અંગારકી ચોથ કરવાથી આર્થિક તંગી થાય છે દૂર, જાણો હવે પછી ક્યારે આવશે અંગારકી ચોથ

ત્રીજનો તહેવાર | અંગારક ચોથ એટલે ૨૬મે ના દિવસે આર્થિક સમસ્યા અને રોગમુક્તિ માટે વ્રત કરી શકાય છે.

હવે પછી આ અંગારક ચોથ માટેનો સંયોગ 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ વ્રત જાતકની કુંડળીમાં રહેલા મંગળ દોષમાં પણ ઘટાડો કરે છે

હિન્દુ પંચાંગના આધારે દરેક મહિનાની શુક્લપક્ષની ચતુર્થ તિથિ પર વિજ્ઞહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા, આરાધના તેમ જ વ્રત પણ કરવામાં આવે છે. આ વ્રત સમૃદ્ધિ અને સૌભાગ્યની કામનાઓ સાથે રાખવામાં આવે છે. વિશેષ રૂપે આ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની ઉપાસનાનું મહત્વ હોય છે. જો કે વ્રત એ આપણા શાસ્ત્રો અને ધર્મ સાથે અભિન્ન રીતે જોડાયેલા અંગો છે.

image source

કાશી ધામના ધર્મશાસ્ત્રના શિક્ષક એવા જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ, દરેક વાર (દિવસ) સાથે આ વ્રતનો સંયોગ જુદા જુદા પરિણામો આપનાર સિદ્ધ થાય છે. જેમ કે આ વખતે આ ચોથ મંગળવારના દિવસે હોવાથી અંગારક ચતુર્થીનો યોગ સર્જાયો છે. આ વ્રત કરવાથી દરેક પ્રકારની આર્થિક તેમજ શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

image source

અંગારક ચતુર્થી : આર્થિક અને શારીરિક લાભ

પંડિત મિશ્રા આ વિશે કહે છે કે આ ચતુર્થ તિથી મંગળવારના દિવસે આવી છે એટલે એને અંગારક ચતુર્થી કહેવામાં આવે છે. ગણેશ પુરાણના આધારે આ દિવસે ગણેશજીની પૂજા કરવા સાથે વ્રત રાખવાથી શારીરિક રોગો પણ મટે છે. જો કે આ ચતુર્થીમાં મંગળવારના સંયોગને કારણે આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે.

image source

ખાસ કરીને આ ઉપવાસ એવા લોકો માટે ઉપયોગી છે કે જેમના લગ્નમાં વિક્ષેપ આવી રહ્યો છે. આ વ્રત કરવાથી જાતકના તમામ પ્રકારના દુ:ખ દૂર થાય છે. દેવું અથવા અન્ય પ્રકારની લોનથી ગ્રસ્ત લોકોએ પણ આ વ્રત જરૂર રાખવું જોઈએ.

અંગારક ચતુર્થી: આ સંયોગ હવે ફરી છેક 20 ઓક્ટોબરના રોજ સર્જાશે.

image source

હિન્દુ કેલેન્ડર મુજબ, આ સંયોગ વર્ષમાં એક અથવા બે વાર જ બનતો હોય છે. આ વર્ષે માઘ મહિનાના શુકલપક્ષની ચતુર્થી એટલે કે 28 જાન્યુઆરીના તીલકુંદ ચતુર્થી પર આ સંયોગ બન્યો હતો. જો કે ત્યારબાદ છેક 26 મેં એટલે કે આજે મંગળવાર અને ચતુર્થ તિથી એમ બંનેનો સંયોગ બની રહ્યો છે. જો કે આજ્પછી આ સંયોગ ફરી 20 ઓક્ટોબર એટલે કે અશ્વિન માહીનાના શુકલપક્ષની ચતુર્થ તિથી અંગારક વિનાયક ચતુર્થી હશે.

અંગારક ચતુર્થી પર ગણેશજીનું પૂજન

image source

આ ચતુર્થીના વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની સાથે મંગળ ગ્રહની પૂજા પણ કરવામાં આવે છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર મંગળની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. અંગારક ચતુર્થીના વ્રતમાં મંગળ ગ્રહની પૂજા કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ દિવસે શિવલિંગ પર ખાસ લાલ ચંદન, લાલ ફૂલો અને ગુલાલ અર્પણ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન લાલ કપડાં પહેરવા જોઈએ તેમજ શિવલિંગનો અભિષેક ફળોના રસથી કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ