કોણ છે અન્ના કિઝનહોકર જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં રચી દીધો ઈતિહાસ

ટોક્યો ઓલિમ્પિક્સમાં વુમનની સાયકલિંગ રેસમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓસ્ટ્રિયન અન્ના કિઝનહોફર આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. ગણિતમાં પીએચડી કરનાર અન્ના કિઝનહોફર ઓલિમ્પિક્સમાં મહિલા સાયકલિંગ રોડ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઓલિમ્પિક ચેમ્પિયન બની છે.

Austrian Kiesenhofer pulls off women's road race Games upset
image soucre

તમને જણાવી દઈએ કે અન્નાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં મહિલા સાઈકલિંગ રોડ રેસમાં 85 માઈલનું અંતર કાપ્યું હતું. ડચની એનિમિક વેન વિલેટન પણ આ રેસમાં સામેલ થઈ હતી. રેસ દરમિયાન, તેણે લાગ્યું કે તેણીએ રેસ જીતી લીધી છે, પરંતુ ઓસ્ટ્રિયન અન્ના કીઝેનહોફરએ બાજી મારી લીધી હતી અને તે તેના દેશની ત્રીજી ગોલ્ડ મેડલિસ્ટ બની હતી. તેની જીત અંગે બ્રિટનની લિઝી ડિગનને કહ્યું, આ સ્પર્ધા સારા હરીફ દ્વારા જીતી લેવામાં આવી છે. જો કે એનિમિકને આ રેસમાં દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ તેણીની હાર થઈ છે.

ઓસ્ટ્રિયાની ૩૦ વર્ષની આ મહિલાએ ટોક્યો ઓલમ્પિકમાં ‘મહિલા સાયકલીંગ રોડ રેસ’માં સૌથી ઝડપી 137 કિલોમીટર સાયકલીંગ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

एना केसेनहोफर (डिजाइन फोटो- सोशल मीडिया)
image soucre

ઓલિમ્પીકમાં રમતવીરો ગોલ્ડ મેડલ મેળવે એ આમ જોવા જાવ તો બહુ નવાઈની વાત નથી કારણકે પ્રોફેશનલી એનું કામ જ એ છે. પરંતુ એના કિઝેનહોફર પ્રોફેશનલી રમતવીર નથી. એ એક વૈજ્ઞાનિક છે અને ફુલટાઈમ પોતાના સંશોધનના કામમાં વ્યસ્ત હોય છે આમ છતાં પ્રોફેશનલ મહિલા રમતવીરોને પાછળ રાખીને ગોલ્ડમેડલ જીતીને એણે બધાને આશ્વર્યમાં મૂકી દીધા છે.

તમને જણાવી દઈએ કે,

ઓસ્ટ્રિયાની એના કિઝેનહોફરે વિયેનાની ટેકનીકલ યુનીવર્સીટીમાંથી બી.એસ.સી. કર્યું, વિશ્વવિખ્યાત કેમ્બ્રીજ યુનીવર્સીટીમાંથી એમ.એસ.સી, કર્યું અને કેટેલોનિયાની પોલીટેકનીક યુનીવર્સીટીમાંથી પી.એચ.ડી. કર્યું. ગણિતમાં ખુબ નિપૂણ આ વૈજ્ઞાનિક એની ટીમ સાથે અત્યારે એક બહુ મહત્વના પ્રોજેક્ટ પર સંશોધન કામ પણ કરી રહી છે.

image soucre

આપણે થોડા મોટા પદ પર પહોંચીએ કે થોડી મોટી જવાબદારી આવે એટલે ‘મારી પાસે હવે સમય જ નથી રહેતો’ એવા બહાના હેઠળ આપણે શારીરિક કસરતથી આપણી જાતને દુર રાખીએ છીએ જ્યારે એના કિઝેનહોફર અત્યંત મહત્વની જવાબદારી નિભાવતી હોવા છતાં પોતાની જાતને સાયકલીંગ માટે તૈયાર કરીને એના દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

નોંધનિય છે કે,

કોઈ મહિલા વૈજ્ઞાનીકે ઓલમ્પિકનો ગોલ્ડ મેડલ જીત્યો હોય એવું કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
આપણે આપણા દેશને ગોલ્ડ મેડલ ન અપાવી શકીએ તો કોઈ વાંધો નહીં પરંતુ કમસેકમ પોતાની જાત માટે સમય કાઢીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તો બનીએ જેથી જે ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં સ્ફૂર્તિથી કામ કરીને દેશના વિકાસમાં યોગદાન આપી શકીએ.

image soucre

કીઝેનહોફરનો જન્મ 14 ફેબ્રુઆરી 1991 માં ઓસ્ટ્રિયામાં થયો હતો. તેણે 2011 થી 2013 સુધી ટ્રાઇથ્લોન અને ડ્યુઆથલોનમાં ભાગ લીધો હતો, પરંતુ ઈજાને કારણે તેની યાત્રા અટકી ગઈ હતી. ત્યારબાદ તે 2014 માં સાયકલ ચલાવવાની તરફ વળી અને નેચરિયમના કોસ્ટા બ્ર્વામાં કતલાનની ટીમમાં ફ્રિગોરિફિકસમાં જોડાઈ. આ ટીમમાં સામેલ થયા પછી, તેણે 2015 માં ગ્રાન ફોન્ડો ન્યૂયોર્ક સહિતના સાયક્લો-સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો અને તે વિજય મેળવ્યો હતો. અન્નાએ ટૂર ડી એલ’આર્ચેમાં પણ ભાગ લીધો, જેમાં તે નિષ્ફળ ગઈ. અન્ના કીઝેનહોફરના નામ પર અત્યાર સુધીમાં બે રેકોર્ડ છે. તેણે વર્ષ 2019 માં નેશનલ રોડ રેસ ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી છે, જ્યારે 2019-21 માં નેશનલ ચાઈમ ટ્રાયલ ચેમ્પિયનશીપમાં પણ તેની જીતની પાકી કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong