આંગળી ચિંધ્યાનું પુન – કરીને જુઓ મનને અનોખી શાંતિ મળશે અને ઈશ્વર તેની નોંધ જરૂર લેશે…

મારા ઓફિસ ની બાજુ માં એક ફ્રુટની લારી વાળો ઉભો રહે હું ક્યારેક તેની પાસે થી ફ્રુટ લેતી અને દરરોજ આવતા જતા કેમ છો મેંડમ ??? એવું કહે અને હું પણ દરરોજ ઘરમાં બધા ની તબિયત સારી છે ને????એવું પુછુ ક્યારેક એના મમ્મી લારી પર આવે ત્યારે મારી ઓળખ કરાવે મેડમ મારા મમ્મી છે. અને એની મમ્મી મને નમસ્તે મેડમ કહે અને મેડમ કભી હમે આપકી જરૂરત પડી તો હમ આપકે પાસ આયેંગે !!!હમ લોગ પઢે લીખે નહી હે!!!અને હું કહેતી હા જરુર આવજો .


મારી ઓફીસ એટલે મારુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હું ત્યાં બાળકોને રસી મુકવાનું અને બહેનોને હેલ્થ ઍજ્યુકેસન આપવાનું કામ કરું અને મારી હાથ નીચે આશા બેનો જેમની શાથે મારે ફીલ્ડમાં જવાનું અને સમજાવાનું મારુ કામ. એક દિવસ હું મારી આશા બેન શાથે ફીલ્ડમાં ગઇ ત્યાં એક ઝુંપડા માં કાચું મકાન જેની દીવાલ માટી થી બનાવી હતી ત્યાં પહોચી મારી આશા બેન કહે મેડમ અહીં એક બેન છે તેને ડીલેવરી ઘરે થઇ છે અને બેબી છે.


હું એ ઝૂંપડામાં ગઇ મેં જોયું તો એક ગોદડી પર બહેન સુતી હતી અને એની બાજુમાં એક નાની બાળકી હતી જેનો જન્મ બે દિવસ પહેલાજ થયો હતો થોડીક વારમાંજ એક બેન આવ્યા અને મને જોઈ નમસ્તે મેડમ કરવા લાગ્યા હું પણ એને જોઈ એકદમ બોલી ઉઠી તમે!!!!અહી ક્યાંથી ??? ત્યારે એ બેન બોલ્યા આજ મારુ ઘર બેન આ ઝુપડામાંજ અમે 6 જાણ રહીએ આ એ મારા દીકરાની વહુ એટલે પેલા ફ્રુટ વાળા ની ઓહઃ સમજી આ તમરા દીકરાની વહુ છે !!!તો તમે એને ઘરે ડીલેવરી કેમ કરાવી માસી????અરે હોસ્પિટલ જવાના પૈસા પણ હોવા જોઇએ ને??અરે માસી હવે 108 આવે છે એ કેમ નાં બોલાવી ?? અમે અભણ અમને કઈ ખબર ના પડે સારું પણ હવે એક સમજણ પાળો આ બેબી અને માં ને મારે ત્યાં બતાવવા લઇ આવજો અને હું એવું કહી પછી ત્યાંથી નિકળી ગઇ.


પેલા ફ્રુટ વાળા માસી ના બેબી લઇ આવ્યા કે ના વહું ને અને એક દિવસ અચાનક હું એના ઘરે પહોચીમેં જોયું તો બેબી બીમાર જેવું લાગ્યું મેં તેની માને કહ્યું કેમ આને તાવ આવે છે ??? શું થયું છે??ત્યારે એની માં કહે છે “”.મેંડમ ઉસકો તો હાર્ટ મેં છેદ હે “”મેં કહ્યું શું?? હા મેડમ ડોક્ટર બોલા હે મેં કહ્યું સબ રિપોટ કરવાયા હા મેડમ કરવાયા ક્યાં બોલા ડોક્ટર???? મેડમ એસા બોલા અમદાવાદ સિવિલ મેં લેજાના પડેગા.. તો તુમ કયો નહી લેકે જાતે હો????અને મારુ મગજ વીચારો માં ચડી ગયું કે આ કેમ એવું કરે છે દીકરી એક મહિનાની થઇ ગઇ છે હવે એનું ઓપરેશન થઇ શકે.


મેં મારા ઉપરી અધિકારી શાથે વાત કરી કે આપણામાં એવી કોઈ જોગવાઈ છે કે આપણે કોઈને ફ્રી માં હાર્ટ નું ઓપરેશન કરાવી શકીયે અને મારા મેડમે કહ્યું હા થાય આપણે તેનું સંદર્ભ કાર્ડ ભરી આપીશું એટલે એ લઇ અમદાવાદ સિવિલ માં ફ્રી માં ઓપરેશન થાય હું ખુસ થઇ સંદર્ભ કાર્ડ બનાવીને પેલા ફ્રુટ વાળને ત્યાં ગઇ મેં કહ્યું લો આ કાર્ડ અને આ લઇ અમદાવાદ સિવિલ જાવ એને કહ્યું અમદાવાદ કોણ જાય ધંધો બગાડવાનો અને પૈસા પણ થાય મેં કહ્યું સરકાર તરફથી ફ્રી છે મારી ઓફિસ ની ગાડી તમને મુકવા આવશે હવે તો જાવ આ દિકરી ની જિંદગી બચી જાય!!!!અને ત્યાંજ ફ્રુટ વાળા માસી બોલ્યા .હમરે પાસ ટાઈમ નહી હે !!!! અને મેં એટલુંજ કીધું માસી આની જગ્યા ઉપર દીકરો આવ્યો હોત તો ???? તો તમાંરી પાસે ટાઈમ અને પૈસા બધુજ હોત આ દીકરી છે એટલે નથી લઇ જવી..


અને ફ્રુટ વાળો આખરે સંમત થયો અને બેબી ને અમદાવાદ લઇ ગયા ડોક્ટર ને બતાવ્યું અને બેબી નું ઓપરેશન કરવામાં આવ્યું અને બેબી સાજી થઇ ગઇ એકપણ રૂપિયા ના ખર્ચ વગર બેબી નું ઓપરેશન થયું અને મહિના પછી એ ફ્રુટ વાળી માંસી મને મળવા આવી મેડમ આપકા ખુબ આભાર આજ આપકી વજશે મેરી બેટી કો જિંદગી મિલી..મેં કહ્યું મેં કશું નથી કર્યું સરકાર તરફથી જે મળે છે તે તારા શુધી પોચાડવા માં મદદ કરી છે બાકી બધું ઉપર વાળો જ કરે છે.આજે બેબી 4 વર્ષ ની છે અને ખુબજ સુંદર અને બોલકી દીકરી ફ્રુટની લારી પર એના પપ્પા શાથે આવે ત્યારે એવું લાગે મેં મારા જીવનમાં કોઈ ઉમદા કામ કર્યું હોય તો આજ કામ કે હું કોઈ ની ખુશી નું કારણ બની..

મને એવું લાગે છે કે આપણે કોઈને પૈસા ની મદદ ના કરી શકીયે તો કોઈ નહી પણ આપણી પાસે સાચી માહિતી હોય તે પણ પુરી પડવાથી આપણે કોઈને મદદ રૂપ થઇ શકીયે..

લેખક : નયના નરેશ પટેલ

તમે પણ આવું કોઈ કામ કર્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ