કોરોનાના કારણે અધધધ…કંપનીઓ થઇ ગઇ બંધ અને લોકોના માથે તૂટી પડ્યુ આભ, જાણો બાકીના રાજ્યોની કેવી છે ખરાબ હાલત

વૈશ્વિક મહામારી કોરોના છેલ્લા લગભગ એક વર્ષથી માનવ જાત માટે કાળમુખો ચેહરો ખોલીને ઉભી છે. કથિત રીતે ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી આ મહામારી ક્યારે અટકશે તેના વિશે કોઈપણ નિશ્ચિત રીતે કશું કહી શકે તેમ નથી. ઉલ્ટાનું આ મહામારી ક્યારે ઉથલો મારે એ નક્કી નથી. હા, આર્થિક રીતે મજબૂત એવા અમુક દેશોએ કોરોના સામે લડવા માટે પોતપોતાની રીતે વેકસીન બનાવી લીધી છે અને ધીમે ધીમે પોતાના દેશના નાગરિકોને વેકસીન આપવાના કાર્યક્રમ ગોઠવી સાવચેતી પણ દાખવી છે પરંતુ આર્થિક દ્રષ્ટિએ નબળા દેશોની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

image source

વળી, કોરોના મહામારીને કારણે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં આર્થિક સંકટ ઉભું થયું છે. એક બાજુ જ્યાં કોરોનાએ હજારો કે લાખો માણસોનો ભોગ લીધો છે ત્યારે બીજી બાજુ જે લોકો જીવિત રહી ગયા છે તેઓના માટે પણ આર્થિક સંકટ ઉભું કર્યું છે. વૈશ્વિક રીતે અનેક દેશોમાં અનેક વેપાર ધંધા અને રોજગારને જબ્બર ફટકો પડયો છે તો અમુક મોટા ગજાના બિઝનેસો પણ બંધ થઈ ગયા છે. અને તેનું મુખ્ય કારણ કોરોનાને કારણે ફેલાયેલી આર્થિક સંકળામણ છે.

image source

એ જ રીતે ભારતમાં કોરોના મહામારીને કારણે બંધ થયેલા વેપાર ધંધાની વાત કરીએ તો ભારતમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીના સમયગાળામાં 10,000 ઉપરાંત કંપનીઓને તાળા લાગી ગયા છે. તમને કદાચ આ ગપગોળા લાગે પણ હકીકત એ છે કે આ મનઘડંત વાત નથી પરંતુ દેશની સંસદમાં રાજયમંત્રી અનુરાગ ઠાકુરે આપેલા આંકડા છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે દેશના આર્થિક ચક્રોને ગતિશીલ રાખવામાં માલ સામાન ઉત્પાદન કરતી ફેકટરીઓ અને કંપનીઓનો મહત્વનો ફાળો હોય છે. ત્યારે દેશની સંસદમાં કોરોના મહામારીને કારણે બંધ થઈ ગયેલી કંપનીઓ વિશે માહિતી આપતા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં કોરોના મહામારીના પ્રભાવને પગલે કુલ 10,113 કંપનીઓ બંધ થઈ જવા પામી છે. આ કંપનીઓ માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન બંધ થઈ છે.

image source

દેશના ક્યા રાજ્યોમાં કેટલી કંપનીઓ બંધ થઈ તે અંગે વિગતવાર વાત કરીએ તો કોરોનાને કારણે સૌથી વધુ દિલ્હીના વેપાર ઉદ્યોગને ફટકો પડયો છે અને ત્યાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 2394 કંપનીઓ બંધ થઈ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 1936 કંપનીઓ બંધ થઈ છે.

  • એ જ રીતે તમિલનાડુમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 1322 કંપનીઓ બંધ થઈ છે.
  • મહારાષ્ટ્રમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 1279 કંપનીઓ બંધ થઈ છે.
  • કર્ણાટકમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 836 કંપનીઓ બંધ થઈ છે.
  • ચંદીગઢમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 501 કંપનીઓ બંધ થઈ છે.
  • રાજસ્થાનમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 497 કંપનીઓ બંધ થઈ છે.
  • તેલંગાણામાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 404 કંપનીઓ બંધ થઈ છે.
  • કેરળમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 307 કંપનીઓ બંધ થઈ છે.
  • ઝારખંડમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 137 કંપનીઓ બંધ થઈ છે.
  • મધ્ય પ્રદેશમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 111 કંપનીઓ બંધ થઈ છે.
  • બિહારમાં માર્ચ 2020 થી ફેબ્રુઆરી 2021 ના સમયગાળા દરમિયાન કુલ 104 કંપનીઓ બંધ થઈ છે.
image source

નોંધનીય છે કે કંપની અધિનયમ 2013 ની કલમ 248 (2) મુજબ દેશમાં 10,113 કંપનીઓએ સ્વેચ્છાએ તેમની કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે હજુ સુધી આ કંપનીઓ સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું પણ રાજયમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!