જલ્સા કરોને જેંતીલાલ

અંકુરિત લસણ – સવારે ભૂખ્યા પેટે અંકુરિત લસણ ખાવાથી થશે તમારા હૃદયને અને સ્કિનને અનેક ફાયદા…

જાણો સવારે ભૂખ્યા પેટે અંકુરિત લસણ ખાવુ વધુ શક્તિશાળી છે જાણો સવારે ભૂખ્યા પેટ અંકુરિત લસણ ખાવાથી આપણા શરીરમાં થાય છે શું અંકુરિત લસણ થી રાખો પોતાના હ્દયને સ્વસ્થ જાણો કેવી રીતે.

મિત્રો આજ અમે તમારા માટે જે વિષય લાવ્યા છીએ તે લસણ વિશે છે. લસણ આમ તો આયુર્વેદને અનુસાર આપણા શરીર માટે વરદાન છે. કારણ કે તેમાં ઘણાબધા અૌષધીય ગુણ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જ્યારે લસણ રાખેલુ અંકુરિત થઈ જાય છે તો તમે તેને બેકાર સમજીને ફેંકી દો છો. પરંતુ તમે એ નહિ જાણતા હોઈ કે અંકુરિત લસણ વગર અંકુરિત લસણ કરતા વધુ ફાયદો પહોંચાડે છે. અંકુરિત લસણમાં ઘણાબધા એન્ટિઓકસીડંટ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે જો તમે લાંબા સમય સુધી અંકુરિત લસણ નો પ્રયોગ કરો છો તમે તમે અનેક બિમારીઓથી દૂર તો રહેશો જ સાથે જ તેના સેવનથી તમારુ હ્દય જો નબળુ છે તેને પણ મજબૂત બનાવી દે છે.

વિભિન્ન અધ્યયનોથી પણ આ સાબિત થઈ ચૂક્યુ છે કે જ્યારે લસણ અંકુરિત થઈ જાય છે તો આ ઘણા નવા યોગિક બને છે. અને જે આપણને ઘણા નાના-નાના રોમાણુઓથી બચાવે છે. ઘણીવાર તો લસણ જાતે જ અંકુરિત થઈ જાય છે ઘણીવાર આપણે એ અંકુરિત થવા માટે રાખવા પડે છે તો આવો જાણીએ તેની વિધિ.

*લસણની કળીઓ છીલ્યા વગરની

*એક ગ્લાસ પાણી

*બે થી ત્રણ ટૂથ પિક્સ

તમે આ લસણ ની કળીઓમાં બન્ને તરફ ટૂથ પિક્સ લગાવી દો જેનાથી આ ગ્લાસ પર ટકી જાય તમારે લસણ ની કળીઓના નીચેના ભાગને થોડો પાણીમાં ડૂબાડી દેવાનો છે હવે આ ગ્લાસ ને તમે સૂરજના કિરણો વાળી જગ્યા પર રાખી દો પાંચ દિવસમાં તમારા લસણ અંકુરિત થઈ જશે. જો આ દરમિયાન ગ્લાસમાં પાણી ઓછુ થઈ જાય તો તમે બીજુ પાણી નાખી દો. તમારે આ લસણ ની એક કે બે કળીને ફોલીને રોજ ખાલી પેટ ખાવાની છે તમારે તેનો અંકુરિત થયેલો ભાગ પણ ખાવાનો છે તેનાથી તો તમને વધુ ફાયદો મળશે.

તો આવો અમે હવે તમને તેના ફાયદા જણાવીએ

હ્દય માટે ફાયદાકારક

અંકુરિત લસણ ખાવાથી આપણા હ્દયની ધમનીઓમાં બ્લોકની સમસ્યા નથી રહેતી. અને આ આપણા શરીરમાં એંજાઈમની ગતિવિધિઓ ને વધારી દે છે. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં રાસાયણિક તત્વો મળી આવે છે જેનાથી આપણા હ્દયમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે. જે આપણા હ્દયને ખૂબ સ્વાસ્થયવર્ધક લોહી છે અને આપણુ હ્દય બરાબર રીતે કામ કરે છે.

શરીરને ઈન્ફેક્શન થી બચાવે છે

અંકુરિત લસણમાં વગર અંકુરિત લસણ ની બદલે વધય એન્ટિઓકસીડંટ ની માત્રા મળી આવે છે જે આપણા શરીરને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન નથી થવા દેતા.

શરીરમાં લોહીના થક્કા નથી જામતા દેતુ

અંકુરિત લસણમાં ફાઈટોકેમિકલ્સ નામનું તત્વ મળી આવે છે જે લોહીમાં કોઈ પ્રકારના પણ થક્કા નથી જામતા દેતુ. તેના સિવાય તેમાં નાઈટ્રાઈટ પણ હોઈ છે જે મગજ અને હ્દયમાં લોહીના થક્કા નથી જામવા દેતુ.

કેન્સર સેલ્સ ને બનવા નથી દેતુ

લસણમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટિઓકસીડંટ ની માત્રા વધુ મળી આવે છે. આ બન્ને તત્વો આપણા શરીરની સફાઈ કરે છે. જેનાથી આપણા શરીરમાં કેન્સર કોશિકાઓ ઉત્પન્ન નથી થઈ શકતી.

ચહેરાની કરચલીઓ અને વધતી ઉંમર માટે

તમે બધા જાણો છો કે એન્ટિઓકસીડંટ શરીરના ફ્રી રેડિકલ્સને ખતમ કરીને એંટિએજિંગને રોકે છે. જેનાથી આપણને જલ્દી ઘડપણ નથી આવતુ. ન તો ચહેરા પર કરચલીઓ જલ્દી આવે છે.

ઈમ્યુનિટી સિસ્ટમને વધારે છે

અંકુરિત લસણમાં એન્ટિઓકસીડંટ ની માત્રા વધુ હોઈ છે જેનાથી આપણી રોગપ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. અને તેનાથી શરદી સળેખમ અને વાયરલ જેવી સમસ્યાઓ નથી થતી. જો તમારા મોં થી દુર્ગંધ આવે છે તો તમે ફુદીનો, પાલક અને દૂધ સાથે પણ તેનું સેવન કરી શકો છો. તો ચાલો હવે જાણીએ અંકુરિત લસણ વિશે અમુક ખાસ વાતો.

તથ્ય ૧

લસણ અંકુરિત થવાનો અર્થ છે કે તેની ઉંમર વધી રહી છે ના કે તે ખરાબ થઈ રહ્યુ છે. તમે અંકુરિત લસણ નો પ્રયોગ ભોજન બનાવવામાં કરી શકો છો પરંતુ જો લસણ પર કાળા ડાઘ ધાબ્બા પડી ગયા છે તો તેને ફેંકવુ જ સારુ રહેશે. ધાબ્બા પડેલા લસણ ખરાબ હોઈ છે.

તથ્ય ૨

લસણ ના અંકુરિત ભાગ એટલે લીલા થઈ રહેલા ભાગને કાપીને અલગ કરી દો અને બાકી વધેલા ભાગનો ભોજનમાં પ્રયોગ કરો. આ લસણ ભોજનનો સ્વાદ અને ફ્લેવર બન્ને જ વધારે છે.

તથ્ય ૩

સેહત વિશેષજ્ઞો નું માનીએ તો હ્દયના સ્વાસ્થય માટે અંકુરિત લસણ, સામાન્ય લસણ ની તુલનામાં વધુ ફાયદાકારક હોઈ છે. ચોખા, ફળિયા અને નટ્સની જ જેમ લસણ ના ગુણ પણ સમયની સાથે વધતા રહે છે.

તથ્ય ૪

અંકુરિત લસણમાં ફાઈટોકેમિકલ્સ હોઈ છે જે અમુક પ્રકારના કેન્સરને ફેલાવાથી રોકવામાં મદદ કરે છે. તેના સિવાય અંકુરિત લસણમાં અત્યાધિક એન્ટિઓકસીડંટ મળી આવે છે જે બિમારીઓથી શરીરની રક્ષા કરે છે.

તથ્ય ૫

અંકુરિત લસણમાં અમુક એવા તત્વો પણ ઉપલબ્ધ હોઈ છે જે કેન્સર જે જન્મ આપતા તત્વો એટલે કે કાર્સિનોજેન ને વધવાથી રોકે છે. આ પ્લેગ અને હ્દય સબંધિત રોગોથી પણ બચાવે છે.

તથ્ય ૬

અંકુરિત લસણ નું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. જો તમે સળેખમ રહે છે તો તમારે પોતાના ભોજનમાં અંકુરિત લસણ ને શામેલ કરવુ જોઈએ. માત્ર ૫ દિવસ સુધી અંકુરિત લસણ નું સેવન કરવાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી શકે છે.

તથ્ય ૭

અંકુરિત લસણ ઉંમર વધવાની પ્રકિયાને પણ ધીમી કરી દે છે એટલે કે એંટિએઝીંગ ખાદ્ય છે. આ શરીરના ઘણા અંગોમાં ઉંમર વધવાની પ્રકિયાને રોકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version