અંજીરના ઔષધીય લાભો જાણી તમે તેનું સેવન આજથી જ ચાલુ કરી દેશો.

સુકામેવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. દરેક સુકામેવા આપણા શરીરને અલગ અલગ રીતે ફાયદો પહોંચાડે છે.

અંજીર એક એન્ટીઓક્સીડન્ટ ફળ છે. ખાસ કરીને જે લોકોને ડાયાબીટીસ હોય, જેમને શુષ્ક ગળાની ફરિયાદ રહેતી હોય, જેમના શરીરમાં બળતરા કે સોજા રહેતા હોય, અલ્સર હોય તેવા લોકો માટે અંજીર ઉત્તમ ફળ છે.

1. અંજીર તમારા પાચક ટીશ્યુ ઉત્પન્ન કરે છે અને તમારી લીવર પણ શુદ્ધ કરે છે. અને જે લોકોને અંજીર ભાવતા હોય તેમને એ જણાવી દઈએ કે અંજીરથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

2. જો તમે રોજ એક અંજીર ખાતા હોવ તો તમને ધોળા વાળની સમસ્યા નહીં રહે અને તમારી ત્વચાનો રંગ પણ જળવાઈ રહેશે અને અંદરથી ત્વતા હેલ્ધ બનશે.

OLYMPUS DIGITAL CAMERA

3. લિવરના સોજાને દૂર કરવા માટે તમે વાઈનમાં અઠવાડિયા સુધી સુકુ અંજીર પલાળીને તેને દીવસમાં બે વાર ખાશો તો રાહત રહેશે. ધીમે ધીમે લિવરને લગતી તકલીફો દૂર થશે.

4. જો તમારી પેશાબની થેલીમાં કોઈ રોગ હોય, અસ્થમા, વાઈ આવવી, થાક લાગવા જેવી સમસ્યા રહેતી હોય તો તેને દૂર કરવા તમારે નિયમિત અંજીરનું સેવન કરવું જોઈએ. અંજીરના નિયમિત સેવનથી શ્વાસને લગતી બિમારીમાં રાહત મળે છે.

5. અંજીર પોષકતત્ત્વોથી ભરપુર હોય છે અને તેનાથી આંતરડાના રોગોમાં રાહત મળે છે. અને જો આંતરડા સ્વસ્થ રહેશે તો પેટ સ્વસ્થ રહેશે અને પેટ સ્વસ્થ રહેશે તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

6. સુકા અંજીરમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. તેમાં પાણી નથી હોતું. અંજીરમાં કેલ્શિયમ અને ફાયબર અન્ય ફળો કરતા વધારે હોય છે. કેલ્શિયમનું પ્રમાણ વધારે હવાથી તમારા હાડકા પણ મજબુત થાય છે. માટે બાળકો માટે પણ તે ઘણું સ્વાસ્થ્ય દાયી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ