જલ્સા કરોને જેંતીલાલ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની આ ટ્વીટને હજારોવાર લાઈક કરવામાં આવી, જાણીને તમે પણ ખડખડાટ હસી પડશો

આનંદ મહિન્દ્રાએ એક અનોખો એડવર્ટાઇઝમેન્ટ ફોટોને ટ્વીટ કર્યો.

સોશિયલ મિડિયા એક એવું પ્લેટફોર્મ થઈ ગયું છે જ્યાં સામાન્ય માણસ પોતાની આસપાસ થતા પ્રસંગોને પોતાના દ્રષ્ટિકોણથી રજુ કરે છે.

ક્યારે સોશિયલ મિડિયા પર કોઈ પોસ્ટને બિરદાવવામાં આવે છે તો ક્યારેક કોઈનો વિરોધ કરવામાં આવે છે.

લોકો તેના માધ્યમથી પોતાના મત આપતા થઈ ગયા છે. પોતાનો અભિપ્રાય આપતા થઈ ગયા છે.

સોશિયલ મિડિયા એક એવું સ્થાન છે જ્યાં બિઝનેસમેનથી લઈને સામાન્ય નોકરિયાત પણ પોતાની વાત રજૂ કરી શકે છે. એક મોટા સુપર સ્ટારથી લઈને સામાન્ય ઘરની ગૃહિણી પણ પોતાની પસંદગીની બાબતો પર પોસ્ટ શેયર કરે છે.

ઇન્ડસ્ટ્રીયલીસ્ટ આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાની ટ્વીટ્સ દ્વારા લોકોને રમૂજ પમાડતા હોય છે. તાજેતરમાં તેમણે ટ્વીટર પર એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં એક બુલ્ડોજરના જાયન્ટ વ્હીલ પર બોડી મસાજની જાહેરાતનું ચોપાનિયું ચોંટાડવામાં આવ્યું હતું.

તેમની આ ટ્વીટને હજારો લોકોએ પસંદ કર્યું છે અને તેને લગભગ બે હજાર વાર રીટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

તેમણે જાહેરાતની આ નવીન રીતને બીરદાવતા લખ્યું હતું કે ‘હિલેરિયસ ! આ અનોખું મસાલ લીધા બાદ તમને ક્યારેય બીજા કોઈ મસાજની જરૂર નહીં પડે, તે તમારી બધી જ જાતની સમસ્યાઓનો કાયમી નીકાલ લાવી દેશે. … (અને આ પોસ્ટર જે વ્યક્તિએ ચોંટાડ્યું છે તેની સેન્સ ઓફ હ્યુમરને તો દાદ આપવી પડે અથવા તો પછી તેનું આઇક્યુ લેવલ ઘણું લો છે તેવુ સમજવું’

તેમની આ ટ્વીટ બાદ લોકોએ આ ફોટોને લઈને પોતાનો દ્રષ્ટિકોણ રજુ કર્યો હતો. જે આ પ્રમાણે હતો.

તેમની આ ટ્વીટ બાદ હજારો લોકોએ તેને લાઈક કરી અને કેટલાએ તો તેના વિવિધ પ્રતિસાદ પણ આપ્યા. અને સેંકડો લોકોએ તેમની આ ટ્વીટને પોતાના અકાઉન્ટ પર રી ટ્વીટ પણ કરી.

તમને જણાવી દઈએ કે સોશિયલ મિડિયા પર આવી રમૂજો તો ચાલ્યા જ કરતી હોય છે. આ અગાઉ જેસીબી કી ખૂદાઈવાળી પોસ્ટ ખુબ જ વાયરલ થઈ હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version