બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની આ વાત જાણીને તમે પણ બોલી ઉઠશો વાહ, અને આપણાં દેશ પર થશે ગર્વ

ઓટીટી પર રિલીઝ થયેલી દિગગજ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ એકે વર્સેઝ એકે દેશમાં તો વખાણ સાંભળી જ રહી છે, હવે આ ફિલ્મને વિદેશોમાં પણ વખાણ મળવાનું શરૂ થઈ ગયું છે. મુંબઈની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ સલ્મડોગ મિલેનિયર બનાવીને ઓસ્કર જીતનાર નિર્દેશક ડેની બોયલે આ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે. એ અનિલ કપૂરના કામના ફેન તો પહેલેથી જ હતા પણ આ ફિલ્મ જોઈને એ અનિલ કપૂરના વખાણ કરતા થાકતા નથી.

image source

એકે વર્સેઝ એકે વાર્તા છે એક અભિનેતા અને એક નિર્દેશકની. એક અભિનેતા સાથે એક નિર્દેશકની ખરાબ વર્તણુક એના પર ભારે પડી જાય છે જેનો બદલો લેવા માટે નિર્દેશક એની દીકરીનું અપહરણ કરી લે છે અને એને પોતાની રિયાલિટી ફિલ્મમાં કામ કરવા માટે મજબૂર કરો દે છે. અનિલ કપૂર અને અનુરાગ કશ્યપે આ પાત્રોને કાલ્પનિક રીતે નિભાવ્યા છે. ફિલ્મમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ સિવાય સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, બોની કપૂર જેવા કલાકારો પણ અગત્યની ભૂમિકામાં છે.

image source

હાલમાં જ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ડેનીએ એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું જેમાં ફિલ્મ એકે વર્સેઝ એકેના મુખ્ય કલાકાર અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ સાથે આ ફિલ્મના નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાની પણ સામેલ થયા. આ ઓનલાઇન વાતચીતમાં ડેનીએ અનિલના ખૂબ જ વખાણ કર્યા. ડેનીએ કહ્યું કે “અનિલ, આ ફિલ્મ આ બધા જ લેવલ પર એક સફળ ફિલ્મ છે. આ ફિલ્મની વિચારધારા કંઈક એવી છે જેને દરેક વ્યક્તિ સરખી રીતે બનાવી ન શકે. પણ અહીંયા એના પર ખૂબ જ સારી રીતે કામ થયું છે”

image source

પોતાની વાત આગળ વધારતા ડેનીએ કહ્યું કે ” આ ફિલ્મ એટલી રસપ્રદ છે કે મને એમાં કોઈ વળાંક દેખાયો નથી, એટલી કષ્ટદાયી છે કે અહીંયા સમ્માન અને અહંકારને કચડી નાખે છે એટલી રોમાંચક પણ છે કે એવું લાગે કે વાર્તા જાણે રિયલમાં શ્વાસ લઈ રહી છે. ફિલ્મમાં બધું જ કામ શાનદાર રીતે કર્યું છે. અને વાસ્તવમાં આ ફિલ્મ ખૂબ જ મજેદાર છે.”

image source

ડેનીએ કહ્યું કે અલ પચીનો, રોબર્ટ ડી નારો, ક્રિસ હેમસવર્થ, જેવા કલાકારો આ ફિલ્મની રિમેક બનાવવા માંગશે. પણ એ દાવા સાથે નથી કહી શકતા કે એ એકે વર્સેઝ એકેની રિમેક આવી જ રીતે બનાવી શકશે કે નહીં. ડેની અને અનિલે ઓસ્કર વિજેતા ફિલ્મ સલ્મડોગ મિલેનિયરમાં સાથે કામ કર્યું છે. અનિલે આ વર્ષની શરૂઆતમાં પણ ફિલ્મ મલંગથી ધમાકેદાર રીતે કરી હતી અને અંત પણ ખૂબ જ શાનદાર રહ્યો. આ સમયે એ વરુણ ધવન, નીતુ સિંહ અને કિયારા આડવાણી સાથેની ફિલ્મ જુગ જુગ જિયોના શૂટિંગમાં વ્યસ્ત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ