હાથની રેખાઓ જ નહી, આંગળીઓની વચ્ચેનું અંતર પણ ખોલે છે કેટલાક રહસ્યો, જાણો આ સંકેતો વિશે તમે પણ

હસ્તરેખા શાસ્ત્ર: હાથની રેખાઓ જ નહી, આંગળીઓની વચ્ચેનું અંતર પણ ખોલે છે કેટલાક રહસ્યો, જાણો સંકેત.

હાથની રેખાઓ તો આપના ભૂતકાળ અને ભવિષ્ય વિષે જણાવી દે છે, ત્યાં જ આંગળીઓની મદદથી પણ આપના વ્યક્તિત્વ સાથે જોડાયેલ કેટલાક રહસ્યો વિષે જાણી શકાય છે. હસ્તરેખા જ્યોતિષની મદદથી હથેળી પર બનનાર રેખાઓ અને નીશાનોથી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિષે જાણકારી મળે છે. આંગળીઓની વચ્ચે કેટલું અંતર હોય છે તેની મદદથી વ્યક્તિ વિષે ઘણું બધું જાણી શકાય છે.

તર્જની અને મધ્યમા આંગળીની વચ્ચેનું અંતર:

image source

જો તર્જની એટલે કે અંગુઠાની નજીકની આંગળી અને મધ્યમા એટલે કે વચ્ચે વાળી આંગળીની વચ્ચે ખાલી જગ્યા દેખાય છે તો આવી વ્યક્તિના વિચાર સ્વતંત્ર હોય છે. આવી વ્યક્તિ પોતાના લક્ષ્યને લઈને ફોકસ રહે છે. આવી વ્યક્તિને તેમની મહેનતનું ફળ તેમને મળે છે. જો આ બંને આંગળીઓની વચ્ચે અંતર વધારે હોય છે તો એનો અર્થ એવો થાય છે કે, આવી વ્યક્તિ મતલબી સ્વભાવના હોઈ શકે છે.

મધ્યમા અને અનામિકા આંગળીની વચ્ચેનું અંતર:

image source

એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિની વ્હ્ચેની આંગળી અને અનામિકા આંગળી એટલે કે ફિંગર રીંગની વચ્ચે ખાલી જગ્યા બનવી જોઈએ નહી. આ બંને આંગળીઓનું પાસે હોવું શુભ હોય છે. જો કોઈ વ્યક્તિની આ બંને આંગળીઓની વચ્ચે અંતર હોય છે તો આવી વ્યક્તિનું વ્યક્તિત્વ બેપરવાહ હોય છે. આવા લોકો ફક્ત પોતાના અને પોતાના ફાયદા વિષે વિચારે છે.

અનામિકા અને સૌથી નાની આંગળીની વચ્ચે અંતર:

image source

જો કોઈ વ્યક્તિની અનામિકા એટલે કે રીંગ ફિંગર અને કનિષ્ઠા એટલે કે સૌથી નાની આંગળીની વચ્ચે અંતર હોય છે તો આ અંતરને યોગ્ય માનવામાં આવતું નથી. આવા વ્યક્તિ ખુબ જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. એટલું જ નહી પોતાનું કામ પૂરું કરાવવા માટે આવી વ્યક્તિ કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ આવી વ્યક્તિ પોતાના પરિવારને પણ ઘણું મહત્વ આપે છે. આ વ્યક્તિ પોતાના પરિવાર માટે કઈપણ કરવા માટે તૈયાર રહે છે.

જેમની આંગળીઓ વચ્ચે નથી હોતું અંતર:

image source

કેટલીક વ્યક્તિઓ એવા પણ હોય છે જેમની આંગળીઓની વચ્ચમાં કોઈ અંતર હોતું નથી. હસ્તરેખા વિજ્ઞાનમાં જણાવ્યા મુજબ જે વ્યક્તિઓની આંગળીઓની વચ્ચે અંતર નથી હોતું તેઓ ખુબ જ ગંભીર સ્વભાવના હોય છે. આ વ્યક્તિઓ બીજાના જીવનમાં દખલઅંદાજી કરવાનું પસંદ કરતા નથી અને ગંભીર સ્વભાવના હોય છે. ત્યાં જ બીજી બાજુ જે વ્યક્તિઓની બધી જ આંગળીઓની વચ્ચે અંતર હોય છે તેમનામાં ઉર્જાની કમી હોતી નથી. આવા લોકો સકારાત્મક વિચારના માલિક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ