આટલા બધા રૂપિયા ખર્ચીને મજૂર પહોંચ્યો ઘરે, પણ પડોશીની વાતમાં આવી ગઇ પત્ની અને કહી દીધુ કંઇક એવુ કે…

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના લીધે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું તેમ છતાં મોટાભાગનો મજુર વર્ગને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલ મજૂરો પોતાના ઘરે પહોચવા માટે બધા જ સંભવ પ્રયત્નો કરે છે. ત્રિપુરાના અગરતલામાં રહેતા ગોબિંદ દેબનાથએ પોતાના ઘરે પહોચવા માટે ૩૦ હજાર રૂપિયાનો ખર્ચ કરી દે છે, પણ જયારે તેઓ ઘરે પહોચે છે તો તેમને તેમના ઘરના સભ્યોએ ઘરમાં પ્રવેશ કરવાની મંજુરી આપી નહી. ગોબિંદ કાર ભાડા પર લઈને પોતાના ઘરે પહોચ્યા હતા, પરંતુ ઘરના સભ્યોએ કોરોના વાયરસ ટેસ્ટ નેગેટીવ આવી ગયા પછી પણ આ યુવકને ઘરમાં આવવા દીધો નહી.

પત્નીએ દુર રહેવા કહ્યું.:

image source

ગોબિંદ જણાવે છે કે, મારી પત્ની અને બાળક મને ઘરથી દુર ચાલ્યા જવા કહી રહ્યા છે, હવે શું કહી શકું. ગોબિંદ પોતાની પત્ની મામ્પી દેબનાથ, દીકરી અને સાસરીવાળાની સાથે પોતાની સાસુ ભાનુ દાસના ઘરમાં રહે છે, આ ઘર તેમને ગરીબ યોજના હેઠળ મળ્યું હતું. માર્ચ મહિનામાં જયારે અચાનક જ દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તો ગોબિંદ પોતાના સાળાના ઘરે અસમના સિલપર્થર ગયા હતા. ગોબિંદની સાથે તેમના સસરા પણ ગયા હતા, પણ તેઓ પરત તેમની સાથે આવ્યા નહી.

કોરોના ટેસ્ટ નેગેટીવ.:

image source

ઘણા દિવસો સુધી લોકડાઉન ખતમ થયાની રાહ જોયા કરતા કરતા જયારે ગોબિંદ થાકી ગયા તો તેમણે નિર્ણય કરી લીધો કે, તેઓ ત્રિપુરા પહોચવા માટે ગાડીને ભાડે કરીને લેશે. સૌથી પહેલા ગોબિંદને કોરોના ટેસ્ટ કરાવવાનો હતો, ત્યાર પછી ગોબિંદે ચુરીબાડીમાં ક્વોરેન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા. ગોબિંદનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવી ગયા પછી ગોબિંદને પોલીસે સ્કોટ કરીને તેમને જોયનગર કોમ્પ્લેક્સ જ્યાં તેમનું ઘર છે, ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

પત્નીએ જણાવ્યું કારણ.:

image source

દેબનાથનું કહેવું છે કે, તે સમયે તેમની પત્ની પડોશીઓના દબાણમાં હતી. જયારે હું ઘરે પહોચ્યો તો મારી પત્ની નથી ઈચ્છતી કે હું પાછો જાવ, મારી દીકરી પણ રડી રહી હતી, મને સમજમાં ના હોતું આવી રહ્યું કે હવે હું શું કરું. તેમજ દેબનાથની પત્નીનું કહેવું છે કે, તેઓ પોતાની બીમાર માં અને દીકરીની સુરક્ષા કરવા ઈચ્છે છે.

image source

પત્નીએ જણાવ્યું છે કે, મારા પતિ અસમથી ગયા હતા, મેં તેમને કહ્યું હતું કે, તેઓ પરત ના આવે, પણ તેઓ માન્યા નહી. હું પોતાની માતાના ફ્લેટમાં રહું છું, હું કેવી રીતે તેમને અહિયાં રહેવાની મંજુરી આપી શકું છું. મારે એક દીકરી છે, બીમાર માં છે. તેમનું હાલમાં જ એક ઓપરેશન થયું છે. હું પતિને ૧૪ દિવસ માટે ફ્લેટમાં નથી રાખી શકતી. તેમને ક્વોરેન્ટાઇન સેન્ટર લઈ જાવ, ત્યાં ૧૪ દિવસ રહ્યા પછી તેઓ પાછા આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ