જો એકવાર અપનાવશો આ ઘરેલુ ઉપચાર, તો આંખની કોઇ પણ સમસ્યા ચપટીમાં થઇ જશે દૂર…

આંખોમાં થતી બળતરા અને ખંજવાળની કેવી સારવાર કરવી જાણી લો…

image source

આંખો એ શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. દિવાળી બાદથી વાતાવરણમાં હવાનું પ્રદૂષણ વધવા લાગતું હોય છે. તેનાથી શ્વસન સંબંધી રોગો જ નહીં પણ બળતરા, ખંજવાળ અને આંખોમાં લાલાશ પણ આવતી હોય છે.

ખાસ કરીને શિયાળામાં સૂકી હવા ફૂંકાવાના કારણે આંખોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને કારણે આંખો ભારી થવાની કે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે.

image source

હવેના સમયમાં આંખોની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. લોકો ચશ્માં પહેરે છે અથવા લેન્સ લગાવતા લોકોને પણ આવી ૠતુમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં, અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જે આંખમાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે. ચાલો તમને જણાવીએ કે આંખોમાં બળતરા અને ખંજવાળથી કેવી રીતે રાહત મળે છે.

image source

કેટલાક તબીબી સંશોધન મુજબ આંખોની સપાટી પર પણ એક ખાસ પ્રકારનું પ્રવાહી હોય છે. જેને વિક્સ લિક્વિડ કહે છે.

જો તમે તમારી આંખોને બળતરા અથવા ખંજવાળથી બચાવવા માંગતા હો, તો તો તાજા પાણીથી આંખો સાફ રાખવી જોઈએ. પાણીને બદલે, અહીં અમે એક એવું પ્રવાહી વિશે જણાવીએ છીએ જેનો ઉપયોગ કરીને તમે તમારી આંખોની સંભાળ રાખી શકો છો…

એરંડિયાનું તેલ

image source

આંખના ડોક્ટર્સનું કહેવું છે કે એરંડાનું તેલ આંખોને સારી રીતે રાહત આપે છે. તેના ઉપયોગથી લાલાશ, બળતરા અને ખંજવાળ થાકથી મુક્તિ મેળવી શકાય છે. આવો જાણીએ તેનો ઉપયોગ કઈ રીતે કરવો…

એરંડિયાના તેલના ઉપયોગની રીત…

એરંડા તેલને થોડું વાટકીમાં લઈને ગરમ કરો અને તેને ઠંડું પડી જવા દો. હવે તેમાં રૂ નાખીને તેને એકદમ પલાળી દો. તે તેલને બરાબર શોષી લે એટલે કપાસને સારી રીતે નીચોવીને તેમાંથી વધારાનું તેલ દૂર કરો.

image source

હવે તેનું પહોળું પોતું બનાવી લો અને તેને આંખો પર રાખો અને તેને અડધો કલાક સુધી રાખી મૂકીને આંખોને આરામ કરવા દો.

ગુલાબજળ

image source

ગુલાબજળ આંખોમાં એકઠા થતી ગંદકીથી છુટકારો મેળવે છે. જે ચેપ અટકાવવા સાથે તમારી આંખોમાં બળતરા કરતું નથી.

ગુલાબ જળના ઉપયોગની રીત…

આંખોમાં ૧ કે ૨ ટીપા દરરોજ ગુલાબજળ નાંખો. હવે તમે ગુલાબ જળ નાખીને કપાસનું પહોળું પોતું બનાવી લેવું અને તેને આંખો પર રાખી દેવું.

image source

આ પ્રયોગ તમે સૂવા પહેલાં દરરોજ કરી શકો છો અથવા થાક લાગ્યો હોય ત્યારે આરામ કરવા સમયે પણ કરવાથી રાહત મળે છે. ગુલાબ જળની સુગંધથી પણ રાહત અનુભવાય છે અને તણાવ મુક્ત થવાય છે.

ઠંડુ કે કાચું દૂધ

image source

ઠંડુ દૂધ અથવા તો કાચું દૂર પણ આંખો માટે ખૂબ ફાયદાકારક છે. તેને કારણે આંખોના સ્નાયુઓના તણાવને રાહત મળે છે અને સુકાયેલ આંખોના પડળને પણ મોઈશ્ચરાઈસ્ડ કરે છે.

દૂધના ઉપયોગની રીત

આંખો ઉપર ઠંડા દૂધ કે કાચા ગરમ કર્યા વિનાના જ દૂધનો ઉપયોગ કરવો. હવે રૂના એક જ કદના બે એકસરખાં પોતાં બનાવવાં તેને વાટકીમાં લઈને આ રૂના પોતાંમાં ડૂબાડવું.

image source

હવે આંખો પર રાખવા પહેલાં એક કે બે ટીપાં આંખોમાં મૂકો અને તેની પર પોતાં મૂકી દ્યો. આંખોમાં બળતરાથી રાહત મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

જો તમને ભીના પોતાં આંખો પર મૂકવા પસંદ ન પડતાં હોય તો આ પ્રયોગ પણ કરવા જેવો છે…

કાકડીનું છીણ કે પતાકાં…

image source

કાકડી એ સૌથી ઠંડી શાકભાજી છે. તેનું ખમણ કરીને તેને એકદમ નીચોવી લો. હવે આ ખમણને આંખોના પોપચાં ઉપર રાખી લેવું.ઓછામાં ઓછું અડધો કલાક આ રીતે કાકડીનું છીણ કે કાકડીના ગોળ પતાકાં રાખવાથી આંખોને એકદમ ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે.

બટાકાનો ઉપયોગ…

image source

બટાકામાં કુદરતી સ્ટાર્ચ હોય છે, અને તે ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આંખોની બળતરા, ઇન્ફેક્શન અને આંખોની આસપાસ થતાં કુંડાળાને દૂર કરવા આ પ્રયોગ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.

ઉપયોગની રીત જાણી લો…

image source

કાચા બટાકાનું મોટું છીણ બનાવી લો. હવે તેને આંખોના પોપચાં અને આજુબાજુની ત્વચા ઉપર રાખી મૂકો અને સીધું માથું રાખીને સૂઈ જાવ.આ રીતે તમે પાતળાં અને ગોળ પતીકાં પણ કાચા બટાકાના કાપીને રાખી મૂકી શકો છો. આંખોને તાજગી અનુભવાશે અને ઠંડક પણ લાગશે.

પપૈયું…

image source

પપૈયું આમેય આંખો માટે ખૂબ જ અકસીર ફળ છે. તેમાંથી આપણને વિટામિન એ ભરપૂર માત્રામાં મળે છે. પણ તેનો ઉપયોગ આંખોની બળતરાને રાહત આપવામાં પણ ઉપયોગી થઈ શકે છે.

જે રીતે કાકડીનો કે કોથમીરનો રસ આંખમાં રાખવાથી રાહત અને ઠંડક મળે છે તે રીતે એકદમ પાકાં પપૈયાંનો પલ્પ પણ આંખોના પોપચાં ઉપર લગાવવાથી સારું એવું મોઈશ્ચરાઈઝર મળી શકે છે. જ્યારે આંખો સૂકાયેલી લાગે કે પછી બળતરા જણાય ત્યારે આ ઉપાય પણ કરી જોવા જેવો છે…

image source

આંખોની કાળજી માટે આ બાબતોને ધ્યાનમાં રાખવું…

જેમને વધુ સમય કોમ્યુટરની સામે બેસવાનું રહે છે તેમણે આ પ્રયોગમાંથી કોઈનો પણ વારંવાર ઉપયોગ જરૂર કરવો જોઈએ. જેઓ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે તેમણે ક્લિનઝર લિક્વીડની એક્સપાયરી ડેટ અને તેની હાઈજીન વિશે પણ કાળજી રાખવી જોઈએ.

લેન્સ પહેરતી વખતે તેને બરાબર સાફ કરીને પહેરવા અને જોવું કે તે એકદમ ટ્રાન્સપેરેન્ટ અને સોફટ થઈ ગયા છે કે નહીં અને તેની ઉપરનું પ્રોટીન બરાબર સાફ થયું છે કે નહીં. અવારનવાર ચશ્માના નંબર આઈ સ્પેશિયાલિસ્ટ પાસે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.

image source

ખંજવાળ, બળતરા કે આઈ ઇન્ફેક્શન જણાય તો પણ તરત જ ડોક્ટર પાસે જઈને યોગ્ય તપાસ કરાવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ