. અન્નુ કપૂરે પોતાની પત્ની અનુપમાને ડીવોર્સ આપી દીધા હતા અને થોડા વર્ષો બાદ તેની સાથે જ ફરી લગ્ન કર્યા. અનુપમા અમેરિકામાં રહેતી હતી અને તેના કરતાં 13 વર્ષ નાની પણ હતી. લગભગ 17 વર્ષ એક સાથે રહ્યા બાદ તેમણે અનુપમા સાથે છુટ્ટાછેડા લઈ લીધા હતા.

image source

1993માં તે અનુપમાથી છુટ્ટા થયા અને 1995 અંતાક્ષરીના સેટ પર તેમની મુલાકાત અરુનિતા સાથે થઈ અને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. લગ્ન બાદ અરુનિતાને ખબર પડી કે અન્નૂ કપૂરના લગ્ન થયેલા હતા. 2001માં તેમને એક દીકરી પણ થઈ. આ દરમિયાન અન્નુનું બીજી કોઈ સ્ત્રી સાથે અફેર થઈ ગયું. જે વિષે તેમના પત્નીએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું.

image source

અરુનિતાને પાછળથી ખબર પડી કે અન્નુનું જેની સાથે અફેર હતું તે કોઈ બીજી સ્ત્રી નહીં પણ તેમની પહેલી પત્ની હતી. ધીમે ધીમે અન્નુએ અરુનિતાને રૂપિયા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તે અરુનિતાની જાણ બહાર પૂર્વ પત્નીને હોટેલમાં મળવા લાગ્યા હતા. ત્યાર બાદ અરુનિતાએ તેમને છુટ્ટાછેડા આપી દીધા હતા. અને 2008માં અનુપમા સાથે ફરી અનુએ લગ્ન કરી લીધા. અનુપમા અને અન્નુના ત્રણ દીકરા પણ છે, ઇવામ, કવાન અને માહિર. આજે વૃદ્ધત્વના ઉંમરે પણ અન્નુની કેરિયર વગર વિઘ્ને આગળ વધી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ