જલ્સા કરોને જેંતીલાલ

ડોક્ટર અંજલિ અને માસ્ટર બ્લાસ્ટર સચિનની દીકરી સારાની સોશિયલ મીડિયામાં ફેનફોલોઇન્ગ વધી રહી છે…

સારા સચિન તેંડુલકર, ફેશન અને ખૂબસૂરતીમાં અન્ય સેલિબ્રિટી ડોટર્સથી કમ નથી; સોશિયલ મીડિયામાં પણ છે ખૂબ પોપ્યુલર… તેના ફોટોઝ જોયા કે નહીં? ડોક્ટર અંજલિ અને માસ્ટર બ્લાસ્ટર સચિનની દીકરી સારાની સોશિયલ મીડિયામાં ફેનફોલોઇન્ગ વધી રહી છે…


આપણે ઘણીવખત આપણાં ફેવરિટ સ્ટાર્સના બાળકો વિશેની ચર્ચા જોતાં હોઈએ છીએ. ક્યારેક તેમના નખરાં કે કોઈ વિવાદોની પણ વાતો થતી હોય છે. કેટલાંક સ્ટાર કિડ્સની સોશિયલ પોરોફાઈલ પોસ્ટ ટ્રોલ કે વાઈરલ થતી હોય છે. તો કોઈ એરપોર્ટ કે હોટેલમાં પાર્ટી કરતાં ઝડપાયા હોય તેવા ફોટોઝ કે વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં ફરતા થઈ જાય છે. આજની નવી પેઢીના અનેક સ્ટાર કિડ્સમાં એક પેરેન્ટ એવા ખુશ નસીબ પણ છે જેમણે પોતાના બાળકો અંગેની આવી કોઈ તકલીફ ભોગવવાનો હજુ સુધી વારો જ નથી આવ્યો.


વેરિફાઈડ સેલિબ્રિટી પ્રોફાઈલ છે સારા તેંડુલકરનું…

બંને પેરેન્ટ્સ છે સેલિબ્રિટી અને બંને બાળકો સોશિયલ મીડિયા પર છે એક્ટિવ છતાં પણ કોઈ વિવાદ હજુ સુધી થયો હોય એવું નોંધાયું નથી. સારાના અનેક વખત ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ઉપર શેર કરે છે. તેનું આ પ્રોફાઈલ અન્ય સેલિબ્રિટીની જેમ જ વેરિફાઈડ કરાયેલું છે. જેમાં તે અવારનવાર પોતાના ફોટોઝ મૂકે છે. જેને બહોળા પ્રમાણમાં લાઈક્સ અને કોમેન્ટ્સ મળે છે. તેની આ પ્રોફાઈલમાં અત્યાર સુધીમાં ૫૭૭ હજાર જેટલા ફોલોઅર્સ છે…


ઇન્સ્ટાગ્રામમાં તેના સુંદર ફોટોઝ કર્યા છે પોસ્ટ

સારાએ જૂન મહિનામાં ફાધર્સ ડેના દિવસે પિતાએ ઉંચકી હોય તેવો નાનપણનો ફોટો શેર કર્યો છે. તેમાં તેમણે સચિન તેંડુલકરનું ઓફિશિયલ પ્રોફાઈલ ટેગ કર્યું છે. જેમાં બહુ બધી કોમેંટ્સ આવી પણ આવી છે. ફોટોમાં સારા ખૂબ જ ક્યુટ લાગે છે. કહેવાય છે કે દીકરીઓનો ચહેરો પિતા સાથે મળતો આવે તો તે લકી હોય છે. સારા એકદમ તેના પિતા જેવી જ લાગે છે. આંખો અને સ્મીત પણ તેનું મળતું આવે છે.


સારાએ તેના ભાઈ અર્જૂનને બર્થ ડે વીશ કરવા પણ ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો છે. માય અધર હાફ લખ્યું છે અને હેપ્પી બર્થ ડે લિટલ માઉસ કહ્યું છે. આ ફોટો તેમનો નાનપણનો છે. ફેન્સ લોકોની કોમેન્ટમાં કોઈએ લખ્યું છે કે સારા નાનપણમાં આલિયા ભટ્ટ જેવી લાગે છે અને અર્જૂન જ્સ્ટીન બીબર જેવો.. સારાની ઇંસ્ટા પ્રોફાઈલ પર તેના બીજા અનેક ખૂબસૂરત ફોટોઝ જોઈ શકશો. જેમાં તે ફેશનેબલ ડ્રેસિસ અને પોઝમાં ભારત તેમજ વિદેશી લોકેશનમાં ફોટોઝ પડાવેલા જોઈ શકાશે.


સારા તેંડુલકર હાલમાં કર્યો છે વિદેશમાં અભ્યાસ

એકવીસ વર્ષની સારા ટેન્ડુલકરે મુંબઈની ધીરુભાઈ અંબાળી સ્કુલમાંથી અભ્યાસ કરીને આગળનું ભળતર વિદેશમાં કર્યું છે. તે ગ્રેજ્યુએશનનો કોર્ષ કરવા માટે લંડનની મેડિસિન કોલેજમાંથી પાસ કરી લીધું છે. આગ હવે શું કરશે તે તેના ભવિષ્યમાં કંઈક ખાસ જરૂર કરશે એવું તેની પ્રોફાઈલ મેન્ટેન્સ પરથી જરૂર ખ્યાલ આવે છે. જેની માતા એક સેલિબ્રિટી ડોક્ટર હોય અને પિતા ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા હોય તે દીકરી અન્ય સ્ટાર કિડ્સની જેમ માત્ર અટેન્શન મેળવવા માટે નથી મૂકતી પરંતુ દરેક પોસ્ટ્સ સમજીને સુંદર રીતે મૂકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version