શું તમે ઊંંઘ આવે એના માટે લો છો કોઇ દવા? તો કરી દેજો બંધ નહિં તો પસ્તાશો પાછળથી

જો અનિદ્રા તમારી સમસ્યા બની રહી છે, તો આ રહ્યા એનાથી બચવાના ઉપાય…

દેશમાં સતત લોકડાઉન વધતા જતા સંક્રમણના કારણે નવા રંગરૂપ સાથે વધતું જઈ રહ્યું છે. એવામાં કોરોના વાયરસના કારણે અત્યારે તમામ લોકો પોતપોતાના ઘરમાં જ ભરાયેલા છે. જાગવા સુવાના અને જમવાના બધા જ ટાઈમટેબલો ખોળવાઈ ચુક્યા છે. પરિણામે હાલમાં લોકોને સૌથી વધુ સમસ્યા ઊંઘની થઇ રહી છે. જો કે રોગના ટેન્શન અને ભયના કારણે પણ અવનવી સમસ્યાઓ ઉદભવી રહી છે, ત્યારે આજે આપને અનિદ્રા વિશે જરૂરી માહિતી આપવા જી રહ્યા છીએ.

image source

બપોરના સુવાના કારણે અથવા અન્ય કારણોસર પણ રાત્રે સુવામાં પડતી તકલીફો સામાન્ય છે, ત્યારે ઊંઘની ગોળીઓનો ઉપયોગ વિનાશક થઇ શકે છે. કારણ કે આ દવા લઈને ઊંઘ તો આવે છે પણ એ પ્રાકૃતિક ન હોવાથી શરીરને નુકશાન પણ કરે છે. આપણે ફિલ્મોમાં જોયું છે ઊંઘની દવાથી આત્મહત્યાના પ્રયાસ એ જ બાબત આં દવાની ભયાનકતા દર્શાવે છે. એવામાં અમે આપના માટે એવા વિકલ્પો લઈ આવ્યા છીએ જેનાથી તમારી ઉંઘ પણ સારી રીતે પૂર્ણ થાય અને કોઈ નુકશાન પણ ન થાય.

image source

જો તમે રાત્રે પુરતી ઊંઘ નથી લઇ શકતા તો તો તમને અન્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે, જેમ કે થાક લાગવો, કંટાળો, બેચેની, દિવસે ઉંઘ આવવી, વજનમાં વધારો અથવા ઘટાડો થવો, યાદશક્તિ નબળી થઇ જવી, આશક્તિ અનુભવાવી એની સાથે હતાશા પણ હોઈ શકે છે. આ લોકડાઉન દરમિયાન માનસિક લેવલે પણ ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. કામ ન હોવાના કારણે જીવન યાપનના કરને પણ ચિંતાનું વધતું પ્રમાણ અસર કરી શકે છે.

image source

જો કે ઊંઘ ન આવવાના કારણે તમે સુવા માટે ઊંઘની દવા પસંદ કરો એ યોગ્ય વિકલ્પ નથી. જો તમને દવાના ઉપયોગ સિવાય પૂરી ઊંઘ લેવી હોય તો આ આસાન રીત અપનાવીને ઊંઘની સમસ્યામાંથી સાથે છુટકારો મેળવી શકો છો. મેડીટેશન અને કસરત આ બધામાંથી છૂટવા સૌથી યોગ્ય માધ્યમ છે. તમે દિવસના રૂટિન મુજબ એનો પ્રયોગ કરી શકો છો એનું ટાઈમટેબલ બનાવો અને તેનું રોજ પાલન કરો.

image source

આ કસરત સાથે દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ. એવું મનાય છે કે જે લોકો ખૂબ જ વધારે માત્રામાં દારૂ પિતા હોય છે તેમને અનિદ્રાની સમસ્યા પણ વધુ રહે છે. આવા લોકો નશામાં એકવાર સુઈ તો જાય છે, પરંતુ વચ્ચે જ ઊંઘ તૂટી જાય છે. અને દરેક રીતે સાથે તમે પણ તૂટી જાવ છો. કારણ કે આ અનિદ્રાનો યોગ્ય ઉપચાર નથી, ક્ષણિક સમયનો લાભ મોટું નુકશાન આપે છે.

image source

અત્યારે મોબાઈલ એમાં સૌથી મોટું કારણ બને છે, એટલે રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. તમારી આંખને જેટલું શક્ય હોય એટલું મોબાઈલની લાઈટથી બચાવો. સૂતી વખતે સારા પુસ્તકો વાંચવાથી અથવા લખવાની આદત વિકસાવવાથી પણ રાહત મળે છે. લખવા વાંચવાની આદત તમારા મનના ભારને હળવું કરે છે, જેનાથી ઉંઘની અછત અનુભવાતી નથી. મગજ પણ હળવુંફૂલ થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ