અનૈતિક સંબંધોની આડમાં થઈ હત્યા, પતિએ પત્નીને જમીન દલાલ સાથે રૂમમાં જોઈ લીધી, પછી પ્રેમીના પ્રાણ પંખેરુ ઉડાડી દીધા!

હાલમાં એક ઘટના સામે આવી અને જેમાં લવ એંગલનિ સાથે સાથે મર્ડર પણ કરવામાં આવ્યું છે. પણ આ પહેલાં આ કેસ આવી ચૂક્યો છે અને હવે તેમાં હાલમાં નવો વળાંક આવ્યો છે. આ વાત છે વડોદરાની કે જ્યાં જવાહરનગર પોલીસે સોમવારે મોડી રાત્રે અટકાયત કર્યા બાદ જમીનદલાલ રહસ્યમય મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાના બાજવા-કરચિયા રોડ પર આવેલા જલારામનગરમાં રહેતા જમીનદલાલના બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતી પરિણીતા સાથે આડાસંબંધ હતા.

image source

પણ એક દિવસ બન્યું એવું કે પરિણીતાના પતિએ બંનેને ઘરમાં જોઈ ગયો હતો અને જમીનદલાલની હત્યા કરી નાખી હતી. ત્યારે હવે આ ઘટના મામલે પોલીસ-તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે. જો કે મોટી વાત એ છે કે આરોપીએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વર્ધી આપી હતી. હવે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એક તરફ પરિવારજનોએ આરોપ નાંખ્યો હતો કે મૃતક જમીનદલાલને પોલીસે માર મારતાં તેમનું મોત થયું છે. જો કે હવે સમગ્ર હકીકત બહાર આવે પછી જ બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે.

image soucre

હાલમાં આ ઘટનાની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. પણ જો આપણે બધી જ માહિતી સાથે વાત કરીએ તો વડોદરા શહેર નજીક બાજવા ગામમાં 3, જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયાર કે જેઓ 40 વર્ષના છે તેમના પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. પછી એવું બન્યું કે સોમવારે મોડી રાત્રે બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફ્લેટમાં રહેતા મહેશ જનકભાઇ પંચાલે પોલીસ કંટ્રોલરૂમને વર્ધી આપી હતી, જેને આધારે પોલીસ મહેશ જનકભાઇ પંચાલ અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢિયારની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. આ દરમિયાન મહેન્દ્રભાઇને અચાનક ગભરામણ થતાં પોલીસ તેને નજીકની સરકારી દવાનાખામાં લઇ ગઇ હતી પણ અફસોસ કે પોલીસે ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો. મોત થતાં જ ઘટના ચારેકોર વાયરલ થવા લાગી છે.

જ્યારે આ રીતે જમીનદલાનનું રહસ્યમય મોત થયું તો બધે હોબાળો મચી ગયો હતો. પરિવારજનો સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને આ સાથે જ જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો હતો. જો કે કેસની ગંભીરતાથી લઈને પરિવારજનોના આક્ષેપને પગલે જવાહર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી હતી.

image source

ત્યારબાદની વાત કરીએ તો મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું, જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હોવાનું ઘટસ્ફોટ થયો હતો. ત્યાંથી જ પોલીસને કંઈક ન થવાનું થયું હોવાની વાત લાગી અને તપાસ શરૂ કરી. તાયરબાદની વાત કરીએ તો પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ