અનંત અંબાણીની વૂડ બી વાઇફ એટલે કે નિતા અંબાણીની ભાવિ વહુને જુઓ નો મેકઅપ લૂકમાં…

હજુ તો નિતા અંબાણીના જોડીયા દીકરા-દીકરીના લગ્નના સમાચાર ઠંડા નથી પડ્યા ત્યાં તો તેમના નાના દીકરા અનંદના વરઘોડાની વાતો પણ ચોરે ચૌટે ગવાવા લાગી છે. અનંદ અંબાણી સાથે અવારનવાર તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ જોવા મળે છે. અંબાણી કુટુંબના ફેમિલિ ફંક્શનમાં પણ તેણી જાણે કુટુંબની સભ્ય જ હોય તેમ અંબાણીના રંગે રંગાયેલી જોવા મળે છે.

હજુ થોડા દીવસ પહેલાં જ નીતા અંબાણી પોતાની મોટી વહુ શ્લોકા અને ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ સાથે કોઈ એક્ઝિબિશનમાં જોવા મળ્યા હતા અને તેમની વચ્ચેની આત્મિયતા અને બોન્ડીંગની ખુબ જ ચર્ચા જાગી હતી.

તમને જણાવી દઈએ કે નિતા અંબાણીની બન્ને વહુઓને મેકઅપનું ઘેલુ નથી તે બન્ને અવારનવાર મેકઅપ વગર જાહેરમાં જોવા મળે છે. જે તેમની સાદગી દર્શાવે છે. તાજેતરમાં રાધીકા પોતાના ડોગીને લઈને એનિમલ ક્લિનકમાંથી બહાર આવતી જોવા મળી હતી.

તેણી તદ્દન મેકઅપ વગર જ આવી હતી. અને ખુબ જ સૌમ્ય અને સિંમ્પલ લાગી રહી હતી. તેણીએ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. આ ફોર્મલ લૂકમાં પણ તેણી એલિગન્ટ લાગી રહી હતી. એવા અહેવાલ છે કે મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. અને નિતા અંબાણીએ પણ જાણે રાધિકાને પોતાની વહુ તરીકે સ્વિકારી લીધી હોય તેવું તેમના ચહેરા પરની ખુશી પરથી લાગે છે.

આ પહેલાં રાધિકા શ્લોકા અને આકાશ અંબાણીની મહેંદી સેરેમનીમાં પણ મેકઅપ વગર સાદા વસ્ત્રોમાં જોવા મળી હતી. તે વખતે તેણીએ લાલ-ગુલાબી પંજાબી સૂટ પહેર્યો હતો અને લોકોને હાથમાં રચેલી મહેંદી બતાવી પોઝ આપી રહી હતી.

રાધિકા મર્ચન્ટ જાણીતી કંપની એન્કર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે. આકાશ-શ્લોકાના લગ્નમાં તેણીએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું અને ત્યાર બાદ વારંવાર અનંત અંબાણી સાથે જોવા મળી હતી અને લોકોએ અનુમાન કરી લીધું હતું કે તેણી નિતા અંબાણીની ભાવી વહુ છે. જો કે લોકોનું અનુમાન જરા પણ ખોટું હોય તેવું લાગતું નથી.

ત્યાર બાદ અનંદ અંબાણી અને રાધીકા મર્ચન્ટે પોતાના ભાભી શ્લોકા મેહતા અંબાણીને તેના બર્થડે પર પમ ખુબ જ હુંફાળુ વિષ એક વિડિયો દ્વારા કર્યું હતું તે પણ દર્શાવે છે કે તે બન્ને એકબીજાના કેટલા નજીક છે.

રાધીકાએ પોતાનો શાળા સુધીનો અભ્યાસ મુંબઈથી કર્યો છે જ્યારે તેણે ગ્રેજ્યુએશન પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ન્યુ યોર્ક યુનિવર્સિટિમાંથી કર્યું છે. જો તમને એવો ભ્રમ હોય કે તેણે કામ કરવાની શું જરૂર છે તો તેવા વહેમમાં ન રહેતા. તેણીએ એક રિયલ એસ્ટેટ પેઢી ઇસ્પ્રાવામાં 2017માં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે પણ કામ કર્યું છે.

થોડા સમય પહેલાં રાધીકા મર્ચન્ટને રસ્તા પર એક ભીખારી સ્ત્રીને મદદ કરતી જોવા મળી હતી. તેણીએ તેને કેટલાક રૂપિયા આપ્યા આપ્યા હતા જેના માટે તેણીને તે ભીખારી સ્ત્રીએ ખુબ શુભેચ્છા પાઠવી હતી.

રાધીકા મર્ચન્ટ અંબાણી કુટુંબની મોટી વહુ શ્લોકા મેહતાની જેમ જ ખુબ જ હુંફાળુ વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેને પણ તેણીની જેમ સાદગી વધારે પસંદ છે અને માટે જ આ બન્ને અવારનવાર નો-મેકઅપ લુકમાં જોવા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ