18 વર્ષ પછી પણ પરફેક્ટ દેખાય છે અનિલ-માધુરીની જોડી, જુઓ ફર્સ્ટ લુક…

18 વર્ષ પછી પણ પરફેક્ટ દેખાય છે અનિલ-માધુરીની જોડી, જુઓ ફર્સ્ટ લુક

અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની હિટ જોડી 18 વર્ષ પછી ફરીથી રૂપેરી પડદા પર જોવા મળશે. ઈન્દ્ર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં બંનેની સાથે કામ કરતા જોવા મળશે. ધમાલ સીરીઝની આ ફિલ્મમાં અજય દેવગણ પણ જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક શૂટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન માધુરી અને અનિલની જોડી એટલી જ પરફેક્ટ દેખાતી હતી, જેટલી કે બે દાયકા પહેલા હતી. ‘ધમાલ’ સીરિઝની આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક હાલમાં જ શૂટ કરવામાં આવ્યું છે. આ શૂટ દરમિયાનની અનિલ-માધુરીના ફર્સ્ટ લૂકની તસવીર સામે આવી છે. બંને બે દશક પહેલાં જેટલા પરફેક્ટ દેખાતાં હતા તેટલા આજે પણ દેખાય છે. માધુરી મરૂન કલરના ગાઉન અને અનિલ ગ્રીન રંગના સૂટમાં હેન્ડસમ લાગે છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે સમય અત્યારે પણ તેની સાથે છે. તેઓ અત્યારે પણ એકદમ હોટ અને આકર્ષક દેખાય છે. ફિલ્મના ફોટોગ્રાફી ડિરેક્ટર જાપાની છે. તેમનું કહેવું છે કે, દરેક ક્લોઝઅપ શોટમાં આ જોડી એકદમ અલગ દેખાતી હતી. થોડાક દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ વિશે જણાવતા માધુરીએ કહ્યું હતું કે, તે બહુ લાંબા સમય પછી ઈન્દ્ર કુમારની સાથે કામ કરવા જઈ રહી છે. તેમની સાથે કામ કરવા માટે તે બહુ ઉત્સાહિત છે.
ફિલ્મમાં અનિલ કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આગળ માધુરીએ કહ્યું કે, ઘણા સમય સુધી તેમણે કોઈ કોમેડી ફિલ્મ નથી કરી. તેથી આ ફિલ્મમાં કામ કરવું તેમણા માટે એક અલગ અનુભવ હશે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ટોટલ ધમાલ’ ધમાલ સીરીઝની ફિલ્મ છે. નેવુના દાયકામાં કેટલીક હિટ ફિલ્મોમાં માધુરી અને અનિલ કપૂરે સાથે કામ કર્યું છે. વર્ષ 2000મા આવેલી પુકારમા છેલ્લે આ જોડી જોવા મળી હતી. માધુરી દીક્ષીતએ લગભગ 2 દાયકા સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. તેમણી જોડી અનિલ કપૂર, સંજય દત્ત, સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે વધારે પસંદ કરતા હતા. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. માધુરી સરળતાથી શૂટિંગ કરીને ફિલ્મના સેટ પર લોકોનું દિલ જીતી લીધુ હતું. જ્યારે સેટ પર અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા આ બંને કલાકારોને મળ્યા ત્યારે સેટ પરનો માહોલ જીવંત થઈ ગયો. તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટએ 3 દિવસનું શૂટિંગ બે દિવસમાં જ પતાવી દીધું.
‘બેટા’ ‘રામ-લખન’ અને ‘તેજાબ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ અનિલ કપૂર અને માધુરી દિક્ષિત 18 વર્ષ બાદ ફરી એકવાર સાથે જોવા મળશે. ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બંને લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ હશે. દર્શકો ફરી એકવાર માધુરી અને અનિલને રૂપેરી પડદે જોવા માટે તરસી રહ્યા છે. માધુરી પોતે પણ 4 વર્ષ પછી કોઈ બોલિવુડ ફિલ્મમાં દેખાશે. આ પહેલા 2014માં માધુરીએ ‘ગુલાબ ગેંગ’માં કામ કર્યું હતું. સાથે જ માધુરી પહેલી મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં માધુરી સાડીમાં જોવા મળી હતી.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડની આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી