જલ્સા કરોને જેંતીલાલ

રોગપ્રતિકારક શક્તિ વધારમા માટે આજે જ સુધારો તમારી આ ખરાબ આદતો…

રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી શરીર અલગ અલગ પ્રકારનાં રોગો અને સંક્રમણોથી બચાવે છે. શરીરમાં ઈમ્યૂન સિસ્ટમ બરાબર હોય તો, કોઈ પણ ગંભીરમાં ગંભીર બીમારી પણ તમને નથી થઈ શકતી.તેના માટે ડાયટ અને હેલ્ધી લાઈફ્સ્ટાઈલ અપનાવી બહુ જરૂરી છે, પરંતુ તમારા દ્વારા જાણતા અજાણતા કેટલીક ભૂલો થવાથી ઈમ્યૂન સિસ્ટમ કમજોર થઈ જાય છે. તેવામાં તમારા શરીરના હાનિકારક બેક્ટેરિયા, વાયરસ, અને બીમારીથી તમે રક્ષા નથી કરી શકતા. આજે અમે તમને જણાવીશું એવી ખરાબ આદતો વિશે જે ઈમ્યૂન સિસ્ટમમે કમજોર કરી નાંખે છે. તમારી આ આદતોમાં સુધારો કરવાથી તમે કેટલીક બીમારીથી બચી શકો છો.

1. લાંબા સમય સુધી તનાવ

image source

અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિને તનાવની સમસ્યા રહેતી હોય છે, પરંતુ લાંબા સમય સુધી તનાવ રહેવાથી ઈમ્યૂન સિસ્ટમ કમજોર થઈ જાય છે. જો કે, તેને ક્યારે પણ નજર અંદાજ ન કરવી જોઈએ, કેમ કે તેનાથી તમે શરદી-તાવ, હૃદયની બીમારી, ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ બની શકો છો. તનાવમાંથી રાહત મેળવવા અને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે યોગ અને ધ્યાનની મદદ લેવી.

2, કસરત ન કરવી

image source

જો તમે કસરત અથવા દરરોજ ચાલવા ન જતા હોય તો તમને બીમાર પડવાનો ખતરો બમણો વધી જાય છે. નિષ્ણાતોના અનુસાર,ઓછામાં ઓછું 30 મિનીટ દરરોજ એરોબિક કરવા જોઈએ. તે બ્લડ સર્કયુલેશનમા રહેલાં સફેદ રક્તની કોશિકાઓને દૂર કરે છે, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ બરાબર રીતે કમા કરવામાં મદદ કરે છે.

3. મોટાપાનું કારણ

image source

વધારે વજન હોય તે લોકો ડાયટ અને એકસરસાઈજની કમીના કારણે તે ઈમ્યૂનિટીને કમજોર કરવાનું કામ કરે છે. તેનાથી એન્ટીબોડીનું નિર્માણ નથી થતું અને સફેદ રક્ત કણોની સંખ્યા વધી જાય છે. જેનાથી લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. જલ્દી બીમારીનો ભોગ બને છે.

4. ખરાબ સ્વભાવ

image source

સકારાત્મક ભાવના અને હસવાથી તનાવ ઓછો થઈ જાય છે. એક રિસર્ચ પ્રમાણે એક કલાક માટે ખુલીને હસતા લોકોની ઈમ્યૂન સિસ્ટમ અન્ય લોકોની સરખામણી કરતા વધારે મજબૂત હોય છે. તેવામાં તમે દરરોજ ઓછામાં ઓછું એક કલાક લાફ્ટર થેરેપી જરૂરથી કરવી.

5. ફ્રૂટ અને શાકભાજીનું સેવન ન કરવાથી

image source

ઈમ્યૂન સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવા માટે માઈક્રો ન્યૂટ્રિએન્ટસ જેવા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટની જરૂરત રહેતી હોય છે. ફ્રૂટ અને લીલા શાકભાજીમાં એવા તત્ત્તવો હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. એટલાં માટે પોતાની ડાયટમાં વધારેમાં વધારે ફ્રૂટ અને શાકભાજી સામેલ કરવા.

6. પૂરતી ઉંઘ ન લેવાથી

ઉંઘ પૂરતી ન લેવાથી તેની ખરાબ અસર તમારી ઈમ્યૂન સિસ્ટમ પર થાય છે. તેનાથી રોગ સામે લડવાની કોશિકાઓ નબળી થઈ જાય છે અને તમે ઘણી બધી બીમારીની ચપેટમાં આવી જાવ છો. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ લેવી બહુ જરૂરી છે. એટલા માટે પૂરતી ઉંઘ લેવી.

7. ઓછું પાણી પીવાથી

image source

યોગ્ય પ્રમાણમાં પાણી ન પીવાથી તેની ખરાબ અસર તમારી રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવા માટે શરીરનાં પાણીની માત્રા હોવી જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

8. જંક ફૂડનું સેવન કરવાથી દૂર રહેવુ

image source

જંક ફૂડમાં અસ્વસ્થ ફેટ અને ઓયલ હોય છે, જે શરીર માટે હાનિકારક હોય છે. તેનાથી તમારું વજન તો વધે જ છે સાથે તમારી ઈમ્યૂન સિસ્ટમ પણ કમજોર થઈ જાય છે. એટલા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરો અને જંક ફૂડથી દૂર રહેવું.

9. વધારે માત્રામાં કેફીનનું સેવન

image source

લોકો એક્ટિવ રહેવા માટે દિવસમાં 3-4 કપ કેફિનનું સેવન કરતા હોય છે, પરંતુ વધારે માત્રામાં કેફીનનું સેવન કરવાથી ઘણી સમસ્યા થાય છ, જેના કારણે શરીરમાં તનાવ વધવા લાગે છે. તેમજ કોર્ટિસોલ રિલીઝ થવા લાગે છે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને કમજોર થઈ જાય છે.

10. સ્વચ્છતા પર ધ્યાન આપવું

image source

આળસ અને સુસ્તીના કારણે કેટલાંક લોકો હાઈજીન પર વધારે ધ્યાન નથી આપતા જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ કમજોર થવા લાગે છે. જેમ કે હાથ ધોયા વર ભોજન કરવું. જેથી તમારા હાથ પર કીટાણુંઓના સંપર્કમાં આવે છે. જેના કારણે ઈન્ફેક્શન અને બીમારી થવાનો ખતરો વધી જાય છે. હાઈજીનનો અર્થ છે દરરોજ સ્નાન કરવું, નખ સ્વચ્છ રાખવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version