જો તમે આ છોડની પૂજા કરશો તો માં લક્ષ્મી થશે પ્રસન્ન, અને સાથે આ લાભ તો ખરા જ

આ છોડની સેવા કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી આપની પર થાય છે પ્રસન્ન, દેવી લક્ષ્મીની કૃપા સદૈવ આપની પર બની રહે છે.

ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં જણાવ્યા મુજબ કેટલાક એવા ઝાડ અને છોડ હોય છે જેમાં દેવોનો વાસ હોય છે તો કેટલાક એવા ઝાડ અને છોડ હોય છે જે દેવી અને દેવતાઓને પ્રિય પણ હોય છે. આવો જ એક છોડ છે જે ધનની દેવી માતા લક્ષ્મીને પણ અત્યંત પ્રિય છે. એવું કહેવામાં આવે છે કે, આ છોડની સેવા કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શિવ બંને આપની પર પ્રસન્ન થાય છે. એટલું જ નહી, માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ આપની પર જળવાઈ રહે છે.

image source

હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કેટલાક ઝાડ અને છોડનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ જણાવવામાં આવ્યું છે.

કેટલાક ઝાડ અને છોડ એવા હોય છે જેનાથી આપણને કેટલાક ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘર કે પછી ઘરની આસપાસ આવા ઝાડ અને છોડના હોવાથી જ એનો લાભ પ્રાપ્ત થવા લાગે છે. આવા છોડવાઓ અને ઝાડમાં આંકડાનો છોડ પણ સામેલ કરવામાં આવ્યો છે.

image source

આંકડાનો છોડ જો આપના ઘરની સામેની તરફ છે તો તેનાથી આપને અત્યંત લાભ થઈ શકે છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આંકડાના ફૂલને શિવલિંગ પર ચઢાવવાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને આપને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

image source

આંકડાનો છોડ આપે ઘરના મુખ્ય દ્વાર કે પછી ઘરની સામે હોય છે તો ખુબ જ શુભ માનવામાં આવે છે. આંકડાના છોડના ફૂલ સામાન્ય રીતે સફેદ રંગના હોય છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોના વિદ્વાનોના જણાવ્યા મુજબ કેટલાક જુના આંકડાઓના મૂળમાં શ્રીગણેશજીની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે. જે સાધકો ને લાભ પ્રદાન કરે છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે પણ ઘરની સામેની તરફ કે પછી મુખ્ય દ્વારની નજીક આંકડાનો છોડ હોય છે તો તેવા ઘર પર ક્યારેય પણ કોઈ નકારાત્મક શક્તિ પોતાનો પ્રભાવ બતાવી શકતી નથી. એના સિવાય જે ઘરોની સામેની તરફ કે પછી ઘરના મુખ્ય દરવાજાની નજીક આંકડાનો છોડ હોય છે તેવા ઘરમાં રહેતી વ્યક્તિઓને ક્યારેય પણ તાંત્રિક બાધાઓ હેરાન કરી શકતી નથી.

image source

આંકડાના છોડને ઘરની આસપાસ રાખવાથી આંકડાનો છોડ આપના ઘરને સકારાત્મક ઉર્જાથી હરિ દેતા હોય છે અને ઘરના વાતવરણને પણ પવિત્ર રીતે જળવાઈ રહે છે. જેથી આપણને સુખ- સમૃદ્ધિ અને ધન પ્રદાન કરે છે. આવી વ્યક્તિઓ પર દેવી મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે અને જ્યાં જ્યાંથી લોકો કાર્ય કરે છે ત્યાંથી એમને લાભ પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ