જાણો – અંજીર શા માટે પલાળીને જ ખાવું જોઈએ?

રોજ ફક્ત બે પલાળેલા અંજીર ખાઓ અને જુઓ તેની તમારા શરીર પર જાદૂઈ અસર, અનેક બીમારીઓને તમારા શરીરમાંથી છૂ કરી દેશે

image source

આયુર્વેદ તેમજ આધુનિક મેડિકલ સાયન્સમાં પણ સુકામેવાને અત્યંત હેલ્ધી માનવામા આવ્યા છે. આમ તો સુકામેવામાં સૌથી પોષણયુક્ત જો કોઈ ફળ હોય તો તે છે બદામ. બદામ શરીરને લગતી ઘણી બધી તકલીફો દૂર કરે છે તેમજ સૌંદર્ય પણ વધારે છે આ ઉપરાંત તે શરીરને અઢળક પોષણ પણ પુરુ પાડે છે. પણ ત્યાર બાદ જો કોઈ સુકા મેવાનો નંબર આવતો હોય તો તે છે અંજીર.

અંજીરમાં ભરપુર પ્રમાણમાં શક્તિ આપતાં ગુણો હોય છે જેની સામે તેમાં ઘણી અછી કેલેરી હોય છે માટે તે શરીરને શક્તિ તો આપે છે પણ તેની સામે શરીરને ચરબી નથી આપતું એટલે કે શરીરને મેદસ્વી નથી બનાવતું. આ ઉપરાંત તેનાથી શરીરમાંનું ડાયાબીટસ કંડ્રોલ થાય છે, તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે, અને સૌથી ઉત્તમ બાબત એ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે તેમજ કેન્સર પર પણ મહદઅંશે નિયંત્રણ રાખે છે.

image source

આ બધા જ સ્વાસ્થ્ય લાભો તમે માત્ર રોજ બે પલાળેલા અંજીર ખાઈને મેળવી શકો છો. પણ અંજીરની ખાસિયત એ છે કે તે મહિલાઓ માટે વધારે સ્વાસ્થ્યદાયી છે. પણ તે સ્વભાવે ગરમ હોવાથી મહિલાઓ તેને ખાવાનું ટાળતી હોય છે. પણ તે ખોટી માન્યતા છે. તે ચોક્કસ ગરમ છે પણ તેની મહિલાઓ પર કોઈ આડઅસર નથી થતી. જો તેને પ્રમાણસર ખાવામાં આવે તો. તેને તમે કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો.

અને જે મહિલાઓનો પોતાનો કોઠો ગરમ હોય તેમણે અંજીર પલાળીને ખાવા જોઈએ. આમ કરવાથી અંજીરની ગરમ તાસીર બદલાઈ જશે અને તે તમારા શરીરને નુકસાન નહીં પહોંચાડે. તો ચાલો જાણીએ રોજ બે અંજીર કેવી રીતે ખાવા તેમજ તેના ફાયદાઓ વિષે.

image source

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પલાળેલા અંજીરમાં ભરપુર પ્રમાણમાં ફાયબર હોય છે. અને અંજીરમાં રહેલા આ રેશાઓ શરીરમાં તરત જ ઓગળી જાય તેવા હોય છે અને તેના કારણે તમારું પેટ તમને લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમને બહુ જલદી ભુખ નથી લાગતી. તેમજ રેશા હોવાથી કબજીયાતની સમસ્યા પણ નથી રહેતી.

અંજીરમાં શરીર માટે ગુણકારી વિમાટિન્સ તેમજ મિરલ્સ જેવા કે એ, બી1, બી2, મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને કોપરથી ભરપુર હોય છે. તેમાં ફ્લેવોનોઇડ્સ અને પોલીફેનોલ હોય છે, તે એંટી ઓક્સિડેન્ટ છે જે ફ્રી-રેડિકલ્સથી થતાં જોખમોથી શરીરને દૂર રાખે છે.

image source

આયુર્વેદ પ્રમાણે અંજીરમાં સમાયેલા આ વિવિધ વિટામીન્સ તેમજ મિનરલ્સ પુરતાં પ્રમાણમાં હોવાથી તાજા એટલે કે લીલા ફ્રુટના સ્વરૂપનાં જે અંજીર હોય છે તેની સરખામણીએ સુકા અંજીરમાં શર્કરા તેમજ ક્ષારનું પ્રમાણ ત્રણ ગણું વધારે હોય છે.

માત્ર બે પલાળેલા અંજીર અને અઢળક ફાયદા

હાડકા મજબુત બનાવે છે રોજના માત્ર બે પલાળેલા અંજીર

image source

અંજીરમાં કેલ્શિયમ પણ ભરપુર પ્રમાણમાં હેય છે. અને સ્ત્રીઓને પાંત્રીસ વર્ષ વટાવ્યા બાદ હાડકા તેમજ સાંધાની સમસ્યાઓ રહેતી હોય છે. જો સ્ત્રીઓ નિયમિત રોજ બે પલાળેલા અંજીર ખાવાના રાખે તો તેમના હાડકા મજબુત બને છે અને ગઢપણમાં પણ તેઓ સ્વસ્થ રીતે હરી ફરી શકે છે.

સ્વસ્થ હૃદય

અંજીરમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ હોય છે જે હૃદયને લગતી લગભગ બધી જ બિમારીઓને કાબુમાં રાખે છે. રોજ બે પલાળેલા અંજીર સવારે નાશ્તાના સમયે ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે.

ડાયાબીટીસમાં રાહત

image source

આજે ડાયાબીટીસનો રોગ દીવસે ને દીવસે વકરતો જઈ રહ્યો છે. સામાન્ય રીતે તો ડાયાબીટીસ એ વારસાગત રોગ છે પણ લાઈફસ્ટાઇલના કારણે હવે જે ઘરમાં કોઈને પણ ડાયાબીટસ ન હોય ત્યાં પણ જોવા મળે છે. રોજ નિયમિત બે અંજીર સવારે નાશ્તાના સમયે ખાવાથી શરીરમાંની બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

ત્વચાને યુવાન રાખે છે

image source

જો સ્ત્રીઓ રોજ બે પલાળેલા અંજીર ખાવાનો નિયમ બનાવી લે તો તે વધતી ઉંમરની નીશાનીઓ છૂપાવી શકે છે. તેના માટે મહિલાઓએ રોજ રાત્રે અથવા તો વહેલી સવારે બે અંજીર પલાળી દેવા અને સૌ પ્રથમ તેનુ પાણ પી જવું અને ત્યાર બાદ અંજીરને બરાબર ચાવીને ખાઈ લેવા.

કબજીયાતમાં કાયમી રાહત

image source

જે લોકોને લાંબા સમયથી કબજીયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ અંજીર અકસીર ઔષધી જેવું કામ કરે છે. કારણ કે ઉપર જણાવ્યું તે પ્રમાણે અંજીરમાં અઢળક રેશા હોય છે. માટે કબજીયાતવાળા લોકોએ પોતાના રોજિંદા ખોરાકમાં ઓછામાં ઓછા બે અંજીરતો નિયમિત ખાવા જ જોઈ. તેનો નિયમિત પ્રયોગ તમને તમારી આ કાયમી કબજીયાતની સમસ્યાથી છૂટકારો અપાવશે.

બાળકો માટે ગુણકારી

image source

તમે તમારા બાળકોને પણ રોજ એક અંજીર આપી શકો છો. બાળકો જો પલાળેલું અંજીર ખાતા હોય તો ઉત્તમ પણ જો તેઓ સુકું અંજીર ખાવા માગતા હોય તો પણ તે તેમને ઘણો લાભ કરે છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે અંજીરમાં અઢળક વિટામીન્સ તેમજ ખનીજતત્ત્વો રહેલા છે. જેમાં કેલ્શિયમનો પણ સમાવેશ થાય. છે જો રોજ બાળકો નિયમિત પણે એક અંજીર ચાવી જાય તો તેમના હાડકા બાળપણથી જ મજબુત બની જાય છે અને તેમને ગઢપણમાં પણ કોઈ સમસ્યા નથી રહેતી.

મેદસ્વીતા દૂર કરતી જડીબુટ્ટી

image source

પલાળેલા અંજીર વજન ઘટાડવા માટેની જડીબુટ્ટી સમાન છે. કારણ કે પલાળેલા અંજીરમાં ફાઈબરનું પ્રમાણ પુષ્કળ હોય છે. તેના કારણે તમારું પાચનતંત્ર નિયમિત રહે છે. આ સિવાય જો રોજ સવારે બે પલાળેલા અંજીર નિયમિત રીતે ખાવામાં આવે તો તેને ખાધા બાદ ઘણા લાંબા સમય બાદ ભૂખ લાગે છે અને તેની આ જ ખાસિયત તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ