અનિલ કપૂર અને પત્ની સુનિતાની રસપ્રદ પ્રણયકથા, અનિલ કપૂર વગર જ પત્ની સુનિતા કેમ એકલી જ હનીમૂન પર જતી રહી !

ફોન પર સુનિતાની સાથે પ્રથમવાર વાત કરી ત્યારે જ અનિલ તેના પ્રેમમાં પડી ગયા હતા.

તાજેતરમાં થયેલા એક ઇન્ટર્વ્યૂ દરમિયાન અનિકલ કપૂરે જણાવ્યું, “મારા એક મિત્રએ સુનિતાને મારો નંબર આપ્યો હતો મારા પર પ્રેન્ક કરવા માટે, જ્યારે મેં પહેલીવાર તેની સાથે વાત કરી ત્યારે જ હું તેના અવાજના પ્રેમમાં પડી ગયો હતો ! ત્યાર બાદ તરત જ અમે એક પાર્ટીમાં મળ્યા હતા – તે જ ક્ષણે મને તેનામાં કંઈક અલગ લાગ્યું.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

અમે એકબીજા સાથે વાત કરવાની શરૂ કરી અને અમે મિત્રો બની ગયા. અમે બન્ને મને એક બીજી છોકરી ગમતી હતી તેના વિષે વાતો કરતા હતા કે – તે જ મને ગમાડે છે કે હું પણ તેને ગમું છું ? અને અચાનક તે છોકરી જતી રહી, મારું હૃદય ભાંગી ગયું – તેના કારણે અમારી મિત્રતા વધારે ગાઢ બની ! મને થોડી ઘણી ખબર છે ત્યાં સુધી સુનિતા જ માત્ર એક હતી જે સતત મારી સાથે રહી હતી – અમે બન્ને વ્યવસ્થીત રીતે એક બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

તે કંઈ ફિલ્મોમાં બતાવે તેવું નહોતું, મેં તેણીને મારી ગર્લફ્રેન્ડ બનવાનું નહોતું પુછ્યું – અમને બન્નેને બસ ખબર હતી. તેણી એક શિષ્ટ કુટુંબમાંથી આવતી હતી – એક બેન્કરની દીકરી, એક મોડેલીંગ કેરીયર ધરાવતી હતી અને હું બેકાર હતો !

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

તેણીને હું શું હતો કે મારો વ્યવસાય શું હતો તેની કોઈ જ પડી નહોતી – તેના માટે કશું જ મહત્ત્વનું નહોતું ! હું ચેમ્બુરમાં રહેતો હતો અને તેણી રહેતી હતી નેપીનસી રોડ – બસમાં ત્યાં પહોંચતાં મારે 1 કલાક થતો. તે બૂમો પાડતી કે, ‘ના, ટેક્સી કરીને જલદી આવ ! અને હું કહેતો ‘અરે મારી પાસે પૈસા નથી’ ત્યારે તે કહેતી ‘બસ આવી જા’ અને પછી મારી ટેક્સીના પૈસા ચૂકવી દેતી !” તે આગળ જણાવે છે “અમે 10 વર્ષ ડેટીંગ કર્યું – અમે સાથે પ્રવાસ કર્યા અને સાથે મોટા થયા.

 

View this post on Instagram

 

A post shared by Sunita Kapoor (@kapoor.sunita) on

તેણી હંમેશા સ્પષ્ટ હતી કે તે રસોડામાં પગ નહીં મુકે. જો હું તેને ‘રાંધવાનું’ કહેત તો મને એક લાત પડત ! મને ખબર હતી કે તેણીને હું લગ્ન માટે પુછું તે પહેલાં મારે કંઈક બનવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

તે વખતે હું કામ નહીં મળવાના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો. પણ તેણીએ મને દરેક સંજોગોમાં સાથ આપ્યો કોઈ પણ શરત વગર. માટે જ્યારે મને મારો પહેલો બ્રેક મળ્યો, ‘મેરી જંગ’ દ્વારા ત્યારે મેં વિચાર્યું, હવે ઘર આવશે, રસોડું આવશે, મદદ આવશે… હું લગ્ન કરી શકીશ !

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

માટે મે સુનીતાને ફોન કર્યો અને કહ્યું ‘ચાલ કાલે લગ્ન કરી લઈએ – કાલ કાં તો ક્યારેય નહીં’ અને બીજા દીવસે અમે લગ્ન કરી લીધા ! હું ત્રણ દીવસ બાદ મારા શૂટ માટે જતો રહ્યો અને મેડમ અમારા હનીમૂન પર જતા રહ્યા… મારા વગર !”

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

આગળ અનિલ જણાવે છે. શા માટે તેણી જ તેના રોજ સવારે ઉઠવા પાછળનું કારણ છે તેને કેવી રીતે કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. તેના જવાબમાં અનિલ જણાવે છે, “પ્રામાણિકતાથી કહું તો, તેણી મને મારા કરતાં પણ વધારે સારી રીતે જાણે છે. અમે અમારા જીવન, અમારા ઘરનું નિર્માણ સાથે કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

અમે ત્રણ બાળકોનો ઉછેર કર્યો છે અને કેટલાય સારા નરસા દીવસોમાંથી પસાર થયા છીએ. પણ મને લાગે છે કે અમે છેક હવે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ – રોમેન્ટિક વૉક પર જઈએ છીએ, ડીનર પર જઈએ છીએ.

હવે જ તો બધું શરૂ થયું છે ! અમે 45 વર્ષથી સાથે છીએ – મિત્રતા, પ્રેમ, સાથસહવાસના 45 વર્ષ. તેઓ તેણી જેવા લોકો હવે નથી બનાવતા. તેણી એક સંપૂર્ણ માતા છે, સંપૂર્ણ પત્ની છે અને તેના કારણે જ હું સવારે ઉઠું છું અને તેણી જ મને પ્રેરિત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor) on

તમને ખબર છે શા માટે ? જ્યારે હું તેણીને પુછું છું, ‘અરે, કલહી મેને તુંમકો કીતને સારે પૈસે દીયે,’ ત્યારે તેણી કહે છે, ‘વો સબ તો ખતમ હો ગયે. ઇટ્સ ઓલ ફિનિશ્ડ!’ અને હું પથારીમાંથી કૂદકો મારું છું અને કામ કરવા દોડી જાઉં છું.” અને આટલું કહેતાં તે ખડખડાટ હસી પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ